/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Extreme-Poverty-in-India-US-Report-.jpg)
દેશમાંથી અત્યંત ગરીબીના અંતનો દાવો
દેશમાં ગરીબીને લઈને મોટા મોટા દાવા કરવામાં આવ્યા છે. મોદી સરકારે પણ તાજેતરમાં દાવો કર્યો હતો કે, દેશમાંથી અત્યંત ગરીબીનો અંત આવ્યો છે. હવે અમેરિકન થિંક ટેન્ક બ્રુકિંગે મોદી સરકારના દાવાને મંજૂરી આપી દીધી છે. એવું કહેવામાં આવ્યું હતું કે, હવે ભારતમાં અત્યંત ગરીબીનો અંત આવ્યો છે. થિંક ટેન્કના અહેવાલ મુજબ ભારતમાં ગરીબીના ગુણોત્તરમાં તીવ્ર ઘટાડો થયો છે, જે સ્થાનિક વપરાશમાં વધારાને કારણે અનુભવી શકાય છે. મળતી માહિતી મુજબ આ રિપોર્ટ સુરજીત ભલ્લા અને કરણ ભસીને તૈયાર કર્યો છે.
આ બ્રુકિંગ્સ રિપોર્ટ જણાવે છે કે, તે સરકારની પુનઃવિતરણ અંગેની મજબૂત નીતિનું પરિણામ છે કે, છેલ્લા દાયકામાં ભારતમાં મજબૂત સમાવેશી વૃદ્ધિ જોવા મળી છે. ભારતે હમણાં જ 2022-23 માટે તેનો સત્તાવાર વપરાશ ખર્ચનો ડેટા બહાર પાડ્યો છે, જે દસ વર્ષમાં ભારત માટે પ્રથમ સત્તાવાર સર્વે-આધારિત ગરીબી અંદાજ પૂરો પાડે છે.
બ્રુકિંગ્સના જણાવ્યા મુજબ, ઉચ્ચ વૃદ્ધિ અને અસમાનતામાં મોટા ઘટાડાથી ભારતમાં મહાગરીબી નાબૂદ કરવામાં મદદ મળી છે અને ગરીબી રેખાથી નીચેના લોકોમાં ખરીદ શક્તિની સમાનતા માથાદીઠ $1.9 થઈ છે. નોંધનીય છે કે, ભારતે તાજેતરમાં 2022-23 માટે તેનો સત્તાવાર વપરાશ ખર્ચ ડેટા જાહેર કર્યો છે, જેના ડેટા પરથી છેલ્લા 10 વર્ષમાં ભારતની ગરીબીનો અંદાજ લગાવી શકાય છે.
ભારતે ગરીબીનું નવું ધોરણ નક્કી કરવું જોઈએ
વર્ષ 2011-12 ની સરખામણીમાં વર્ષ 2022-23 માં માથાદીઠ પરિવારનો માસિક ખર્ચ બમણાથી વધુ થયો છે. હવે સમય આવી ગયો છે કે, ભારતે અન્ય દેશોની જેમ ઉચ્ચ ગરીબી રેખા અપનાવવી જોઈએ. ઉચ્ચ ગરીબી રેખા અપનાવવાથી સરકાર જરૂરિયાતમંદોને વધુ સારી રીતે ઓળખવા અને તેમને વધુ સહાય પૂરી પાડવા માટે સામાજિક સુરક્ષા કાર્યક્રમોને પુનઃવ્યાખ્યાયિત કરવાની મંજૂરી આપશે.
હેડકાઉન્ટ પોવર્ટી રેશિયો એટલે કે એચએસઆર અનુસાર, તે વર્ષ 2011-12માં 12.2 ટકાથી ઘટીને 2022-23 માં 2 ટકા થઈ ગયો છે. આ આંકડામાં લગભગ બે તૃતીયાંશ વસ્તીને સરકાર દ્વારા આપવામાં આવતો મફત ખોરાક (ઘઉં અને ચોખા) અને જાહેર આરોગ્ય અને શિક્ષણની પહોંચનો સમાવેશ થતો નથી.
આ પણ વાંચો - લોકસભા ચૂંટણી 2024: ગરમ માહોલમાં જનતાને શું આ પ્રશ્નો પરેશાન કરી રહ્યા છે?
શહેરી-ગ્રામ્ય અસમાનતામાં ઘટાડો
આ યુએસ રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, ભારતમાં ગરીબી રેખા નીચે જીવતા લોકોની સંખ્યા વિશ્વ બેંકના અંદાજની સરખામણીમાં ઘણી ઓછી છે. ખાસ વાત એ છે કે, અસમાનતામાં મોટો ઘટાડો શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં પણ જોવા મળ્યો છે. શહેરી ગિની ઇન્ડેક્સ 36.7 થી ઘટીને 31.9 થયો અને ગ્રામીણ ગિની ઇન્ડેક્સ 28.7 થી ઘટીને 27.0 થયો.
તમને જણાવી દઈએ કે, ગિની ઇન્ડેક્સનો ઉપયોગ સામાન્ય રીતે આર્થિક અસમાનતાના માપદંડ તરીકે થાય છે, જે વસ્તી વચ્ચે આવક અથવા સંપત્તિના વિતરણને માપે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us