/indian-express-gujarati/media/media_files/2026/01/28/ajit-pawar-plane-crash-reason-2026-01-28-11-37-17.jpg)
Ajit Pawar Plane Crash Reason : અજીત પવારનું પ્લેન ક્રેશ કેમ થયું તેની તપાસ ચાલી રહી છે. Photograph: (Express Photo)
Ajit Pawar Plane Crash Reason: અજિત પવારનું પ્લેન ક્રેશમાં નિધન થયું છે. 28 જાન્યુઆરી, 2026 બુધવારે સવારે બારામતી નજીક મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં મહારાષ્ટ્રના રાજકારણમાં હડકંપ મચ્યો છે. આ ઘટના બાદ સવાલ એ છે કે અજિત પવારનું વિમાન ક્રેશ કેવી રીતે થયું અને તે સમયે શું સ્થિતિ હતી?
મળતી માહિતી મુજબ અજિત પવાર મુંબઈ થી પોતાના વતન બારામતી જઈ રહ્યા હતા. ત્યાં તેઓ જિલ્લા પંચાયતની ચૂંટણીના પ્રચાર કાર્યક્રમમાં ભાગ લેવાના હતા. વિમાનમાં કુલ પાંચ લોકો સવાર હતા. ફ્લાઇટ દરમિયાન અચાનક હવામાન બગડ્યું હતું. આકાશમાં ગાઢ વાદળો, ભારે પવન અને ઓછી વિઝિબિલિટી પાઇલટ માટે મોટો પડકાર હતો.
#WATCH बारामती में क्रैश लैंडिंग | DGCA से मिली शुरुआती जानकारी के अनुसार, मुंबई-बारामती चार्टर प्लेन में सवार महाराष्ट्र के उपमुख्यमंत्री अजीत पवार समेत 5 लोगों की मौत हो गई।
— ANI_HindiNews (@AHindinews) January 28, 2026
घटनास्थल से मिली वीडियो में विमान का मलबा दिख रहा है। pic.twitter.com/Y1f0bLQ6oc
શરૂઆતમાં એવું માનવામાં આવે છે કે ખરાબ હવામાનને કારણે સંતુલન બગડ્યું હતું અને વિમાનને ઇમરજન્સીમાં લેન્ડ કરવાનો પ્રયાસ કરવો પડ્યો હતો, પરંતુ પછી અકસ્માત સર્જાયો હતો.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/01/28/ajit-pawar-plane-crashes-2026-01-28-09-56-19.jpg)
અકસ્માતનો અવાજ સાંભળીને નજીકના ગ્રામજનો પહેલા ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે તાત્કાલિક પોલીસ અને વહીવટીતંત્રને જાણ કરી હતી. આ સમાચાર મળતા જ વરિષ્ઠ અધિકારીઓ, સુરક્ષા એજન્સીઓ અને બચાવ ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. વિમાનમાં સવાર મુસાફરોને સલામત રીતે બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જો કે કમનસીબે અજીત પવાર સહિત તમામ 5 મુસાફરોના મોત થયા છે.
આ પણ વાંચો | અજીત પવાર પાસે 75 કિલો ચાંદી અને કરોડોની પ્રોપર્ટી, જાણો કેટલી સંપત્તિના માલિક હતા
જો કે, અકસ્માત પાછળના વાસ્તવિક કારણો અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. તેમાં કોઈ ટેક્નિકલ ખામી હતી કે ખરાબ હવામાન જવાબદાર છે, તેની તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટના ત્યારે બની જ્યારે 66 વર્ષીય અજિત પવારનું વિમાન પુણેના બારામતી વિસ્તારમાં લેન્ડ કરવાની તૈયારી રહ્યું હતું. હાલમાં, આ ઘટનાએ ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે અને તપાસ અહેવાલની રાહ જોવાઈ રહી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us