Ad Guru Piyush Pandey Death News : એડવર્ટાઇઝિંગ ઇન્ડસ્ટ્રીઝના લિજેન્ડ પિયુષ પાંડેએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. 70 વર્ષની વયે તેમનું અવસાન થયું. તેમના મોતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેઓ લાંબા સમયથી બીમાર હતા, અમુક ઇન્ફેક્શન સામે ઝઝૂમી રહ્યા હતા. 24 ઓક્ટોબર, 2025 શુક્રવારે સવારે 11 વાગ્યે તેમના અંતિમ સંસ્કાર થવાના છે.
અબ કી બાર મોદી સરકાર – સુત્ર આપ્યું હતુ
એડ ગુરુ તરીકે જાણીતા પીયૂષ પાંડેએ 2014માં ‘અબકી બાર મોદી સરકાર’નું સૂત્ર આપ્યું હતું, ‘મિલે સુર મેરા તુમ્હારા’ ગીત તેમણે લખ્યું હતું. પિયુષ ખૂબ જ નાની ઉંમરે જાહેરાતની દુનિયામાં સક્રિય થયા હતા અને 1982માં ઓગિલ્વીમાં જોડાઈને પોતાની કારકિર્દીને નવી દિશા આપી હતી. એડવર્ટાઇઝિંગમાં હાથ અજમાવતા પહેલા પિયુષ અને તેના ભાઈ પ્રસૂન એફએમસીજી પ્રોડક્ટો માટે રેડિયો જિંગલ્સ માટે અવાજ પણ આપ્યા હતા.
પીયુષ પાંડે એડ ગુરુ કેવી રીતે બન્યા?
પીયૂષ પાંડેનો જન્મ 1955માં જયપુરમાં થયો હતો. તેમના ભાઈ પ્રસૂન પાંડે જાણીતા દિગ્દર્શક છે અને તેમની બહેન ઇલા અરુણે એક ગાયિકા અને અભિનેત્રી તરીકે પોતાનું નામ બનાવ્યું છે. પીયૂષના પિતા બેંકમાં નોકરી કરતા હતા. કહેવાય છે કે એક સમયે પિયુષ પાંડે ક્રિકેટ પ્રેમ હતા અને તે ઘણા વર્ષો સુધી ક્રિકેટ મેચ પણ રમી હતી.





