Explained: બોઇંગ 787-8 ડ્રીમલાઇનરમાં પહેલા પણ આવી ચુકી છે ટેકનિકલી ખરાબી, જાણો વિમાનમાં થયેલી દુર્ઘટના વિશે

Ahmedabad Plane Crash : ગુરુવારે બપોરે અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાની ગણતરીની મિનિટો બાદ લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઇ ગઇ હતી. આ પ્લેનમાં ક્રુ મેમ્બર્સ સહિત 242 મુસાફરો હતા. તેમાંથી માત્ર એક વ્યક્તિ જીવિત બચ્યો છે

Written by Ashish Goyal
Updated : June 13, 2025 16:19 IST
Explained: બોઇંગ 787-8 ડ્રીમલાઇનરમાં પહેલા પણ આવી ચુકી છે ટેકનિકલી ખરાબી, જાણો વિમાનમાં થયેલી દુર્ઘટના વિશે
બોઇંગ 787-8 ડ્રીમલાઇનરની પ્રથમ ઉડાન ડિસેમ્બર 2009માં થઈ હતી (Image: Flight Radar)

Ahmedabad Plane Crash : ગુરુવારે બપોરે અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાની ગણતરીની મિનિટો બાદ લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઇ ગઇ હતી. આ વિમાન ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 230 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બર્સને લઇને જઇ રહ્યું હતું, ત્યારે એક મેડિકલ કોલેજના પરિસરમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં માત્ર એક જ વ્યક્તિ જીવિત બચી શકી હતી. એરપોર્ટ નજીક આવેલી બી.જે.મેડિકલ કોલેજ કેમ્પસમાં ક્રેશ થયેલા વિમાનનો કાટમાળ પડી જતાં મૃત્યુ પામેલા લોકોમાં એમબીબીએસના ચાર વિદ્યાર્થીઓ અને એક ડોક્ટરની પત્નીનો પણ સમાવેશ થાય છે.

બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન જે ટેકઓફ પછી તરત જ ક્રેશ થયું હતું તે 2011થી સેવામાં છે. લાંબા અંતરના વિમાનની આ પ્રથમ દુર્ઘટના છે. બોઇંગ 787-8 ડ્રીમલાઇનર આધુનિક અને ઇંધણ કાર્યક્ષમ હોવા માટે જાણીતું છે. જોકે તાજેતરના વર્ષોમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. જેમાં સુરક્ષાના મુદ્દાઓ, ખરાબ ક્વોલિટી અને પાર્ટ્સ સામેલ છે. આ દુર્ઘટનાએ ફરી એકવાર બોઇંગ અને તેના ડ્રીમલાઇનર વિમાનની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. ચાલો જાણીએ બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિશે બધું જ.

બોઇંગ 787-8 ડ્રીમલાઇનરની પ્રથમ ઉડાન ડિસેમ્બર 2009માં થઈ હતી

બોઇંગ 787-8 787 ડ્રીમલાઇનર પરિવારનું પ્રથમ વર્ઝન છે. તેને સત્તાવાર રીતે 2004માં લોન્ચ કરવામાં આવ્યું હતું. તેની પ્રથમ ઉડાન 15 ડિસેમ્બર, 2009ના રોજ ભરવામાં આવી હતી અને ઓક્ટોબર 2011માં ઓલ નિપ્પોન એરવેઝ (એએનએ) સાથે કોર્મશિયલ સર્વિસમાં એન્ટ્રી થઇ હતી. 787-8માં સામાન્ય રીતે 210થી 248 મુસાફરો બેસે છે. વિશ્વભરમાં બોઇંગ 787ના 1,148 મોડલ સર્વિસમાં છે, જેની સરેરાશ ઉંમર 7.5 વર્ષ છે. 787-8માં બે હાઈ-બાયપાસ ટર્બોફેન એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ એન્જિનો 53,000થી 75,000 પાઉન્ડનું થ્રસ્ટ પૂરું પાડે છે અને બોઇંગ 767 જેવા જૂના મોડેલોની તુલનામાં 20 ટકા વધુ સારી ઇંધણ કાર્યક્ષમતા પૂરી પાડે છે.

બોઇંગ 787-8 ડ્રીમલાઇનર સાથે જોડાયેલા વિવાદો

બોઇંગ 787-8 ડ્રીમલાઇનરે પણ અનેક વિવાદોનો સામનો કરવો પડ્યો છે, જે મુખ્યત્વે ઉત્પાદન ગુણવત્તા અને સલામતીની ચિંતાઓ સાથે સંબંધિત છે. 2019 ની આસપાસથી બોઇંગ તેના નોર્થ ચાર્લ્સટન પ્લાન્ટમાં ગુણવત્તાના નોંધપાત્ર મુદ્દાઓ માટે તપાસ હેઠળ છે. આ સમસ્યાઓમાં ઢીલી બેઠકો, અયોગ્ય રીતે ફીટ કરેલી પિન, નટ અને બોલ્ટ્સ સંપૂર્ણપણે ટાઇટ ન થયેલા અને અસુરક્ષિત ફ્યુઅલ-લાઇન ક્લેમ્પ્સનો સમાવેશ થાય છે, જેના કારણે કેએલએમ જેવી એરલાઇન્સે ઉત્પાદનના ધોરણોની ટીકા કરી છે જે કહે છે કે તેઓ સ્વીકાર્ય માપદંડોથી ઘણા નીચે છે.

આ પણ વાંચો – ‘મને વિશ્વાસ નથી થઇ રહ્યો કે હું કેવી રીતે બચી ગયો’, વિમાન દુર્ઘટનામાં જીવિત બચેલા વિશ્વાસ કુમારની આપવીતી

બોઇંગની મુશ્કેલીમાં ત્યારે વધારો થયો જ્યારે ઇટાલીના સત્તાવાળાઓએ 787ના બાંધકામમાં ઉપયોગમાં લેવાયેલી હલકી ગુણવત્તાના ટાઇટેનિયમ અને એલ્યુમિનિયમ એલોય પૂરા પાડવાના આરોપસર બે એરોસ્પેસ સપ્લાયર્સ સામે ફોજદારી તપાસ શરૂ કરી હતી. તાજેતરના વર્ષોમાં 787-8 સાથે સંકળાયેલા તકનીકી અવરોધોના અસંખ્ય અહેવાલો આવ્યા છે, જેમ કે હાઇડ્રોલિક લીક, ફ્લેપ સંબંધિત સમસ્યા અને ઇમરજન્સી લેન્ડિંગ. આ ઘટનાઓએ ઉત્પાદનની ગુણવત્તા અને જાળવણી અંગે ચિંતા ઉભી કરી છે.

બોઇંગ 787-8 ડ્રીમલાઇનર સાથે જોડાયેલી તાજેતરની ઘટનાઓ

યુનાઇટેડ એરલાઇન્સની ફ્લાઇટ યુએ613ની ઘટના (24 જાન્યુઆરી, 2025)

યુનાઇટેડ એરલાઇન્સ બોઇંગ 787-8ના બંને ઇનર્શિયલ રેફરન્સ યુનિટ્સ (આઇઆરયુ) કોટ ડી’આઇવર પર ઉડાન ભરતી વખતે અચાનક નિષ્ફળ ગયા હતા. આને કારણે વિમાનની ઊંચાઈમાં ધરખમ ફેરફાર થયો હતો, જેમાં સવાર 38 લોકો ઘાયલ થયા હતા (જેમાંથી 16 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા). આ વિમાન નાઇજીરિયાના લાગોસ ખાતે સુરક્ષિત રીતે પરત ફર્યું હતું. નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (એનટીએસબી)એ આ ઘટનાની તપાસ કરી હતી અને તેનું કારણ આઇઆરયુની નિષ્ફળતાને જવાબદાર ગણાવી હતી.

બ્રિટિશ એરવેઝ બોઇંગ 787 નોઝ ગિયર ઘટના (18 જૂન, 2021)

બ્રિટીશ એરવેઝ 787-8ને હીથ્રો એરપોર્ટ પર પાર્ક કરતી વખતે ડાઉનલોક પિન સાથે જોડાયેલા એન્જિનિયરિંગ ફોલ્ટને કારણે તેનો આગળનો ભાગ જમીન પર પટકાતા તેને નોંધપાત્ર નુકસાન થયું હતું. આ ઘટનામાં કો-પાઇલટ અને કાર્ગો ક્રૂને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ