(પ્રભાત) અલાઉદ્દીન ખિલજીની ક્રૂરતાની ઘણી બધી કહાનીઓ પ્રસિદ્ધ છે, સૌથી પ્રસિદ્ધ કહાની રાજસ્થાનના ચિત્તોડગઢના રાજા રાવલ રતન સિંહ-રાણી પદ્માવતી અને તેમના જૌહરની છે. જ્યારે પણ અલાઉદ્દીન ખિલજીનો ઉલ્લેખ થાય છે ત્યારે તેના વફાદાર મલિક કાફુરનો પણ ઉલ્લેખ થાય છે. કહેવાય છે કે, અલાઉદ્દીન ખિલજી સમલૈંગિક હતો અને મલિક કાફુર તેનો સૌથી વફાદાર ગુલામ હતો.
લેખક દેવદત્ત પટ્ટનાયક લખે છે કે, અલાઉદ્દીન ખિલજી કાફુરને પહેલી વાર ગુજરાતની ‘બચ્ચા બાજી’ (ગુલામ બજાર)માં મળ્યો હતો. મલિક કાફુરને જોઈને અલાઉદ્દીન ખિલજી તેની સુંદરતાના પ્રેમમાં પડી ગયો અને તેણે જંગી રકમ આપીને તેને ખરીદી લીધો હતો.
મલિક કાફુર ઝડપથી સામ્રાજ્યમાં અલાઉદ્દીન ખિલજીનો સૌથી વફાદાર અને સૌથી શક્તિશાળી માણસ બની ગયો. પર્શિયન ઈતિહાસકાર મોહમ્મદ કાસિમ ફરિશ્તા પોતાના પુસ્તકમાં લખે છે કે અલાઉદ્દીન ખિલજી સંપૂર્ણપણે અભણ હતો, તેથી જ તે ધીરે ધીરે મલિક કાફુર પર નિર્ભર બની ગયો. કાફુરે આનો ફાયદો ઉઠાવ્યો અને ખિલજીની સેનામાં સૌથી શક્તિશાળી સેનાપતિ બની ગયો.
ખિલજીની હરમનો મુખ્ય સંચાલક હતો મલિક કાફુર
કાફુર અલાઉદ્દીન ખિલજીના હરમનો સર્વેસર્વા બની ગયો હતો. હરમ એટલે ઈતિહાસકારના મતે ખિલજીના હરમમાં મહિલાઓ કરતાં પુરુષોની સંખ્યા વધારે હતી. ઈતિહાસકારોના મતે, ખિલજીના હેરમમાં લગભગ 70,000 સ્ત્રીઓ, પુરુષો અને બાળકો હતા. એકલી 30 હજાર મહિલાઓ હતી. મોટાભાગની સ્ત્રીઓ એવી હતી, જેમના પતિઓને ખિલજીએ મારી નાખ્યા હતા અથવા બંદી બનાવી લીધા.
ગુલામમાંથી ખિલજીનો સૌથી વફાદાર સેનાપતિ બની ગયો કાફુર
અલાઉદ્દીન ખિલજીએ જ્યારે તેલંગાણાના કાકટિયા સામ્રાજ્ય પર હુમલો કરવાનું નક્કી કર્યું, ત્યારે તેણે તેની કમાન કાફૂરને સોંપી દીધી. ફરિશ્તા લખે છે કે આસપાસના હિંદુ રાજાઓએ કાકટિયા વંશના છેલ્લા રાજા પ્રતાપરુદ્રને મદદ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ નિષ્ફળ ગયા. રાજા પ્રતાપરુદ્રએ શરણાગતિ સ્વીકારી લીધી.
ખિલજીને 6000 બળદગાડા ભરીને સોનું મોકલ્યું
શરણાગતિ કર્યા બાદ રાજા રુદ્રપ્રતાપે 300 હાથી, 7000 ઘોડા અને એકથી ચડિયાતા એક સોનું, ચાંદી અને હીરા-રત્નો અલાઉદ્દીન ખિલજીને મોકલ્યા હતા. અન્ય ઈતિહાસકાર અબ્દુલ્લા વસાફ લખે છે કે, કાકટિયા વંશને હરાવીને મલિક કાફુરે 6 હજાર બળદ ગાડા ભરીને સોનું અલાઉદ્દીન ખિલજીને મોકલ્યું હતું.
વફાદૂર ગુલામે જ ખિલજીનો જીવ લીધો
વર્ષ 1316માં તારીખ 6 જાન્યુઆરીના રોજ ખિલજી વંશના શાસક અલાઉદ્દીન ખિલજીનું અવસાન થયું હતુ. ઈતિહાસકારોના મતે અલાઉદ્દીન ખિલજીના મૃત્યુનું કારણ તેનો વફાદાર મલિક કાફુર હતો. કાફુર અલાઉદ્દીન ખિલજીનું સિંહાસન છિનવી લેવા માંગતો અને તેથી તેણે ખિલજીને ધીમું ઝેર-ઝેર આપવાનું શરૂ કર્યું. ત્યારબાદ તેણે ખિલજીના 3 વર્ષના પુત્ર શિહાબુદ્દીન ઉમરને ગાદી પર બેસાડી દીધો.

કાફુરની ક્રૂરતાપૂર્વક કરાઇ હત્યા
ગુલામ કાફુર (મલિક કાફુર) એ અલાઉદ્દીન ખિલજીના અન્ય બે પુત્રો ખ્રિજ ખાન અને શાદી ખાનીની આંખો ફોડી નંખાવી અને તેમને મારી નાખ્યા. ખિલજીના બીજા પુત્ર, પ્રિન્સ મુબારકને પણ મારી નાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો, પરંતુ મુબારક ભાગી ગયો હતો. ત્યારબાદ ખિલજીના અન્ય વફાદારે મલિક કાફુરને પકડી લીધો અને તેનું ગળું કાપીને તેની હત્યા ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ : 6 જાન્યુઆરી PM ઇન્દિરા ગાંધીના હત્યારાઓને ફાંસી આપવામાં આવી
ગુજરાતના ખંભાતમાંથી કાફૂરને ખરીદ્યો હતો
મલિક કાફૂર ગુજરાતના ખંભાતમાં એક શ્રીમંત ખ્વાજાનો ગુલામ હતો. તેનો જન્મ એક હિન્દું પરિવારમાં થયો હતો જો કે ત્યારબાદ તેણે ધર્મ પરિવર્તન કર્યુ હતુ. તેનું શારીરિક રીતે દેખાવડો પરંતુ નપુસંક હતો, જેને તેના મૂળ માલિકે 1000 દિનારમાં ખરીદ્યો હતો. ઇતિહાસકારો જણાવે છે કે, ગુજરાત પર 1299ના આક્રમણ વખતે ખિલજીના સેનાપતિ નુસરત ખાને કાફૂકને ખંભાત ખાતેથી પકડ્યો અને તેને દિલ્હીમાં સુલ્તાન સામે રજૂ કર્યો.