Air India Plane Crash: વિમાને ઉડાન ભરવા સંપૂર્ણ રનવેનો ઉપયોગ કેમ કર્યો? ATCને તપાસમાં મળ્યા કેટલાક અસામાન્ય સવાલ

Air India Plane Crash In Ahmedabad: અમદાવાદમાં એર ઈન્ડિયા પ્લેન ક્રેશ દૂર્ઘટનાની સંપૂર્ણ તપાસ હવે વિમાનના બ્લેક બોક્સમાંથી મેળવેલા ડેટા પર આધાર રાખે છે. જે વિમાન ક્રેશ થવા પહેલાંની તે અંતિમ ક્ષણો વિશે મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી શકે છે.

Written by Ajay Saroya
June 17, 2025 13:19 IST
Air India Plane Crash: વિમાને ઉડાન ભરવા સંપૂર્ણ રનવેનો ઉપયોગ કેમ કર્યો? ATCને તપાસમાં મળ્યા કેટલાક અસામાન્ય સવાલ
ગુરુવારે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઇ ગઇ હતી (Express Photo by Bhupendra Rana)

Air India Plane Crash In Ahmedabad: અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ કેમ થયું તેની તપાસ ચાલી રહી છે. લંડન જઇ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ (એઆઇ-171) 12 જૂને અમદાવાદમાં ક્રેશ થઇ હતી, જેમાં 241 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સના કરુણ મોત થયા છે. આ સાથે જ મેડિકલ કોલેજ કેમ્પસમાં હાજર અન્ય લોકોના પણ મોત થયા હતા. કેન્દ્ર સરકારે આ વિમાન દૂર્ઘટનાની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે, જે ત્રણ મહિનામાં પોતાનો રિપોર્ટ રજૂ કરશે. આ દરમિયાન, ક્રેશ થયેલા વિમાનની તપાસમાં બહાર આવ્યું છે કે ફ્લાઇટે અસામાન્ય રીતે લાંબો ટેક-ઓફ રોલ લીધો હતો.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, એર ઈન્ડિયાના ડ્રીમલાઈનર એરક્રાફ્ટે ટેકઓફ પહેલા એરપોર્ટના સમગ્ર 3.5 કિલોમીટરના રનવેનો ઉપયોગ કર્યો હતો, જ્યારે આવા એરક્રાફ્ટને સામાન્ય રીતે 2.5 થી 3 કિમીના રનવેની જરૂર પડે છે. ફ્લાઇટ ઉડાન ભરતા પહેલા કોઈ પૂર્વ ચેતવણી જારી કરવામાં આવી ન હતી.

વિમાને રનવેની સંપૂર્ણ રનવે લંબાઈનો ઉપયોગ કેમ કર્યો?

એરપોર્ટના એક સ્ત્રોતે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતું કે, “રનવેમાં ફેરફાર, થ્રસ્ટ્સમાં ફેરફાર અથવા ફ્લેપ એડજસ્ટમેન્ટ માટે કોઈ રિક્વેસ્ટ કરવામાં આવી ન હતી. હવામાનની સ્થિતિ સ્થિર હતી, વિઝિબિલિટી સ્પષ્ટ હતી, જો કે તાપમાન ઊંચું હતું, પરંતુ તે બધા ઓપરેશનલ રેન્જમાં હતા. તેમણે કહ્યું કે, ફ્લાઇટ સામાન્ય માપદંડો હેઠળ આગળ વધી હતી.

ઉડ્ડયન અધિકારીઓ અને નિષ્ણાતો હવે નજીકથી તપાસ કરી રહ્યા છે કે વિમાનને રનવેની સંપૂર્ણ લંબાઈની કેમ જરૂર છે. પ્રારંભિક આકલન સૂચવે છે કે, અપૂરતા એન્જિન થ્રસ્ટને કારણે ફ્લાઇટ મોડી પડી શકે છે. ટાઇમ્સ ઓફ ઈન્ડિયા દ્વારા મીડિયા ટાંકવામાં આવેલા નિષ્ણાતોએ ફ્લેપ કન્ફિગરેશન સમસ્યાઓની સંભાવના તરફ પણ ધ્યાન દોર્યું હતું, જોકે મીડિયા અહેવાલો અનુસાર રનવે કામગીરી, એન્જિન સેટિંગ્સ અથવા ફ્લેપ એડજસ્ટમેન્ટ્સમાં કોઈ સત્તાવાર ફેરફાર કરવામાં આવ્યા નથી.

અત્યાર સુધીની તપાસમાં શું મળ્યું છે?

એરપોર્ટના સીસીટીવી ફૂટેજ એ વાતની પુષ્ટિ કરે છે કે ટેક-ઓફ રોલ ઘણો લાંબો હતો. ગ્રાઉન્ડ સ્ટાફ અથવા એટીસી (ATC) દ્વારા કોઇ વિસંગતતા જોવા મળી ન હતી, જે એન્જિનની નિષ્ફળતા અથવા અસામાન્ય પિચ મૂવમેન્ટનો સંકેત આપે છે. રિપોર્ટ અનુસાર, ફ્લાઇટ પહેલા તમામ કમ્યુનિકેશન અને પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું હતું. દુર્ઘટના પહેલા કોઈ આગ કે વિસ્ફોટ દેખાયો ન હતો, જેના કારણે વિમાનમાં ઉડાન ભર્યાના થોડા સમય બાદ જ આગ લાગવાની શક્યતા નકારી કાઢવામાં આવી હતી. વિમાન ઝડપથી નીચે આવ્યું અને મેડિકલ હોસ્ટેલ સાથે અથડાયું, જેના કારણે તપાસકર્તાઓ અને ઉડ્ડયન અધિકારીઓને જવાબો શોધવામાં મુશ્કેલી પડી.

એર ઇન્ડિયા પ્લેન ક્રેશ : આ મુદ્દાઓ પર થઈ રહી છે તપાસ

તપાસકર્તાઓ તપાસની ત્રણ પ્રાથમિક દિશાઓ શોધી રહ્યા છે. ટેક ઓફ દરમિયાન પર્યાપ્ત થ્રસ્ટ પેદા કરવામાં સંભવિત નિષ્ફળતા. લિફ્ટ-ઓફ ડાયનેમિક્સ પર વિંગ ફ્લેપ્સની ખામીની અસર થઈ શકે છે. આતંકવાદ વિરોધી ટુકડીઓની સંડોવણી દર્શાવે છે કે બાહ્ય હસ્તક્ષેપની શક્યતા નકારી કાઢવામાં આવી નથી.

આ પણ વાંચો | કેન્સરમાં માતાના મોત બાદ પ્લેન કેશમાં પિતા પણ ગુમાવ્યા, 18 દિવસમાં 2 પુત્રીઓ થઇ અનાથ

તપાસ સાથે સંકળાયેલા એક સૂત્રએ રોઇટર્સને જણાવ્યું હતું કે મિકેનિકલ નિષ્ફળતા, પાઇલટની ભૂલ અને તોડફોડ સહિતના તમામ દૃશ્યો પર સક્રિયપણે વિચારણા કરવામાં આવી રહી છે. તપાસ હવે વિમાનના બ્લેક બોક્સમાંથી મેળવેલા ડેટા પર આધાર રાખે છે, જે પ્લેન ક્રેશ પહેલાંની તે અંતિમ ક્ષણો વિશે મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ