અખનૂર બસ અકસ્માત : જમ્મુ-પૂંછ હાઈવે પર બસ ખીણમાં ખાબકી, 21 તીર્થયાત્રીઓના મોત

Jammu kashmir Bus Accident: જમ્મુના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું કે આ બસ ઉત્તર પ્રદેશના હાથરસથી જમ્મુના શિવ ખોરી જઈ રહી હતી

Jammu kashmir Bus Accident: જમ્મુના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું કે આ બસ ઉત્તર પ્રદેશના હાથરસથી જમ્મુના શિવ ખોરી જઈ રહી હતી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
jammu and kashmir bus accident, jammu kashmir bus accident, Akhnoor Bus Accident

જમ્મુ-પૂંછ હાઈવે પર બસ ખીણમાં ખાબકતા 21 તીર્થયાત્રીઓના મોત થયા છે (તસવીર - એએનઆઈ ટ્વિટર)

Akhnoor Bus Accident : જમ્મુ-પૂંછ હાઈવે પર અખનૂર વિસ્તારમાં ટાંડા મોડ પર એક બસ ઊંડી ખીણમાં પડી જતાં ઓછામાં ઓછા 21 તીર્થયાત્રીઓના મોત થયા છે અને 40થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઇજાગ્રસ્તોને જમ્મુની અખનૂર હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજ (જીએમસી) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Advertisment

જમ્મુના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું કે આ બસ ઉત્તર પ્રદેશના હાથરસથી જમ્મુના શિવ ખોરી જઈ રહી હતી. તે સમયે બસ અખનૂરના ટાંડાથી ટર્ન થવાની તૈયારીમાં હતી કે તે સમયે ઊંડા ખાડામાં પડી ખાબકી હતી. આ અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઇ હતી અને લોકો ચીસો પાડવા લાગ્યા હતા. ઘટનાની માહિતી મળતા જ પોલીસ, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.

ઘાયલોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા

પોલીસ, પ્રશાસન અને સ્થાનિક લોકોએ પોતાના સ્તરે મોરચો સંભાળ્યો હતો. બસના કાચ તોડીને લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ પછી દોરડું અને કેટલાક લોકોને પીઠ પર બહાર રસ્તા પર લઈ જવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ અને અન્ય વાહનોમાં લઈ જવામાં આવ્યા હતા અને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલને પણ એલર્ટ કરી દેવામાં આવી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત મુસાફરોને પ્રાથમિક સારવાર બાદ જીએમસી જમ્મુ રિફર કરવામાં આવ્યા હતા.

Advertisment

આ પણ વાંચો -  ચોમાસું કેરળ પહોંચ્યું, ગુજરાતમાં ક્યારે પહોંચશે? આ સિઝનમાં કયા રાજ્યમાં વરસાદ ભૂક્કા બોલાવશે

બસ દુર્ઘટનામાં માર્યા ગયેલા દરેક વ્યક્તિના પરિવારને 2 લાખની સહાય

પીએમ મોદીએ જમ્મુમાં બસ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે અખનૂરમાં બસ દુર્ઘટનામાં લોકોના મોતથી તેઓ દુઃખી છે. મારી સંવેદના એ લોકો સાથે છે જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. હું પ્રાર્થના કરું છું કે ઈજાગ્રસ્તો જલ્દી સ્વસ્થ થઈ જાય. પીએમ મોદીએ જાહેરાત કરી હતી કે બસ દુર્ઘટનામાં માર્યા ગયેલા દરેક વ્યક્તિના પરિવારને 2 લાખ રૂપિયા આપવામાં આવશે. જ્યારે ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.

રાષ્ટ્રપતિ મુર્મુ અને જમ્મુ એલજીએ શોક વ્યક્ત કર્યો

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ અને જમ્મુના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. એલજી ઓફિસ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જમ્મુના અખનૂરમાં થયેલો બસ અકસ્માત હૃદયદ્રાવક છે. હું જાનહાનિ પર શોક વ્યક્ત કરું છું અને ઈશ્વરને પ્રાર્થના કરું છું કે શોકગ્રસ્ત પરિવારોને આ ન પૂરી શકાય તેવી ખોટ સહન કરવાની શક્તિ આપે. હું ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું.

અકસ્માત જમ્મુ અને કાશ્મીર દેશ