તમારી આસપાસની હવા કેટલી ઝેરી છે? મોબાઇલથી ચેક કરો તમારા વિસ્તારનો એર ક્વોલિટી ઇન્ડેક્સ

Air Pollution : જો તમે ઘરની બહાર નીકળવાનું વિચારી રહ્યા છો, તો તમને એવી જગ્યાઓ પર જવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે જ્યાં હવાની ક્વોલિટી (Air Quality) ઘણી નબળી હોય છે.

Air Pollution : જો તમે ઘરની બહાર નીકળવાનું વિચારી રહ્યા છો, તો તમને એવી જગ્યાઓ પર જવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે જ્યાં હવાની ક્વોલિટી (Air Quality) ઘણી નબળી હોય છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update

એવું લાગી રહ્યુ કે, હવે એ સમય આવી ગયો છે જ્યારે આપણે ગાઢ ધુમ્મસથી ઘેરાયેલા હોઈશું તેમજ ઉધરસ અને શ્વાસની સમસ્યાઓ લાગુ પડશે. હકીકતમાં, ઉત્તર ભારતમાં ફટાકડા ફોડવાથી, વાહનોનું પ્રદૂષણ અને કૃષિ કચરો સળગાવવાને કારણે આપણી આસપાસનું હવામાન બગડી રહ્યં છે. વાત માત્ર એક જ વર્ષની જ નથી. આવી સ્થિતિ દર વર્ષે દિવાળી પછી સર્જાય છે. આકાશમાં ધુમ્મસ, હવામાં હાનિકારક ગેસની સંખ્યા વધી છે. જેના કારણે દિલ્હી, પંજાબ, હરિયાણા અને પશ્ચિમ યુપીમાં રહેતા લોકો ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરાની ફરિયાદ કરી રહ્યા છે.

Advertisment

હાલની પરિસ્થિતિમાં એવું લાગે છે કે દિલ્હી- નોઇડા, યુપીની આસપાસના ઉત્તર ભારતના લોકો ગેસ ચેમ્બરમાં બંધ છે. આવી સ્થિતિમાં, જો તમે ઘરની બહાર નીકળવાનું વિચારી રહ્યા છો, તો તમને એવી જગ્યાઓ પર જવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે જ્યાં હવાની ગુણવત્તા ઘણી નબળી હોય.

એર ક્વોલિટી ઇન્ડેક્સ શું છે?

કોઇ શહેર કે જગ્યાનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 0 થી 500 ની વચ્ચે હોઈ શકે છે. જો AQI ઉંચો હોય તો સમજી લેવું કે જે-તે જગ્યાની હવા વધારે પ્રદૂષિત છે અને તે જગ્યાની હવા સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ જ હાનિકારક છે. જો AQI સ્કોર 50 કે તેથી ઓછો હોય તો આવી જગ્યા સ્વાસ્થ્ય માટે સારી છે. હવામાં સમાવિષ્ટ આ 5 પ્રદૂષકોની માત્રાના આધારે એર ક્વોલિટી ઈન્ડેક્સ સ્કોર નક્કી કરવામાં આવે છે. તેમાં ઓઝોન, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, પાર્ટિક્યુલેટ મેટર (PM2.5)ના કણો અને PM 10ના કણોનો સમાવેશ થાય છે.

તમારી આસપાસની વિસ્તારની હવાની ક્વોલિટી ચેક કરવાની રીતઃ-

હવે મોબાઇલ એપ્લિકેશન અને વેબસાઇટની મદદથી કોઈ જગ્યાનો AQI સ્કોર ચેક કરી શકો છો. જો કે, આ પ્લેટફોર્મ્સ પર AQI સ્કોર વિશેની માહિતી બદલાય છે. જો તમે અમદાવાદ, સુરત, અંકલેશ્વરની નજીક રહો છો અને તમારા વિસ્તારના AQI સ્કોર વિશે સચોટ માહિતી જોઈતા હો, તો તમે સેન્ટ્રલ કંટ્રોલ રૂમ ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ એપ https://app.cpcbccr.com/AQI_India/ ની મદદથી માહિતી મેળવી શકો છો.

Advertisment

તમે સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ (SAFAR ઈન્ડિયા) વેબસાઈટ પર જઈને તમારી આસપાસની જગ્યાનો AQI સ્કોર પણ ચકાસી શકો છો. આ વેબસાઈટ તમને સચોટ માહિતી આપશે. મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ (Ministry of Earth Science) ભારત સરકાર અને પૂણે સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટિયોરોલોજી તરફથી સફર ઇન્ડિયા પ્લેટફોર્મ પર એર ક્વોલિટી સ્કોર સંબંધિત માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

iPhone યૂઝર્સ Apple Weather એપની મદદથી AQI સ્કોરની માહિતી મેળવી શકે છે. આ એપ્લિકેશન આઇફોન ડિવાિસ પર પ્રી-ઇન્સ્ટોલ કરેલી છે.

જો તમે એન્ડ્રોઇડ સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો, તો ગૂગલ મેપની મદદથી તમે તમારા વિસ્તાર અથવા કોઈપણ સ્થળના AQI સ્કોર વિશે માહિતી મેળવી શકો છો.

AQI સ્કોર જાણવા માટે કેટલીક એપ્સની મદદ પણ લઈ શકાય છે. એન્ડ્રોઇડ યુઝર્સ ગૂગલ પ્લેસ્ટોરમાંથી બ્રિઝોમીટર (Breezometer) અને એપલ પ્લેસ્ટોરમાંથી Airvisuals, Plume Air Reportની મદદથી તમારી આસપાસની જગ્યાનો AQI સ્કોર ચેક કરી શકે છે.

health tips ટેકનોલોજી