/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/North-Korea-spy-satellite-launch.jpg)
ઉત્તર કોરિયા જાસૂસી ઉપગ્રહ લોન્ચ (ફોટો - એક્સ્પ્રેસ)
America VS North Korea News : ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે ફરી એકવાર તણાવ જોવા મળી શકે છે. ઉત્તર કોરિયા ટૂંક સમયમાં એક જાસૂસી ઉપગ્રહ લોન્ચ કરવા જઈ રહ્યું છે. ઉત્તર કોરિયાએ આ અંગે જાપાનીઝ કોસ્ટ ગાર્ડને જાણ કરી છે.
તેમણે કહ્યું છે કે, 3 જૂને એક સેટેલાઇટ લોન્ચ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઉત્તર કોરિયાનો જાસૂસી ઉપગ્રહ છે. આ પહેલા નવેમ્બરમાં પણ ઉત્તર કોરિયાએ એક જાસૂસી ઉપગ્રહ લોન્ચ કર્યો હતો. ત્યારથી તેનો અમેરિકા સાથે તણાવ વધી ગયો હતો.
દક્ષિણ કોરિયાએ પણ પુષ્ટિ કરી છે
દક્ષિણ કોરિયાની સેનાએ પણ પુષ્ટિ કરી છે કે, તેમને માહિતી મળી છે કે ઉત્તર કોરિયા જાસૂસી સેટેલાઇટ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. તે ઉત્તર-પશ્ચિમમાં સ્થિત ટોંગચાંગરી લોન્ચ ફેસિલિટીથી સેટેલાઇટ લોન્ચ કરશે. જ્યારે નોર્થ કોરિયાએ નવેમ્બરમાં તેનો પહેલો સેટેલાઇટ લોન્ચ કર્યો હતો, તો નોર્થ કોરિયાના રાષ્ટ્રપતિ કિમ જોંગ ઉને જાહેરાત કરી હતી કે, તે 2024 માં બીજો જાસૂસી સેટેલાઇટ લોન્ચ કરશે.
યુએન દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યો
તમને જણાવી દઈએ કે, યુએનએ નોર્થ કોરિયાના સેટેલાઇટ લોન્ચ પર પહેલાથી જ પ્રતિબંધ લગાવી દીધો છે. અમેરિકા સાથે પણ સતત તણાવના અહેવાલો છે. તાજેતરમાં અમેરિકા અને દક્ષિણ કોરિયાએ ઉત્તર કોરિયા પર તેમની સરહદ પર દેખરેખ વધારવાનો આરોપ લગાવ્યો હતો.
જવાબમાં ઉત્તર કોરિયાના સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, બંને દેશો તેના વિસ્તારમાં હવાઈ જાસૂસી કરી રહ્યા છે. જો તેને તેના દેશમાં કોઈ ખતરો લાગે છે, તો તે તેનો જવાબ જરૂર આપશે.
આ પણ વાંચો - કેનેડામાં વિદેશી નાગરિકોના નિયમોમાં મોટો ફેરફાર, કેમ ભારતીય વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા, વતન પાછા જવુ પડશે?
હાલમાં જ કિમે દાવો કર્યો હતો કે, મે મહિનામાં અમેરિકાએ તેમના વિસ્તારમાં ડ્રોન પણ ઉડાડ્યું હતું. હવે ઉત્તર કોરિયાના જાસૂસી સેટેલાઇટની તપાસને કારણે ફરી એકવાર તણાવ વધતો જોવા મળી રહ્યો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us