અરવલ્લી વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, હવે નવા ખનન પર સંપૂર્ણ પ્રતિબંધ

Aravalli range : અરવલ્લી પર્વતમાળાને લઇને ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે બુધવારે અંગે એક મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે રાજ્યોને અરવલ્લી પર્વતમાળામાં નવા ખનન લીઝ આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ આપ્યો

Aravalli range : અરવલ્લી પર્વતમાળાને લઇને ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે બુધવારે અંગે એક મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે રાજ્યોને અરવલ્લી પર્વતમાળામાં નવા ખનન લીઝ આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ આપ્યો

author-image
Ashish Goyal
New Update
Aravalli range

Aravalli range : અરવલ્લી પર્વતમાળાને લઇને ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે બુધવારે અંગે એક મોટો નિર્ણય લીધો છે Photograph: ((Express Photo by Tashi Tobgyal))

Aravalli range : અરવલ્લી પર્વતમાળાને લઇને ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે બુધવારે અંગે એક મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે રાજ્યોને અરવલ્લી પર્વતમાળામાં નવા ખનન લીઝ આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ આપ્યો છે. સરકારનું કહેવું છે કે તે અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને જૈવવિવિધતાના સંરક્ષણમાં તેની મહત્વપૂર્ણ ભૂમિકાને સ્વીકારે છે. 

Advertisment

અરવલ્લી પર્વતમાળામાં ખાણકામ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવાનો આદેશ

દિલ્હીથી ગુજરાત સુધી ફેલાયેલી અરવલ્લી પર્વતમાળા છેલ્લા કેટલાક દિવસોથી વિવાદનો વિષય બની છે. લોકો સોશિયલ મીડિયા પર અરવલ્લી પર્વતમાળા અંગે સરકારના વલણનો વિરોધ પણ કરી રહ્યા છે. હવે ગેરકાયદેસર ખાણકામ અટકાવવા માટે એક મોટું પગલું ભરતા કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે રાજ્યોને અરવલ્લી પર્વતમાળામાં કોઈપણ નવા ખાણકામ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે.

પર્યાવરણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પ્રતિબંધ સમગ્ર અરવલ્લી પર્વતમાળામાં સમાન રીતે લાગુ થશે અને તેનો હેતુ રેન્જની અખંડિતતા જાળવવાનો છે. આ નિર્દેશોનો હેતુ અરવલ્લી પર્વતમાળાને ગુજરાતથી રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર સુધી વિસ્તરેલી ભૂસ્તરશાસ્ત્રીય પર્વતમાળા તરીકે સુરક્ષિત કરવાનો અને તમામ અનિયંત્રિત ખાણકામ પ્રવૃત્તિઓને રોકવાનો છે. 

આ પણ વાંચો - અરવલ્લી, નિયમગિરિ, પશ્ચિમી ઘાટ.. માઈનિંગે પહાડોને સંકટમાં નાંખ્યા, ડરાવનારા આંકડા

Advertisment

મંત્રાલયે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ફોરેસ્ટ્રી રિચર્સ એન્ડ એજ્યુકેશન (ICFRE) ને અરવલ્લી ક્ષેત્રમાં એવા વિસ્તારો અને ઝોનને ઓળખવાનો નિર્દેશ આપ્યો છે જ્યાં ખાણકામ પર પ્રતિબંધ લગાવવો જોઈએ. આ વિસ્તારો કેન્દ્ર દ્વારા પહેલાથી જ પ્રતિબંધિત ખાણકામ વિસ્તારો ઉપરાંત હશે.

રાજ્ય સરકારો તમામ પર્યાવરણીય સલામતીનું કડક પાલન સુનિશ્ચિત કરે

સરકારે એ પણ નિર્દેશ આપ્યો છે કે પહેલાથી કાર્યરત ખાણો માટે, સંબંધિત રાજ્ય સરકારો તમામ પર્યાવરણીય સલામતીનું કડક પાલન સુનિશ્ચિત કરે અને સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કાર્ય કરે. પર્યાવરણીય સંરક્ષણ અને ટકાઉ ખાણકામ પદ્ધતિઓનું પાલન સુનિશ્ચિત કરવા માટે ચાલુ ખાણકામ પ્રવૃત્તિઓને વધારાના પ્રતિબંધો સાથે કડક રીતે નિયંત્રિત કરવામાં આવશે.

કેન્દ્ર સરકાર દેશ