/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Akhilesh-Yadav.jpg)
અખિલેશ યાદવ - Photo - Social media
Akhilesh Yadav on EVM : ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા મતદારયાદી ખાસ સુધારણા કાર્યક્રમ (એસઆઈઆર) ની પ્રક્રિયા હેઠળ મતદાર યાદીનો ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને લોકસભા સાંસદ અખિલેશ યાદવે આ અંગે શંકા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તેઓ સુપ્રીમ કોર્ટમાં જશે.
બીજી તરફ અખિલેશ યાદવે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ)ની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે ચૂંટણી પારદર્શિતાના મુદ્દે સપા સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવશે. અખિલેશે યુપીના શાસક ભાજપ અને સીએમ યોગી આદિત્યનાથ સરકાર પર મતદાર યાદીમાં હેરાફેરી કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.
જો તમે 80 બેઠકો જીતી લો તો પણ તમને ખાતરી નહીં આવે
અખિલેશ યાદવ ઓડિશાની રાજધાની ભુવનેશ્વર પહોંચ્યા હતા, જ્યાં તેમણે વિઝન ઈન્ડિયા નામના કાર્યક્રમમાં ભાજપ પર આક્રમક પ્રહારો કર્યા હતા. અખિલેશે કહ્યું કે લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી 80 બેઠકો જીતે તો પણ તેઓ ઈવીએમમાં વિશ્વાસ કરશે નહીં.
અખિલેશ યાદવે કહ્યું કે મેં કહ્યું છે કે જો જર્મનીમાં ચૂંટણી ઈવીએમથી થાય છે તો તેને ગેરબંધારણીય માનવામાં આવશે. અમેરિકામાં તમને એક પસંદગી મળે છે. જાપાનમાં બનેલા ઇવીએમનો ઉપયોગ પણ મતદાન માટે થતો નથી. અહીંના આપણા બિચારા લોકો જાગૃત નથી, તે શિક્ષિત નથી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us