ગળામાં ખામી ધરાવતા લોકોને બોલવામાં મદદ કરશે આ ખાસ ડિવાઇસ : જાણો AI Adhesive Patch શું છે

AI Adhesive Patch For Voice Disorder Treatment : વૈજ્ઞાનિકોનો દાવો છે કે, સોફ્ટ એડહેસિવ પેચ ડિવાઇસ વોઈસ ડિસઓર્ડર ધરાવતા લોકોને બોલવામાં મદદ કરશે. આ ડિવાઇસ એક વિશિષ્ટ સામગ્રીથી બનેલું છે જે ગતિને વીજળીમાં રૂપાંતરિત કરી શકે છે.

Written by Ajay Saroya
March 15, 2024 21:20 IST
ગળામાં ખામી ધરાવતા લોકોને બોલવામાં મદદ કરશે આ ખાસ ડિવાઇસ : જાણો AI Adhesive Patch શું છે
સંશોધકોનું માનવું છે કે આ ટેક્નોલોજી વોકલ કોર્ડ ડિસઓર્ડર ધરાવતા લોકોને મદદ કરી શકે છે. (Photo - (Ziyuan Che et. al. via Nature)

AI Adhesive Patch For Voice Disorder Treatment : વોઈસ ડિસઓર્ડર ધરાવતા લોકોને બોલવામાં એઆઈ (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) મદદરૂપ થશે. વૈજ્ઞાનિકોએ એક ખાસ ડિવાઇસ વિકસાવ્યું છે જે વોઈસ ડિસઓર્ડર ધરાવતા લોકોને બોલવામાં મદદ કરશે.

કેલિફોર્નિયા યુનિવર્સિટી સંશોધકોએ સોફ્ટ એડહેસિવ પેચ બનાવ્યો છે, જે ગળાની હલનચલનને અવાજ – વાણીમાં રૂપાંતરિત કરી શકે છે. તે એક વિશિષ્ટ સામગ્રીથી બનેલું છે જે ગતિને વીજળીમાં રૂપાંતરિત કરી શકે છે અને સંભવિતપણે અવાજની વિકૃતિઓ ધરાવતા લોકોને વધુ સારી રીતે બોલવામાં મદદ કરી શકે છે.

નેચર કોમ્યુનિકેશન્સ જર્નલમાં પ્રકાશિત એક પેપર અનુસાર, સંશોધકો દ્વારા બનાવવામાં આવેલ પેચ વપરાશકર્તાઓના કંઠસ્થાનની ગતિને વિદ્યુત સંકેતોમાં રૂપાંતરિત કરે છે અને આ સંકેતોને મશીન લર્નિંગ અલ્ગોરિધમ દ્વારા પ્રક્રિયા કરવામાં આવે છે જે તેનો ઉપયોગ અવાજ ઉત્પન્ન કરવા માટે કરશે.

સંશોધકોએ આ અહેવાલમાં લખ્યું છે કે, આ સિસ્ટમ 94.68 ટકા સુધીની ચોકસાઈ સાથે કામ કરે છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે આ ડિવાઇસ સામાન્ય વૉઇસ ફંક્શનને પુનઃસ્થાપિત કરવામાં મદદ કરશે અને નિષ્ક્રિય વોકલ ફોલ્ડ ધરાવતા દર્દીઓ માટે જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર વધારો કરશે.

વોકલ કોર્ડ ડિસફંક્શન શું છે?

વોકલ કોર્ડ ડિસફંક્શન સ્વરપેટીની એક સમ્સયા છે. વોકલ કોર્ડ ડિસફંક્શન ત્યારે થાય જ્યારે લોકોની વોકલ કોર્ડ (અથવા વોકલ ફોલ્ડ્સ) એવા સમયે બંધ થઇ જાય છે જ્યારે ખુલ્લી રહેવી જોઇએ. આવી સ્થિતિ ધરાવતી લોકો માટે, વોકલ કોર્ડ ખોલવું તેમના નિયંત્રણની બહાર છે. વોકલ કોર્ડ ડિસફંક્શનથી પીડિત લોકોને શ્વાસ લેવામાં અને અવાજ સાંભળવા – ઓળખવામાં તકલીફ પડે છે. UCLA સંશોધકોની ટેક્નોલોજી સંભવિતપણે આવી તકલીફ ધરાવતા લોકોને મદદ કરી શકે છે.

આ પણ વાંચો | 16 વર્ષના ભારતીય મૂળના AI સાયન્ટિસ્ટનો દુનિયામાં ડંકો વાગ્યો, ડિજિટલ હેલ્થ ક્ષેત્રે કર્યું ઇનોવેશન

વૈજ્ઞાનિકોના મતે, હાલના ઉકેલો જેમ કે હેન્ડહેલ્ડ ઇલેક્ટ્રોલેરીન્ક્સ ડિવાઇસ અથવા અન્ય વિકલ્પો જેવા કે “ટોક બોક્સ” ડિવાઇસ અને સર્જિકલ પ્રક્રિયાઓ ખૂબ પીડિજનક અથવા આક્રમક હોઈ શકે છે. આથી તેમણે વેરેબલ, બિન-આક્રમક મેડિકલ ડિવાઇસ વિકસાવવાની જરૂરિયાત રજૂ કરી. આ ટેક્નોલોજી ખાસ કરીને એવા લોકો માટે ઉપયોગી થઈ શકે છે કે જેઓ અવાજની વિકૃતિઓ માટે સારવાર લેવા જઈ રહ્યા છે અથવા પહેલેથી જ સારવાર લઈ ચૂક્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ