NASA : ભારતીય મૂળના અમિત ક્ષત્રિય બન્યા નાસાના ટોપ ઓફિસર, ચંદ્ર થી મંગળ મિશનની જવાબદારી સંભાળશે

Amit Kshatriya Is NASA's New Chief Of Moon to Mars Missions : અમેરિકાની સ્પેસ એજન્સી નાસામાં ભારતીય મૂળના અમિત ક્ષત્રિયને એસોસિએટ એડમિનિસ્ટ્રેટર તરીકે નિમણુંક કરવામાં આવી છે. તેઓ 20 વર્ષથી નાસામાં કાર્યરત છે. નાસાના મિશન કંટ્રોલ ફ્લાઇટ ડાયરેક્ટરની ભૂમિકા માત્ર 100 લોકો જ ભજવી શક્યા છે, જેમા અમિત ક્ષત્રિયનો સમાવેશ થાય છે.

Written by Ajay Saroya
September 05, 2025 12:21 IST
NASA : ભારતીય મૂળના અમિત ક્ષત્રિય બન્યા નાસાના ટોપ ઓફિસર, ચંદ્ર થી મંગળ મિશનની જવાબદારી સંભાળશે
Amit Kshatriya In NASA : અમિત ક્ષત્રિય 20 વર્ષથી નાસા સાથે જોડાયેલા છે. (Photo: Social Media)

Amit Kshatriya Is NASA’s New Chief Of Moon to Mars Missions : અમેરિકાની સ્પેસ એજન્સી નાસામાં નવી નિમણૂક કરવામાં આવી છે. ભારતીય મૂળના અમેરિકન વૈજ્ઞાનિક અમિત ક્ષત્રિયને મહત્વની જવાબદારી મળી છે. સ્પેસ એજન્સીએ તેમને નાસાના નવા એસોસિએટ એડમિનિસ્ટ્રેટર તરીકે નિમણુંક કર્યા છે. નાસાની આ સૌથી મોટી સિવિલ સર્વિસ ભૂમિકા માનવામાં આવે છે.

અમિત ક્ષત્રિય છેલ્લા 20 વર્ષથી નાસા સાથે જોડાયેલો છે અને હવે તે એજન્સીના ટોપ લીડરશીપમાં જોડાયા છે. નાસાના કાર્યકારી વહીવટકર્તા સીન પી. ડફી એ જણાવ્યું હતું કે, અમિત ક્ષત્રિયની નિમણૂકથી ચંદ્ર અને મંગળની શોધખોળ કરવાની અમેરિકાની યોજનાઓને નવી ગતિ મળશે.

અમિત ક્ષત્રિય કોણ છે?

અમિત ક્ષત્રિયનો જન્મ અમેરિકાના વિસ્કોન્સિન રાજ્યમાં ભારતીય ઇમિગ્રન્ટ પરિવારમાં થયો હતો. તેમના પિતા એન્જિનિયર હતા અને માતા કેમિસ્ટ હતા. તેઓ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અને યુનિવર્સિટી ઓફ ટેક્સાસ, ઓસ્ટિનનો પૂર્વ વિદ્યાર્થી છે.

અમિત ક્ષત્રિય વર્ષ 2003માં નાસામાં જોડાયા હતા. તેઓ ટૂંક સમયમાં જ એક સક્ષમ ફ્લાઇટ ડિરેક્ટર બની ગયા હતા. અત્યાર સુધી નાસાના મિશન કંટ્રોલ ફ્લાઇટ ડાયરેક્ટરની ભૂમિકા માત્ર 100 લોકો જ ભજવી શક્યા છે. અમિત ક્ષત્રિય તે 100 લોકોમાંના એક છે.

ડફીએ કહ્યું, “અમિત ક્ષત્રિયે નાસામાં બે દાયકાથી વધુ સમય વિતાવ્યો છે, જે અંતરિક્ષમાં અમેરિકન નેતૃત્વને આગળ વધારવામાં અગ્રેસર છે.” તેમના નેતૃત્વમાં એજન્સી રાષ્ટ્રપતિ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન ચંદ્ર પર પરત ફરવાની હિંમતભેર તૈયારીઓ કરશે. ’

અમિત ક્ષત્રિયે પોતાના પ્રમોશન અંગે શું કહ્યું?

પોતાના પ્રમોશન વિશે અમિત ક્ષત્રિયે કહ્યું કે, “નાસા ખાતેની મારી સમગ્ર કારકિર્દી દરમિયાન, મને એક જ મિશન દ્વારા પ્રેરિત કરવામાં આવ્યો છે – માનવ અવકાશ ઉડ્ડયનમાં જે શક્ય છે તેની સીમાઓને આગળ ધપાવવી. આ નવી ભૂમિકા મને અમારી ચંદ્ર થી મંગળ વ્યૂહરચનાના ભવિષ્યને આકાર આપવામાં મદદ કરશે અને વાણિજ્યિક અવકાશ ક્ષેત્ર સાથેની અમારી ભાગીદારીને મજબૂત બનાવશે.”

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ