Abu Katal Singhi Kill In Pakistan: ભારતનો વધુ એક દુશ્મન અને આતંકવાદી અબુ કતાલ સિંઘી ઠાર મરાયો છે. ભારતમાં યાત્રાળુઓની બસ પર થયેલા હુમલામાં સામેલ અબુ લાંબા સમયથી લાપતા હતો, હવે તેના મોતના સમાચાર સામે આવ્યા છે.
રિયાસી આતંકી હુમલો ક્યારે થયો હતો?
અબુ કતાલ વિશે જણાવવામાં આવ્યું છે કે તે લશ્કરનો ટોચનો આતંકવાદી હતો, મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં નામ હતું. અબુ કતાલ એ જ આતંકી છે જેણે ગયા વર્ષે 9 જૂને રિયાસીમાં તીર્થયાત્રીઓથી ભરેલી બસ પર આતંકી હુમલો કર્યો હતો. તે હુમલામાં ઘણા ભક્તો માર્યા ગયા હતા. હવે અજાણ્યા હુમલાખોરોએ આ જ અબુ કાતલની હત્યા કરી છે. તેની હત્યા વિશે વધુ માહિતી નથી.
ભારતના ઘણા દુશ્મનો પાકિસ્તાનમાં
આતંકવાદીઓએ રાજૌરી જિલ્લાની સરહદે આવેલા રિયાસી જિલ્લાના પૌની વિસ્તારમાં શિવખોડીથી કટરા જઈ રહેલા યાત્રાળુઓને લઈ જઈ રહેલી બસને નિશાન બનાવી હતી. તેના કારણે બસ ડ્રાઇવરે પોતાનો કાબુ ગુમાવતા બસ ખાડામાં પડી ગઇ હતી. જેમાં 9 લોકોના મોત થયા હતા અને 33 લોકો ઘાયલ થયા હતા. એનઆઈએએ જ્યારે આ આતંકી હુમલાની તપાસ શરૂ કરી તો સૌથી મુખ્ય નામ અબુ કતાલ સામે આવ્યું, તેની ભૂમિકા સામે આવી. હવે શંકાસ્પદ સંજોગોમાં તેની હત્યા કરવામાં આવી છે, આ પહેલા પણ ભારતના અનેક દુશ્મનો પાકિસ્તાનમાં આ જ અંદાજમાં માર્યા ગયા છે.
અબુ કતાલ હાફિઝનો જમણો હાથ છે
આમ જોવા જઈએ તો અબુ કતાલની હત્યા પાકિસ્તાની આતંકવાદીઓ માટે માત્ર આંચકો જ નથી, હાફિઝ સઈદ માટે પણ મોટો આંચકો છે. અબુને હાફિઝનો જમણો હાથ માનવામાં આવતો હતો, તે તેની ખૂબ જ નજીક હતો, ભૂતકાળમાં અનેક હુમલાઓમાં તેનો સાથીદાર હતો. આવી સ્થિતિમાં, અબુ કતાલની હત્યા બાદ હાફિઝ વધુ નબળો પડી ગયો છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ભારતની સુરક્ષા એજન્સીઓ ઘણા વર્ષોથી હાફિઝની પાછળ પડી છે, તે 26/11ના આતંકી હુમલામાં માસ્ટર માઈન્ડ છે.
હાફિઝ સઈદ કોણ છે ?
હાફિઝ સઈદ આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાનો સંસ્થાપક અને પ્રમુખ છે. પાકિસ્તાનમાં તે જમાત-ઉદ-દાવા નામનું સંગઠન ચલાવે છે. હાફિઝ સઈદનો જન્મ 5 જૂન, 1950ના રોજ પાકિસ્તાનના પંજાબના સરગોધામાં થયો હતો. આ સમયે તેમની ઉંમર લગભગ 75 વર્ષ છે. તેની પત્નીનું નામ મૈમૂના સઈદ છે તલહા સઈદ નામનો એક પુત્ર છે. ભારત અને પાકિસ્તાનના ભાગલા વખતે તેમનો પરિવાર હરિયાણાના હિસારથી લાહોર જતો રહ્યો હતો. હાફિઝ સઈદ 2008 (26/11)માં મુંબઈમાં થયેલા સીરિયલ બ્લાસ્ટનો માસ્ટર માઈન્ડ પણ છે. તે 2006માં મુંબઇ ટ્રેન વિસ્ફોટોમાં પણ સામેલ હતો.





