અનંત અને રાધિકાના પ્રિ-વેડિંગ સેલિબ્રેશન્સ પૂર્વે અંબાણી પરિવારની અન્નસેવા, કિર્તીદાન ગઢવીએ લોકગીતની રમઝટ બોલાવી

Anant Ambani Radhika Merchant Wedding : મુકેશ અંબાણીના પુત્ર અનંત અને રાધિકાના પ્રિ-વેડિંગ સેલિબ્રેશન્સ પૂર્વે જામનગરમાં અંબાણી પરિવાર અન્નસેવા કરી હતી. જેમા 51,000 ગામવાસીઓને જમાડ્યા હતા. ભોજન બાદ મનોરંજન માટે કિર્તીદાન ગઢવીના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Written by Ajay Saroya
February 28, 2024 22:58 IST
અનંત અને રાધિકાના પ્રિ-વેડિંગ સેલિબ્રેશન્સ પૂર્વે અંબાણી પરિવારની અન્નસેવા, કિર્તીદાન ગઢવીએ લોકગીતની રમઝટ બોલાવી
Anant Ambani Radhika Merchant Wedding : અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી વેડિંગ સેલિબ્રેશન જામનગરમાં શરૂ થઇ ગયું છે. જે અંતર્ગત અંબાણી પરિવારે જામનગરના ગામવાસીઓને જમાડ્યા હતા. (Photo - Social Media)

Anant Ambani Radhika Merchant Wedding : મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન થઇ રહ્યા છે. અનંત અંબાણી અને રાધિકાનું પ્રી વેડિંગ સેલિબ્રેશન ગુજરાતના જામનગર ખાતે ચાલી રહ્યું છે. આ ગ્રાન્ડ પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં દેશ – વિદેશમાંથી જાણીતા મહેમાનો આવશે. અંબાણી પરિવારે પુત્રના લગ્નની શુભ શરૂઆત અન્નસેવાથી કરી હતી.

અંબાણી પરિવારની અન્નસેવા – 51,000 લોકોને જમાડ્યા

અંબાણી પરિવારે પોતાની વર્ષો-જૂની પરંપરાને જાળવી રાખતા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ સેલિબ્રેશન્સ પૂર્વે રિલાયન્સની જામનગર ટાઉનશીપની આસપાસનાં ગામડાંમાં અન્નસેવા (સામુદાયિક ભોજન સેવા) શરૂ કરીને સમાજના સભ્યોના આશીર્વાદ મેળવ્યા છે. આ અન્નસેવાનો 51,000 સ્થાનિક નિવાસીઓને લાભ મળશે અને જામનગર અને તેની આસપાસનાં ગામોમાં આગામી કેટલાક દિવસો સુધી અન્નસેવા ચાલુ રહેશે.

અંબાણી અને મર્ચન્ટ પરિવારે ગામજનોને વાનગી પિરસી

આજે રિલાયન્સ ટાઉનશીપની નજીક આવેલા જોગવડ ગામે મુકેશ અંબાણી, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ⁠, રાધિકા મર્ચન્ટના માતા-પિતા વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટ તેમજ રાધિકા મર્ચન્ટના નાની સહિતના અંબાણી અને મર્ચન્ટ પરિવારના સભ્યોએ જાતે હાજર રહીને પોતાના હાથે પરંપરાગત ગુજરાતી વાનગીઓ આસપાસના ગામોના લોકોને પિરસી હતી અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા.

anant ambani radhika merchant pre wedding | anant ambani radhika merchant pre wedding Photo | mukesh ambani anna seva | anant ambani radhika merchant at jamnagar | anant ambani | radhika merchant
Anant Ambani Radhika Merchant Wedding : અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી વેડિંગ સેલિબ્રેશન દરમિયાન જામનગરમાં ગામવાસીઓનો ભોજન પીરસતા મુકેશ અંબાણી. (Photo – Social Media)

જમણવાર બાદ ડાયરાની રમઝટ

અંબાણીએ ગામવાસીઓ માટે ભોજનની સાથે સાથે મનોરંજનની પણ વ્યવસ્થા કરી હતી. રાત્રિભોજન બાદ ગામજનોને ડાયરા માટે આમંત્રિત કરાયા હતા. આ ડાયરામાં જાણીતા ગુજરાતી ગાયક કિર્તીદાન ગઢવીએ લોકગીતોની રમઝટ બોલાવીને બધાને મંત્રમુગ્ધ કર્યા હતા.

anant ambani radhika merchant pre wedding | anant ambani radhika merchant pre wedding Photo | mukesh ambani anna seva | anant ambani radhika merchant at jamnagar | anant ambani | radhika merchant
Anant Ambani Radhika Merchant Wedding : અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી વેડિંગ સેલિબ્રેશન દરમિયાન જામનગરમાં ગામવાસીઓ માટે ભોજનનું આયોજન કર્યું હતું. (Photo – Social Media)

આ પણ વાંચો | અનંત અંબાણીનું વજન કેમ વધ્યું? નીતા અંબાણી એ કર્યો ખુલાસો

માનવ સેવા એ જ માધવ સેવા – અંબાણી પરિવારનો મંત્ર

અંબાણી પરિવાર માનવ સેવા એ જ માધવ સેવા માં વિશ્વાસ ધરાવે છે. આ ભાવનાને જાળવી રાખતા, તેમણે લોકોની સેવા કરીને તેમજ તેઓને ભોજન કરાવીને પોતાના દરેક શુભપ્રસંગની શરૂઆત કરવાની પરંપરા નિભાવી છે અને સમાજ પ્રત્યે પોતાની વચનબદ્ધતાને મજબૂત બનાવી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ