કોલ્ડવેવથી થથરશે લોકો, ઘુમ્મસ રોકશે સ્પીડ, ગુજરાત સહિત દેશમાં કેવું રહેશે આજનું હવામાન

Weather Forecast Update Today in Gujarati, આજનું હવામાન: આગામી કેટલાક દિવસો સુધી ઠંડીનું મોજું ચાલુ રહેશે. બુલેટિનમાં IMD એ જણાવ્યું હતું કે આગામી 5-7 દિવસ સુધી ઉત્તરપશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં સવારે ગાઢ ધુમ્મસ રહેવાની શક્યતા છે.

Weather Forecast Update Today in Gujarati, આજનું હવામાન: આગામી કેટલાક દિવસો સુધી ઠંડીનું મોજું ચાલુ રહેશે. બુલેટિનમાં IMD એ જણાવ્યું હતું કે આગામી 5-7 દિવસ સુધી ઉત્તરપશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં સવારે ગાઢ ધુમ્મસ રહેવાની શક્યતા છે.

author-image
Ankit Patel
New Update
winter Today Weather Forecast Update

શિયાળો આજનું હવામાન- Express photo

Today Weather, Aaj Nu Havaman, આજનું હવામાન : ઉત્તર ભારતની સાથે મધ્ય અને પૂર્વ ભારતમાં પણ ઠંડીના મોજાને કારણે લોકો થથરી રહ્યા છે. પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં પણ ઠંડીની અસર જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન, દેશના ઘણા ભાગોમાં ઠંડી અને તીવ્ર ઠંડીની સ્થિતિનો અનુભવ થયો હતો. 

Advertisment

ભારતીય હવામાન વિભાગ (IMD) ની આગાહી દર્શાવે છે કે આગામી કેટલાક દિવસો સુધી ઠંડીનું મોજું ચાલુ રહેશે. બુલેટિનમાં IMD એ જણાવ્યું હતું કે આગામી 5-7 દિવસ સુધી ઉત્તરપશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં સવારે ગાઢ ધુમ્મસ રહેવાની શક્યતા છે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે રાજસ્થાનના કેટલાક ભાગોમાં તીવ્ર ઠંડી નોંધાઈ છે. ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઝારખંડમાં ભારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. પૂર્વ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને ઝારખંડમાં ઠંડીનું મોજું ચાલુ છે. 

મેદાની વિસ્તારોમાં  છત્તીસગઢનું અંબિકાપુર સૌથી ઠંડુ હતું, જ્યાં લઘુત્તમ તાપમાન 3.3 ડિગ્રી સેલ્સિયસ હતું. દરમિયાન, ઉત્તરાખંડના પર્વતીય રાજ્યોમાં હિમવર્ષા અને જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને સિક્કિમમાં બરફવર્ષા નોંધાઈ હતી.

Advertisment

ગુજરાતમાં નલિયા અને અમરેલીમાં 9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું

ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં માઈનસ ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું છે. જેની અસર સીધી ગુજરાત ઉપર પણ દેખાઈ રહી છે. હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે બુધવારના દિવસે ગુજરાતમાં લઘુતમ તાપમાનમાં બે ડિગ્રી જેટલો વધારો થયો હતો. જોકે, કેટલા વિસ્તારોમાં પારો ઘટ્યો હતો. 

અમરેલીમાં ઠંડીનો પારો ગગડીને નલિયા જેટલો પહોંચ્યો હતો. નલિયા અને અમેરિલામાં 9 ડિગ્રી લઘત્તમ તાપમાન નોંધાયું હતું. જે રાજ્યનું સૌથી નીચું તાપમાન રહ્યું હતું. આ ઉપરાંત અમદાવાદમાં 13.8 ડિગ્રી, ગાંધીનગરમાં 12 ડિગ્રી, વડોદારમાં 14.6 ડિગ્રી, સુરતમાં 16.6 ડિગ્રી, રાજકોટમાં 10.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. 

મેદાની વિસ્તારોથી પર્વતો સુધી, પારો ક્યાં ઘટ્યો?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશના ઘણા ભાગોમાં પારો 0°C થી નીચે ગયો. ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં તાપમાન 0°C થી 5°C સુધી રહ્યું. 

પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઉત્તરપૂર્વીય રાજ્યોમાં તાપમાન 5 થી 10 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહ્યું.

સોનમર્ગમાં તાપમાન માઈનસ 10.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું

મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં આવેલું પર્યટન સ્થળ સોનામર્ગ મંગળવારે રાત્રે જમ્મુ અને કાશ્મીરનું સૌથી ઠંડુ સ્થળ હતું, જ્યાં લઘુત્તમ તાપમાન માઈનસ 10.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. 

ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં સ્થિત ગુલમર્ગમાં રાત્રિના તાપમાનમાં એક ડિગ્રીનો ઘટાડો નોંધાયો, લઘુત્તમ તાપમાન માઈનસ 7.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. 

શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન માઈનસ 1.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સોમવાર રાત્રે માઈનસ ચાર ડિગ્રી સેલ્સિયસ કરતા વધારે છે. દક્ષિણ કાશ્મીરના પર્યટન સ્થળ પહેલગામમાં લઘુત્તમ તાપમાન માઈનસ 7.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ખીણના પ્રવેશદ્વાર કાઝીગુંડમાં લઘુત્તમ તાપમાન 0.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

દક્ષિણ ભારતમાં ભારે વરસાદની ચેતવણી

જ્યારે ઉત્તર ભારત ઠંડીમાં ધ્રૂજી રહ્યું છે, ત્યારે દક્ષિણમાં વરસાદનો ભય મંડરાઈ રહ્યો છે. બંગાળની ખાડીમાં દબાણના કારણે, 8 થી 11 જાન્યુઆરી દરમિયાન તમિલનાડુમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી છે. 

9 અને 10 જાન્યુઆરીએ "અતિશય ભારે વરસાદ" માટે ચેતવણી જારી કરવામાં આવી છે. 10 જાન્યુઆરીએ કેરળ અને માહેમાં ભારે વરસાદની આગાહી છે.

વેધર ન્યૂઝ કોલ્ડ વેવ શિયાળો આજનું હવામાન અપડેટ