અમિત શાહે અધિકારીઓ સાથેની બેઠકમાં કહ્યું – કાશ્મીરમાં આતંકવાદને કચડી નાખીશું

jammu kashmir security : તાજેતરની તમામ આતંકવાદી ઘટનાઓમાં એક મોટી પેટર્ન જોવા મળી છે કે આતંકવાદીઓ ગુપ્ત રીતે જંગલો દ્વારા જમ્મુ-કાશ્મીરમાં પ્રવેશી રહ્યા છે

Written by Ashish Goyal
June 16, 2024 20:53 IST
અમિત શાહે અધિકારીઓ સાથેની બેઠકમાં કહ્યું – કાશ્મીરમાં આતંકવાદને કચડી નાખીશું
જમ્મુ કાશ્મીરને લઇને ગૃહમંત્રી અમિત શાહે અધિકારીઓ સાથે મહત્વની બેઠક કરી (તસવીર - અમિત શાહ ટ્વિટર)

Amit Shah High Level Meeting : જમ્મુ-કાશ્મીરમાં સતત આતંકી ઘટનાઓ વધી રહી છે, છેલ્લા કેટલાક દિવસોમાં આતંકીઓ સાથે અનેક વખત એન્કાઉન્ટર થયા છે, કેટલાક સૈનિકો શહીદ પણ થયા છે. આ વધતા તણાવ વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે અધિકારીઓ સાથે મહત્વની બેઠક કરી છે.

આ બેઠક જમ્મુ-કાશ્મીરની વર્તમાન સ્થિતિને લઇને કરવામાં આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે બેઠક દરમિયાન અમિત શાહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આતંકવાદનો સફાયો થવો જરૂરી છે.

કાશ્મીર પર અમિત શાહનો સંદેશો

ગૃહમંત્રી અમિત શાહે બેઠક દરમિયાન કહ્યું હતું કે આતંકવાદને કચડવો જ જોઇએ અને તેને કોઇ પણ કિંમતે ફરી ઉભો થવા દઇ શકાય નહીં. શાહે અધિકારીઓને સંદેશ આપતા તો ત્યાં સુધી કહ્યું છે કે આતંકવાદના સમર્થકોને બક્ષી શકાય નહીં અને તેમની સામે દરેક સંભવ કાર્યવાહી કરવી પડશે.

આ પણ વાંચો – રાહુલ ગાંધીએ ઇવીએમ પર સવાલો ઉઠાવ્યા, કહ્યું – ભારતમાં ઇવીએમ એક બ્લેક બોક્સ છે, કોઈને પણ તેની તપાસ કરવાની મંજૂરી નથી

આ સમયે આગામી દિવસોમાં જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રા અને ચૂંટણી જેવા મોટા કાર્યક્રમો પણ યોજાવા જઇ રહ્યા છે. આ વાતનો ઉલ્લેખ કરતા અમિત શાહે અધિકારીઓને કહ્યું કે સંપૂર્ણ સુરક્ષા કવચ આપવામાં આવે, યાત્રાના માર્ગો પર સુરક્ષાને વધુ મજબૂત બનાવવમાં આવે, જો જરૂર પડે તો વધારાના દળોને પણ તૈનાત કરાશે.

સરકાર કયા પ્લાન પર કામ કરશે?

તાજેતરની તમામ આતંકવાદી ઘટનાઓમાં એક મોટી પેટર્ન જોવા મળી છે કે આતંકવાદીઓ ગુપ્ત રીતે જંગલો દ્વારા જમ્મુ-કાશ્મીરમાં પ્રવેશી રહ્યા છે. આ ઘટનાઓનો ઉલ્લેખ કરતા અમિત શાહે અધિકારીઓને કહ્યું છે કે વિદેશી આતંકીઓ જ્યાંથી પ્રવેશ કરી શકે છે તે તમામ રૂટ બંધ કરી દેવામાં આવે.

આમ જોવા જઈએ તો બેઠક દરમિયાન અનેક ચિંતાજનક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો તો અમિત શાહે પણ સંતોષ વ્યક્ત કર્યો હતો. એક આંકડો સામે આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં સ્થાનિક આતંકવાદીઓની ભરતીમાં મોટો ઘટાડો થયો છે. અમિત શાહ આ વાતને લઈને ઘણા ઉત્સાહિત છે. તેમણે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સરકાર આતંકવાદીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા તૈયાર છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ