ઓરોબિંદો ફાર્મા એ ડિરેક્ટરની ધરપકડ બાદ માત્ર ભાજપને દાન આપ્યું, કેજરીવાલની રિમાન્ડ અરજીમાં ઈડીનો ખુલાસો

AAP Party Leader Alleges On Aurobindo Pharma Donates TO BJP For Arvind Kejriwal arrest : ઓરબિંદો ફાર્માના ડિરેક્ટર સરથ ચંદ્ર રેડ્ડીની 10 નવેમ્બર 2022ના રોજ લીકર કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ 15 નવેમ્બર 2022ના રોજ ઓરોબિંદો ફાર્માએ 5 કરોડ રૂપિયાના ચૂંટણી બોન્ડ ખરીદ્યા હતા, જે ભાજપે 21 નવેમ્બર 2022ના રોજ વટાવી લીધા હતા.

Written by Ajay Saroya
Updated : March 24, 2024 11:04 IST
ઓરોબિંદો ફાર્મા એ ડિરેક્ટરની ધરપકડ બાદ માત્ર ભાજપને દાન આપ્યું, કેજરીવાલની રિમાન્ડ અરજીમાં ઈડીનો ખુલાસો
આપ પાર્ટીના નેતા આતિશીએ રવિવારે નવી દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન દિલ્હીના સીએમ કેજરીવાલની ધરપકડનો વિરોધ કર્યો અને આરોપ લગાવ્યો હતો કે ભાજપે લીકર પોલિસી કેસ સાથે જોડાયેલા પક્ષો પાસેથી પૈસા લીધા છે. (Express Photo)

AAP Party Leader Alleges On Aurobindo Pharma Donates TO BJP For Arvind Kejriwal arrest : ચૂંટણી બોન્ડ માંથી મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. ઓરોબિંદો ફાર્માએ તેના ડિરેક્ટરની ધરપકડ પહેલા ત્રણેય પક્ષો – બીઆરએસ, ટીડીપી અને ભાજપને જંગી દાન આપ્યું હતુ. પરંતુ જ્યારે તેમના ડિરેક્ટરની ધરપકડ થઇ ત્યારબાદ બાદ તેમણે માત્ર ભાજપને દાન આપ્યું છે. ઓરોબિંદો ફાર્માના ડિરેક્ટર પણ આ કેસમાં સરકારી સાક્ષી બન્યા હતા. આ ઘટસ્ફોટ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરનાર એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની રિમાન્ડ અરજીમાં કરવામાં આવ્યો છે.

ઈડીની રિમાન્ડ અરજીમાં ખુલાસો

અરવિંદો ફાર્માના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પી શરથ ચંદ્ર રેડ્ડીએ 25 એપ્રિલ, 2023ના રોજ દાવો કર્યો હતો કે અરવિંદ કેજરીવાલ જ દિલ્હી લીકર કેસમાં કિંગપિન અને માસ્ટર માઈન્ડ છે. તેમના આ નિવેદનનો ઈડી દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Arvind Kejriwal, ED , excise policy case
ઈડીની ટીમ ગુરુવારે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી (Express Photo)

ઇડીએ આરોપ લગાવ્યો હતો કે, તેલંગાણાના પૂર્વ સીએમ કે ચંદ્રશેખર રાવની પુત્રી સરથ ચંદ્ર રેડ્ડી અને કે કવિતા સાઉથ ગ્રુપનો હિસ્સો હતા, જેમણે લીકર કૌભાંડ કેસમાં આમ આદમી પાર્ટીને 100 કરોડ રૂપિયાની લાંચ આપી હતી. તેમાંથી 45 કરોડ રૂપિયા હવાલા દ્વારા 2022માં પાર્ટીના ગોવા ચૂંટણી પ્રચાર માટે ફાઈનાન્સ માટે મોકલવામાં આવ્યા હોવાનો આરોપ હતો.

સરથ ચંદ્ર રેડ્ડીની આ કેસમાં 10 નવેમ્બર 2022ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ઈલેક્ટોરલ બોન્ડના આંકડા દર્શાવે છે કે 15 નવેમ્બર 2022ના રોજ ઓરોબિંદો ફાર્માએ 5 કરોડ રૂપિયાના ચૂંટણી બોન્ડ ખરીદ્યા હતા. ભાજપે આ રકમ 21 નવેમ્બર 2022ના રોજ વટાવી લીધી હતી.

ઓરોંબિદો ફાર્માએ 25 કરોડના ચૂંટણી બોન્ડ ખરીદ્યા

સરથ ચંદ્ર રેડ્ડીએ 25 એપ્રિલ 2023ના રોજ ઇડી સમક્ષ એક નિવેદન નોંધ્યું હતું અને 1 જૂન 2023ના રોજ, એક વિશેષ અદાલતે તેમને આ કેસમાં સરકારી સાક્ષી બનવાની મંજૂરી આપી હતી. આ કેસમાં નિવેદનો નોંધ્યાના થોડા મહિના પછી જ, ઓરોબિંદો ફાર્માએ 8 નવેમ્બર 2023ના રોજ 25 કરોડ રૂપિયાના ચૂંટણી બોન્ડ ખરીદ્યા હતા. ત્યાર બાદમાં આ તમામ ચૂંટણી બોન્ડ ભાજપે 17 નવેમ્બર 2023ના રોજ રિડીમ કર્યા હતા.

ઓરોબિંદો ફાર્મા ટોચની ફાર્માસ્યુટિકલ કંપની પૈકીની એક છે, જેની કુલ આવક 25,146 કરોડ રૂપિયા છે અને 2022-23 માં 1,927 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો છે. તેની આવકનો લગભગ 90 ટકા હિસ્સો આંતરરાષ્ટ્રીય કામગીરીથી આવે છે. 10 નવેમ્બર 2022 ના રોજ જ્યારે સરથ ચંદ્ર રેડ્ડીની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે કંપનીએ બોમ્બે સ્ટોક એક્સચેંજને જણાવ્યું હતું કે રેડ્ડીની ધરપકડ કોઈ પણ રીતે ઓરોબિંદો ફાર્મા લિમિટેડ અથવા તેની સહાયક કંપનીઓના સંચાલન સાથે સંકળાયેલી નથી.

એપ્રિલ 2021 થી ઓક્ટોબર 2022 સુધીના ચૂંટણી બોન્ડ ના આંકડા દર્શાવે છે કે રેડ્ડીની ધરપકડ પહેલા ઓરોબિંદો ફાર્માએ કુલ ૨૨ કરોડ રૂપિયાના બોન્ડ ખરીદ્યા હતા. આ રકમમાંથી તેલંગાણાના બીઆરએસ એ 15 કરોડ રૂપિયા રિડીમ કર્યા હતા, જ્યારે ભાજપ અને ટીડીપીએ અનુક્રમે 4.5 કરોડ રૂપિયા અને 2.5 કરોડ રૂપિયા વટાવી લીધા હતા.

આ પણ વાંચો | અરવિંદ કેજરીવાલની ધરપકડથી લોકસભા ચૂંટણી પર શું અસર થશે? જાણો શું કહે છે સમીકરણ

હવે ઇડીએ આરોપ લગાવ્યો છે કે આપ પાર્ટીના પૂર્વ કોમ્યુનિકેશન હેડ અને ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની ઓન્લી મચ લાઉડરના પૂર્વ સીઇઓ વિજય નાયરે કેજરીવાલ અને આપ વતી સાઉથ ગ્રૂપ પાસેથી 100 કરોડ રૂપિયાની લાંચ લીધી હતી. હૈદરાબાદના ઉદ્યોગપતિ અરુણ પિલ્લઈ (જે બીઆરએસ કે કવિતાના નજીકના સહયોગી છે) પર આરોપ છે કે તેમણે 2020-21 માટે દિલ્હી આબકારી નીતિ હેઠળ રાષ્ટ્રીય રાજધાનીમાં દારૂના બજારમાં મોટો હિસ્સો મેળવવા માટે લાંચ આપી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ