પંજાબના ગામમાં બદમાશોએ અમેરિકન નાગરિકને મારી ગોળી, સુખબીર બાદલે કહ્યું- વર્તમાન સ્થિતિ…

American citizen murdered in Punjab : પંજાબ ના અમૃતસર નજીક ડાબુરજી ગામ માં બાઈક પર આવેલા બે બદમાશોએ એક અમેરિકન નાગરીકના ઘરમાં ઘુસી તેને ગોળીઓ મારી દીધી, સુખબીર સિંહ બાદલે ભગવંત માન સરકાર પર કાયદો અને વ્યવસ્થા મામલે સવાલો ઉઠાવ્યા.

Written by Kiran Mehta
August 24, 2024 20:50 IST
પંજાબના ગામમાં બદમાશોએ અમેરિકન નાગરિકને મારી ગોળી, સુખબીર બાદલે કહ્યું- વર્તમાન સ્થિતિ…
પંજાબમાં અમેરિકન નાગરીક હત્યા

પંજાબના અમૃતસર જિલ્લાના એક ગામમાં શનિવારે સવારે એક અમેરિકન નાગરિકને તેના ઘરની અંદર ગોળી મારી દેવામાં આવી હતી. આ ઘટના ડાબુરજી ગામમાં બની હતી અને ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ ઘટનાના વીડિયોમાં જોવા મળે છે કે, બે વ્યક્તિ ઘરમાં ઘૂસીને સુખચૈન સિંહ પર ગોળીબાર કરે છે. સુખચૈન સિંહને ત્રણ ગોળીઓ વાગી હતી, જેમને ગંભીર હાલતમાં અમૃતસરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

હુમલાખોરોએ પીડિતના પરિવારની વાત પણ ન સાંભળી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુખચૈન સિંહનો પરિવાર ઘરે હતો અને તેઓએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો. તેના પરિવારના સભ્યોએ હુમલાખોરોને આજીજી કરી પરંતુ તેઓએ તેમની વાત ન માની અને સુખચૈન સિંહને માથા અને ગળામાં ગોળી મારી દીધી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આરોપીની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.

આ બાબતે શિરોમણી અકાલી દળ (SAD) બાદલના પ્રમુખ સુખબીર સિંહ બાદલે ફેસબુક પર ઘટનાનો એક કથિત વીડિયો પોસ્ટ કર્યો અને કહ્યું, “પંજાબમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે કથળી ગઈ છે. પંજાબની વર્તમાન સ્થિતિ જોઈને હું ખૂબ જ દુખી છું.

સુખબીર સિંહ બાદલે કહ્યું, “આજે સવારે શ્રી અમૃતસર સાહિબના ડાબુરજીમાં બદમાશો અમારા NRI ભાઈ સુખચૈન સિંહના ઘરમાં ઘૂસી ગયા અને ગોળીબાર કર્યો. માતા પોતાના પુત્રને બચાવવા માટે હાથ જોડીને આજીજી કરી રહી હતી અને માસૂમ બાળક પણ તેના પિતાને બચાવવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ નિર્દય ગુનેગારોએ સાંભળ્યું નહીં. મુખ્યમંત્રી ભગવંત માન, તમારા શાસનમાં દરરોજ આવી ઘટનાઓ બની રહી છે. પંજાબીઓ તેમના ઘરમાં પણ સુરક્ષિત નથી. મારું માનવું છે કે, તમારે નૈતિક આધાર પર રાજીનામું આપવું જોઈએ. હું સુખચૈન સિંહના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું, જે ગંભીર રીતે ઘાયલ છે અને સારવાર હેઠળ છે.

યુપીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે

આ દરમિયાન યુપીના બહરાઈચ જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં, જ્યારે મુસ્લિમ સમુદાયની એક નવવિવાહિત મહિલાએ અયોધ્યાના સુંદરીકરણ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના કાર્યની પ્રશંસા કરી, ત્યારે તેના પતિએ કથિત રીતે ગુસ્સે થઈને તેને ટ્રિપલ તલાક આપવાની ધમકી આપી. આરોપ છે કે, પીડિતા પર ગરમ દાળ નાખીને તેને સળગાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ