Anant Ambani Radhika Merchant Wedding Live Updates, અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ મેરેજ : મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના રાધિકા મર્ચન્ટ સાથે 12 જુલાઇના રોજ જિયો વર્લ્ડ સેન્ટરમાં ધામધૂમ પૂર્વક લગ્ન યોજવામાં આવ્યા છે. લગ્ન પછી 13 જુલાઇએ શુભ આશીર્વાદનો કાર્યક્રમ છે અને ત્યારબાદ 14 જુલાઇએ ગ્રાન્ડ રિસેપ્શન રાખવામાં આવ્યું છે.
દેશ – વિદેશમાંથી પ્રખ્યાત હસ્તીઓ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં હાજરી આપવા આવ્યા છે. મુકેશ અંબાણીના ઘર એન્ટેલિયાથી અનંત અંબાણીની શાહી બારાત નીકળી છે અને જિયો વર્લ્ડ સેન્ટર પહોંચી છે. મિલન અને વરમાળાની વિધિ શુક્રવારે રાત્રે 8 વાગે થશે. લગ્ન વિધિ રાત્રે લગભગ 9.30 કલાકે થશે. સૂત્રોના મતે લગ્ન માટે મહેમાનો માટે ટ્રેડિશનલ ડ્રેસ કોડ રાખવામાં આવ્યો છે.
આ સમારંભમાં ઘણા વીવીઆઈપી મહેમાનો હાજર રહેશે. અંબાણી પરિવારના આ ફંક્શનમાં બોલિવૂડથી લઈને રાજકીય જગત સુધીની હસ્તીઓનો મેળાવડો જામશે. આ ઉપરાંત અંબાણીના વિદેશથી આવેલા ખાસ મહેમાનો પણ આ લગ્નમાં સામેલ થવા પહોંચી શકે છે.
અનંત રાધિકા લગ્ન બંધનમાં બંધાયા
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્ન બંધનમાં બંધાઇ ગયા છે. અનંત રાધિકાના લગ્નમાં વિધિવિધાન પૂર્વક સંપ્નન થયા છે. આ લગ્નમાં સમગ્ર અંબાણી ખાસ આઉટફીટમાં હતા. લગ્ન દરમિયાન અનંત અને રાધિકા બહુ દેખાતા હતા.
અનંત રાધિકા લગ્ન: નવવધુ રાધિકાની પ્રથમ ઝલક, કિંમતી વસ્ત્રો અને જ્વેલરીમાં રાજકુમારી લુક મ
રાધિકા મર્ચન્ટનો બ્રાઈડલ લુક સામે આવ્યો છે. અંબાણી પરિવારની નાની વહુ રાધિકા મર્ચન્ટે લગ્ન માટે વ્હાઇટ ક્રિમ અને રેડ કલરનો લહેંગો પસંદ કર્યો કર્યો છે. આ સાથે નવવધુ એ ડાયમંડ અને કુંદનની હેવી જ્વેલરી પહેરી છે.
અનંત અંબાણીનો વરઘોડો નીકળ્યો, જિયો વર્લ્ડ સેન્ટરમાં સાત ફેરા ફરશે
અનંત અંબાણીનો વરઘોડોનો એન્ટાલિયાથી નીકળ્યો છે. અનંત અંબાણીની કાર ફુલોની ચાદરથી સજાવવામાં આવી છે. વરઘોડામાં એકથી ચઢિયાતી લક્ઝુરિયસ કારનો કાફલો છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન સમારંભ જિયો વર્લ્ડ સેન્ટર ખાતે રાખવામાં આવ્યો છે.દેશ અને વિદેશમાંથી મોટી સંખ્યામાં મહેમાનો મુંબઇ આવી પહોંચ્યા છે. રાત્રે 8 વાગેની આસપાસ અનંત – રાધિકાની લગ્ન વિધિ શરૂ થશે.







