/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Anant-Ambani-Radhika-Merchant-Wedding-2.jpg)
અનંત અંબાણી 12 જુલાઇના રોજ પોતાની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાશે (Photo- Viral Bhayani/Insta)
Anant Ambani-Radhika Merchant Wedding : એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીનો પુત્ર અનંત અંબાણી 12 જુલાઇના રોજ પોતાની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાશે. આ લગ્નમાં ઘણા વીવીઆઈપી મહેમાનો હાજર રહેશે. અંબાણી પરિવારના આ ફંક્શનમાં બોલિવૂડથી લઈને રાજકીય જગત સુધીની હસ્તીઓનો મેળાવડો જામશે. આ ઉપરાંત અંબાણીના વિદેશથી આવેલા ખાસ મહેમાનો પણ આ લગ્નમાં સામેલ થવા પહોંચી શકે છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની ગેસ્ટ લિસ્ટમાં બોલિવૂડ, બિઝનેસ સેક્ટર, સ્પોર્ટ્સ, પોલિટિકલ સેક્ટર સહિત અનેક ઇન્ટરનેશનલ સેલેબ્રિટીનો સમાવેશ થાય છે. અંબાણીના વિદેશી મહેમાનોની યાદીમાં ફૂટબોલર ડેવિડ બેકહામ અને તેની પત્ની વિક્ટોરિયા બેકહામનું નામ છે. કેનેડિયન રેપર અને સિંગર ડ્રેક, અમેરિકન સિંગર લના ડેલ રે અને એડેલે લગ્નમાં હાજરી આપવા મુંબઇ પહોંચી શકે છે. રિપોર્ટ પ્રમાણે વીવીઆઈપી મહેમાનો પ્રાઇવેટ જેટ પણ તૈયાર રાખવામાં આવ્યા છે.
રાજકીય દિગ્ગજોને પણ હાજર રહેશે
અનંત-રાધિકાના લગ્ન માટે માત્ર બોલિવૂડ સ્ટાર્સ જ નહીં પરંતુ રાજકીય દિગ્ગજોને પણ હાજર રહેશે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે અનંત-રાધિકાને આશીર્વાદ આપવા માટે ઠાકરે પરિવાર ઉપરાંત દેવેન્દ્ર ફડણવીસ અને મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેને આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો - અનંત રાધિકા હલ્દી સેરેમની બોલિવુડ સ્ટાર્સનો જમાવડો, જુઓ Photos
આ સેલેબ્રિટીઓ પણ ઉપસ્થિત રહેશે
રિપોર્ટ અનુસાર અંબાણીએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન માટે અમેરિકન રિયાલિટી સ્ટાર કિમ કાર્દશિયનના મેક-અપ આર્ટિસ્ટ, મારિયો ડેડિવાનોવિક, યુએસ ટિકટોકર અને કન્ટેન્ટ ક્રિએટર જુલિયા ચેફે અને હેરસ્ટાઇલિસ્ટ ક્રિસ એપલટનને પણ આમંત્રણ મોકલ્યું છે.
અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં મોટાભાગના બોલિવૂડ સ્ટાર્સ હાજર રહેશે. આ સમારંભમા અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અર્જુન કપૂર, જાન્હવી કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી, શાહિદ કપૂર, વિકી કૌશલ પણ હાજરી આપશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us