Anant Radhika Wedding Guest Return Gifts: અનંત અંબાણી અને રાધિકા અંબાણી 12 જુલાઇષ 2024ના રોજ લગ્ન કરશે. આ લગ્નમાં દેશ અને વિદેશમાંથી મોટી સંખ્યામાં મહેમાન મુંબઇ આવશે. અનંત અને રાધિકાના લગ્ન મુંબઇના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં આવેલા જિયો વર્લ્ડ સેન્ટરમાં થવાના છે. આ લગ્નમાં દુનિયાભરના દિગ્ગજ ઉદ્યોગપતિ, ફિલ્મ સ્ટાર, ક્રિકેટર, નેતાઓ અને પ્રખ્યાત લોકો હાજરી આપશે. મુકેશ અંબાણી અને નીતા અંબાણી દ્વારા ખાસ તૈયાર કરવામાં આવેલા કરોડો રૂપિયાની કિંમતના રિટર્ન ગિફ્ટ મહેમાનોને આપવામાં આવશે.
Anant Radhika Wedding: VVIP ગેસ્ટ માટે કરોડો રૂપિયાની રિટર્ન ગિફ્ટ
અનંત અંબાણી અને રાધિકા અંબાણીના લગ્નમાં આવનાર વીવીઆઈપી મહેમાનોને કરોડો રૂપિયાની રિટર્ન ગિફ્ટ આપવામાં આવશે. મીડિયા રિપોર્ટ અનુસાર આ ગ્રાન્ડ વેડિંગમાં આવનાર વીવીઆઈપી મહેમાનોને અંબાણી પરિવાર રિટર્ન ગિફ્ટમાં કરોડો રૂપિયાની વોચ આપી શકે છે.

અનંત રાધિકા લગ્ન: મહિલા મહેમાનને મળશે ખાસ ડિઝાઇનર સાડી
અનંત અને રાધિકાના લગ્નમાં આવનાર અન્ય મહેમાન માટે ખાસ રિટર્ન ગિફ્ટ તૈયાર કરવામાં આવ્યા છે. જેમા મહિલા મહેમાન માટે અંબાણી પરિવાર દ્વારા સ્પેશિયલ બાંધણી દુપટ્ટા અને સાડી ડિઝાઇન કરવામાં આવી છે. તેની જવાબદારી વિમલ મજેઠિયાને સોંપવામાં આવી છે. સૌથી ખાસ વાત એ છે કે, દરેક દુપટ્ટો ખાસ અલગ રીત ડિઝાઇન કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર લગ્ન પહેલા વિમલ મજેઠિયાની ટીમે કૂલ 876 સાડી અને દુપટ્ટા તૈયાર કરવામાં આવ્યા છે.
અંબાણી પરિવારના આ લગ્નમાં હાજરી આપનાર અન્ય મહેમાન માટે બનારસની સ્પેશિયલ જરી સાડી અને ફેબ્રિકના બેગ પણ રિટર્ન ગિફ્ટમાં આપવામાં આવશે કેટલાક મહેમાનોને કરીમનગરની સ્પેશિયલ ચાંદીની કલાકૃતિઓ પણ રિટર્ન ગિફ્ટ તરીકે આપવામાં આવશે.

અનંત રાધિકા લગ્ન: રિલાયન્સના કર્મચારી માટે ગિફ્ટ
અનંત રાધિકાના લગ્ન નિમિત્તે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તેના સ્ટાફ કર્મચારીઓને પણ ભેટ સોંગાદ મોકલ્યા છે. સોશિયલ મીડિયામાં રિલાયન્સ દ્વારા તેના કર્મચારીઓને મોકલેલી ગિફ્ટનો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયામાં એક લાલ રંગનું ગિફ્ટ બોક્સ દેખાય છે જેના પર અનંત અને રાધિકાના લગ્ન વિશે લખ્યું છે. ગિફ્ટ બોક્સની અંદર ચાંદીનો એક સિક્કો, મિઠાઇ અને ફરસાણના પેકેટ છે.
અનંત રાધિકા પ્રી વેડિંગમાં મહેમાનને મળ્યા હતા ડિઝાઇનર બેગ અને ફુટવેર
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ ફંક્શન પાછળ પણ અંબાણી પરિવાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ પ્રી વેડિંગ ફંક્શનમાં આવેલા મહેમાનોને પણ કરોડો રૂપિયાના રિટર્ન ગિફ્ટ આપવામાં આવ્યા હતા. એક મીડિયા રિપોર્ટ અનુસાર અનંત રાધિકાના પ્રી વેડિંગ ફંક્શનમાં મહેમાનોને લક્ઝરી ફેશન બ્રાન્ડ લુઇ વિટોનના બેગ ભેટમાં આપવામાં આવ્યા હતા. તેની સાથે જ ડિઝાઇનર ફુટવેર, ગોલ્ડ ચેન અને સ્પેશિયલ કેન્ડલ રિટર્ન ગિફ્ટમાં આપ્યા હતા.
આ પણ વાંચો | અનંત રાધિકા લગ્ન, સોનામાંથી તૈયાર કરાયેલ વસ્ત્રો સાથે રાધિકા મર્ચન્ટનો રાજકુમારી લુક
ઉલ્લેખનિય છે કે, અનંત રાધિકા ના બે પ્રી વેડિંગ ફંક્શન યોજવામાં આવ્યા હતા. જેમા દુનિયાભરની હસ્તીઓએ હાજરી આપી હતી. અનંત અને રાધિકાના લગ્ન પાછળ અંબાણી પરિવાર પાણીની જેમ પૈસા ખર્ચ કરી રહ્યું છે. જે દુનિયાના સૌથી મોંઘા લગ્ન પૈકીના એક હશે.





