Adrit Roa : 16 વર્ષના ભારતીય મૂળના AI સાયન્ટિસ્ટનો દુનિયામાં ડંકો વાગ્યો, ડિજિટલ હેલ્થ ક્ષેત્રે કર્યું ઇનોવેશન

Adrit Roa AI Technology Research In Heathcare Innovation : ભારતીય મૂળના અમેરિકન ટિનેજ અદ્રિત રાવે આઈએ ટેકનોલોજી, એપ ડેવલપમેન્ટ અને ડિજિટલ હેલ્થ ઈનોવેશનની દુનિયામાં મોટા સંશોધન કરી સૌને ચોંકાવી દીધા છે.

Written by Ajay Saroya
March 14, 2024 17:55 IST
Adrit Roa : 16 વર્ષના ભારતીય મૂળના AI સાયન્ટિસ્ટનો દુનિયામાં ડંકો વાગ્યો, ડિજિટલ હેલ્થ ક્ષેત્રે કર્યું ઇનોવેશન
Adrit Roa : અદ્રિત રાવે 12 વર્ષની ઉંમરે Appleની વર્લ્ડવાઈડ ડેવલપર્સ કોન્ફરન્સ સ્વિફ્ટ સ્ટુડન્ટ ચેલેન્જ જીતી. (Photo - @AdritRao)

Adrit Roa AI Technology Research In Heathcare Innovation : ગુજરાતીમાં કહેવત છે કે મન હોય તો માળવે જવાય. જો વ્યક્તિ મક્કમ મનથી કોઇ કામ કરવાનું નક્કી કરે તો તેને ઉંમરનો અવરોધ પણ નડતો નથી. આ વાત માત્ર 16 વર્ષના અદ્રિત રાવ નામના આઈએ ટેકનોલોજી સાયન્ટિસ્ટે ચરિતાર્થ કરી છે. કોડિંગ પ્રોડિજી અને એઆઈ ટેકનોલોજી પ્રત્યે ઉત્સાહી અદ્રિત રાવે એપ ડેવલપમેન્ટ અને ડિજિટલ હેલ્થ ઈનોવેશનની દુનિયામાં મોટા સંશોધન કરી સૌને ચોંકાવી દીધા છે.

કેલિફોર્નિયામાં રહેતા ભારતીય મૂળના આ ટીનેજની અમુક એપ્લિકેશન Apple પ્લે પણ ઉપલબ્ધ છે. હાલમાં તે હેલ્થ સેક્ટરે આમૂલ પરિવર્તન માટે એઆઈનો ઉપયોગ કરવા સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં મહત્વપૂર્ણ સંશોધન પર કામ કરી રહ્યો છે.

રાવે indianexpress.com ને જણાવ્યું કે, એપ્સ ઘણી આકર્ષક અને રોમાંચક છે કારણ કે તમે કોડ લખી શકો છો અને જોઈ શકો છો કે તમારા ઈનોવેશન તમારી સામે જીવંત બની છે.

તેમણે ઉમેર્યું કે, હું 8 વર્ષનો હતો ત્યારે મે કોડિંગની શરૂઆત કરી હતી. હું સરળ બ્લોક પ્રોગ્રામિંગને સમજ્યો, જે પ્રોગ્રામમાં બ્લોક્સને એકસાથે મૂકે છે. કોમ્પ્યુટર સાયન્સ સાથે મારો એ પ્રથમ પરિચય હતો. મને તે ખૂબ જ આકર્ષક અને રસપ્રદ લાગ્યું હતું.

અદ્રિત રાવનો કોમ્પ્યુટર સાયન્સમાં રસ વધ્યો અને તેણે પરંપરાગત પ્રોગ્રામિંગ ભાષાઓની શોધખોળ શરૂ કરી. તે જણાવે છે, મારો રસ હંમેશા એક સમાન રહ્યો નથી કારણ કે હું મારા કોડને જીવનમાં આવતા જોઈ શક્યો ન હતો. COVID-19 મહામારી દરમિયાન, મારી પાસે ફાજલ સમય હતો અને વધુ મનોરંજન અને ઉત્તેજક રીતે લોકોને પ્રભાવિત કરી શકે તેમા હું કોડિંગ રિસર્ચ કરવા માંગતો હતો. ત્યારે જ મેં એપ સ્ટોર પરની એપ્સ વિશે વિચાર્યું. રાવે કહ્યું કે, તેમણે યુટ્યુબ અને ઓનલાઈન રિસોર્સ મારફતે મહામારી દરમિયાન આપ મેળે એપ ડેવલપમેન્ટ શિખ્યું હતું.

adrit roa | adrit roa ai technology | adrit roa ai research | adrit roa ai digital heath innovation
Adrit Roa : અદ્રિત રાવ ભારતીય મૂળનો અમેરિકન એઆઈ સાયન્ટિસ્ટ છે. (Photo – @AdritRao)

12 વર્ષની ઉંમરે રાવે Appleની વર્લ્ડવાઈડ ડેવલપર્સ કોન્ફરન્સ સ્વિફ્ટ સ્ટુડન્ટ ચેલેન્જ જીતી હતી. આ ઈવેન્ટથી તેમને Apple CEO ટિમ કૂકને મળવાની અભૂતપૂર્વ તક પણ મળી. તે અત્યંત રોમાંચક હતું કારણ કે હું ખરેખર મારી એપ્લિકેશન ડેવલપમેન્ટમાં માત્ર બે થી ત્રણ અઠવાડિયા બચ્યા હતા. રાવે કૂક સાથેની મુલાકાતનું વર્ણન કરતા જણાવ્યું હતુ કે, પ્રામાણિકપણે કહું તો આ અનુભવે મને મારી વિકાસ યાત્રા ચાલુ રાખવા માટે પ્રેરણા આપી.

એપ્લિકેશન્સની દુનિયામાં ડુબકી

અદ્રિત રાવ પાસે ઘણી ઈનોવેશન એપ્સ છે, જેમાંથી એપ સ્ટોર પર ચાર એપ્લિકેશન્સ ઉપલબ્ધ છે. તેમાંથી MoTV છે, જે યુઝર્સને મૂવી અને ટીવી શો સર્ચ કરવામાં મદદ કરે છે. ShopQuik, મહામારી દરમિયાન સ્થાનિક ગ્રોસરી સ્ટોરના વેઇટિંગ ટાઇમને ટ્રેક કરવા માટે ક્રાઉડ-સોર્સ્ડ એપ્લિકેશન (તે ઓછી પ્રોપ્યુલર હોવાથી Apple દ્વારા તેને દૂર કરવામાં આવી હતી).

મહામારીના અંકુશોથી પ્રેરિત Virtuthon એ એક એવી એપ્લિકેશન છે જે વર્ચ્યુઅલ વૉકથોન અનુભવ પ્રદાન કરે છે. અન્ય સંશોધનમાં ગેટ ઇન્વોલ્વ્ડ સર્વિસ અવર્સ- એ રાવની કંપની, એરેટેક ઇન્ક. અને ગેટ ઇન્વોલ્વ્ડ ફાઉન્ડેશન વચ્ચે સહયોગ છે, જે વોલિયન્ટરી વર્કની સુવિધા આપે છે. Signer, AI-સંચાલિત એપ્લિકેશન, iPhone કૅમેરા ઇનપુટ દ્વારા સાઇન લેંગ્વેજ હાવભાવને ભાષણમાં અનુવાદિત કરે છે.

અદ્રિત રાવ દ્વારા સિગ્નરની રચના પાછળની પ્રેરણાત્મક કહાણી

અદ્રિત રાવે સિગ્નરની રચના પાછળની કહાણી વિશે વાત કરતા કહ્યું કે, સૌથી પહેલા મેં દુનિયાભરમાં કેટલા લોકો બહેરા છે અને બહેરા અને બિન બહેરા સમુદાયો વચ્ચેના કોમ્યુનિકેશન્સ ગેપના આંકડાઓ પર સંશોધન કર્યું, જેનાથી મને પ્રેરણા મળી. પછી મને આઇફોન કેમેરામાંથી હાવભાવ કન્વર્ટ કરવાનો વિચાર આવ્યો. તે સમયે એપલે તેમના મશીન લર્નિંગ મોડલ્સનો ઉપયોગ કરીને WWDC ખાતે હેન્ડ પોઝ ટ્રેકિંગ અને ક્લાસિફિકેશનની રજૂઆત કરી હતી. તેથી સાઇન-ટુ-સ્પીચ કન્વર્ઝનને સક્ષમ કરવા માટે હું મારી પોતાની AI એલ્ગોરિધમને તે નવી ટેકનોલોજી પર તાલીમ આપી શકું.

સ્ટેનફોર્ડ યુનવર્સિટીમાં રિસર્ચ ઇન્ટર્નશિપ

સ્વાસ્થ્ય સંબંધિત સસ્યાઓના ઉકેલ માટે એઆઈનો ઉપયોગ કરવાના પોતાના સંશોધન વિશે અદ્રિત રાવે જણાવ્યું કે, તે જ્યારે 13 વર્ષનો હતો ત્યારે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં રિસર્ચ ઇન્ટર્નશિપ શરૂ કરી હતી. છેલ્લાં ત્રણ વર્ષોમાં, તેઓ વેસ્ક્યુલર બીમારીના નિદાન માટે AIનો લાભ લેતી સુલભ એપ્સ બનાવવા માટે સમર્પિત છે.

AutoABI એપ – ધમનીના ધબકાર સાંભળી બીમારી શોધશે

તેમના અદભૂત ઈનોવેશન – AutoABI, એક iPhone એપ છે જે ધમનીના ધબકાર સાંભળીને પેરિફેરલ ધમની રોગ શોધી શકે છે. ગ્રાઉન્ડબ્રેકિંગ ટેક્નોલોજી હાલમાં ક્લિનિકલ ટ્રાયલ અને પેટન્ટ મેળવવાની પ્રક્રિયામાં છે. રાવે AI નો ઉપયોગ કરીને CT સ્કેનમાં એન્યુરિઝમ્સ શોધવામાં પણ યોગદાન આપ્યું છે અને 10 થી વધુ સાયન્ટિફિક રિસર્ચ પેપર્સ પ્રકાશિત કર્યા છે, જે ડિજિટલ હેલ્થ સોલ્યુશન્સમાં તેમની કુશળતા દર્શાવે છે અને તેનાથી દર્દીનને સારી સારસંભાળ આપવામાં ક્રાંતિ લાવી શકે છે.

તેમણે AutoABI વિશે જણાવ્યું કે, અમે હાલમાં આ ટેકનોલોજીનું પેટન્ટ કરાવવાની કામગીરી કરી રહ્યા છે. ખરેખર આ એપ્લિકેશન મારા મનપસંદ પ્રોજેક્ટ્સમાંની એક છે, કારણ કે તે મને બતાવે છે કે હું મારા એપ ડેવલપમેન્ટ અને AI નોલેજને હકીકતમાં એક મેડિકલ સોલ્યુશન બનાવવા માટે લાગુ કરી શક્યો છું, જે ક્લિનિક્સમાં લાગુ કરવામાં અને પરીક્ષણ કરવામાં સક્ષમ છે અને હવે તે ઘણા લોકો સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે.

AutoABI ઉપરાંત, રાવ સીટી સ્કેનમાં એન્યુરિઝમ શોધવા માટે AI સિસ્ટમ સાથે સાથે મોડ્યુલર ડિજિટલ હેલ્થ એપ ડેવલપમેન્ટને સશક્ત બનાવવા માટે સ્ટેનફોર્ડની સ્પેઝી ઇકોસિસ્ટમમાં યોગદાન આપી આગળ વધવાનું ચાલુ રાખ્યું છે. LLMOnFIRE એપ્લિકેશન પરનું તેમનું કાર્ય સ્વાસ્થ્ય જાગૃતિમાં વધારો કરવા માટે જનરેટિવ એઆઈ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે તેનું ઉદાહરણ આપે છે.

આ એપ ખાસ કરીને એક ચેટ ઈન્ટરફેસ છે જ્યાં દર્દી અંદર જઈને તેમના હેલ્થ રેકોર્ડ્સ સાથે ચેટ કરી શકે છે. અને તે ચાલુ પ્રોજેક્ટમાં યોગદાન આપવા સક્ષમ હોવાના સમગ્ર અનુભવે ખરેખર જનરેટિવ AI ની સંભવિતતાનો મને અહેસાસ કરાવે છે.

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) પર સંશોધન

અદ્રિત રાવની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પ્રત્યે રુચિ ત્યારે વધી જ્યારે માત્ર 13 વર્ષની ઉંમરે તેણે એક આર્ટિકલ લખ્યો હતો. તેમના મતે, દર્દીની સારવારમાં ફેરફાર લાવવાની એઆઈની અમર્યાદીત સંભાવનામાં તેમને રસ હતો જેણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં પ્રતિષ્ઠિત રિસર્ચ ઈન્ટર્નશિપ માટે માર્ગ મોકળો કર્યો હતો.

એઆઈ એ ડોકટરોની જગ્યા લેવી જોઈએ નહીં

તેમનું મોટા ભાગનું કાર્ય સિલિકોન વેલીમાં AI એપ્લિકેશન્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે ત્યારે અદ્રિત રાવ સ્કેલેબલ ટેક્નોલોજી ઓ દ્વારા દુનિયાભરમાં સમાન હેલ્થકેર ઍક્સેસને તાત્કાલિક ઓળખી કાઢી છે. તે કહે છે કે, મને નથી લાગતું કે એઆઈ એ ડોકટરોની જગ્યા લેવી જોઈએ. પરંતુ હું જાણું છું કે તેનાથી ડોકટરોને મદદ મળી શકે છે, ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાં ડોક્ટરની અછત છે.

આ પણ વાંચો | અંડરવોટર માઉન્ટેન : દરિયાના પેટાળમાં છે બુર્જ ખલીફા થી 3 ગણો ઉંચો પર્વત – વૈજ્ઞાનિકોનો દાવો

તેણે કોડિંગ જાદુગરી ઉપરાંત અદ્રિત રાવે મહત્વાકાંક્ષી યુવા સંશોધકો માટે બુટ કેમ્પ દ્વારા વર્ચ્યુઅલ એપ ડેવલપમેન્ટ શીખવવા માટે નોન-પ્રોફિટ એરેટેક ઇન્કની સ્થાપના કરી છે.

યુવા ભારતીય સંશોધકોને સૂચન આપતા તેમણે કહ્યું કે, હું માત્ર એટલું જ કહીશ કે, ઉંમર કોઈ અવરોધ નથી અને જો કોઈ પણ વ્યક્તિ સમય અને મહેનત આપે તો તે ખરેખર મોટું પરિવર્તન લાવી શકે છે, અલબત્ત તે કરવાનો તેનામાં જબરદસ્ત જુસ્સો હોવો જોઇએ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ