Anant Ambani Radhika Merchant Wedding Updates : અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈએ લગ્નના બંધનમાં બંધાયા છે. બોલિવૂડથી લઈને મોટા બિઝનેસ ટાયકૂન અને ભારત અને વિદેશના રાજનેતાઓ આ લગ્ન સમારોહમાં હાજર રહ્યા છે. સોશિયલ મીડિયા પર સતત ફોટો અને વીડિયો સામે આવી રહ્યા છે, જેમાં વરરાજાનો ફોટો પણ સામે આવ્યો છે. તેણે લગ્ન માટે નારંગી રંગની શેરવાની સાથે સ્નીકર્સ મેચ કર્યા હતા. આ દરમિયાન તેનો સિમ્પલ લુક જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં અમે તમને અનંતના શૂઝ વિશે જણાવી રહ્યા છીએ, જેની કિંમત લાખોમાં છે.
અનંત અંબાણી પરિવાર સાથે એક જ ફ્રેમમાં દેખાયો હતો. લગ્ન કરવાની ખુશીની ચમક તેમના ચહેરા પર સ્પષ્ટ જોઇ શકાય છે. લગ્નમાં અનંત પોતાના ડ્રેસને લઈને ખૂબ ચર્ચામાં રહ્યો હતો. તેનો સિમ્પલ લુક જોવા મળ્યો છે. તે ગોલ્ડન ઓરેન્જ કલરની શેરવાનીમાં જોવા મળ્યો હતો. મુકેશ અંબાણીના પુત્રએ સ્નીકર સાથે શેરવાનીથી પોતાના લુકને કમ્પલીટ કર્યો હતો. આ દરમિયાન તેના શૂઝની ખૂબ જ ચર્ચા થઇ હતી.
આ પણ વાંચો – અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ લગ્ન : મુકેશ અંબાણીએ પાણીની જેમ વાપર્યા પૈસા, આટલા હજાર કરોડ થયા ખર્ચ
શૂઝ ખાસ પેરિસથી મંગાવવામાં આવ્યા છે
અનંતના આ શૂઝ વિશે જણાવવામાં આવી રહ્યું છે કે, તેના માટે ખાસ પેરિસથી મંગાવવામાં આવ્યા છે. આજકાલ સ્નીકર્સ એકદમ ટ્રેન્ડી છે. ઘણા સેલેબ્સ તેમના લગ્ન અને રિસેપ્શનમાં તેને પહેરવાનું પસંદ કરી રહ્યા છે. હવે અનંત અંબાણીએ તેને ફોલો કરી છે. તેના શૂઝ વિશે જણાવવામાં આવી રહ્યું છે કે તે પ્રખ્યાત પેરિસિયન શૂટ બ્રાન્ડ બર્લુટીના છે. બર્લુટ્ટીની ઓફિશિયલ વેબસાઇટ પર આ ફૂટવેરનું નામ ફાસ્ટ ટ્રેક સ્ક્રીટો લેધર સ્નીકર રાખવામાં આવ્યું છે. જાણકારી અનુસાર તેને બનાવવા માટે વેનેઝિયા લેધરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેની કિંમતની વાત કરીએ તો વેબ સાઇટ પર કસ્ટમાઇઝ કરતા પહેલા આ શૂઝની કિંમત લગભગ 1.67 લાખ રૂપિયા છે.
વરરાજા માટે ખાસ તૈયાર કરાવ્યા
એટલું જ નહીં અનંત અંબાણીએ વરરાજાના લુક માટે ખાસ સ્નીકર્સ તૈયાર કરાવ્યા છે. તેમાં ગોલ્ડ એસેસરીઝ પણ લગાવવામાં આવી છે. આ કારણે સ્નીકર્સનો લુક વધી ગયો છે. સાથે જ જો મુકેશ અંબાણી અને નીતા અંબાણીના લુકની વાત કરીએ તો મુકેશ અંબાણીએ શેરવાની પહેરી હતી. જ્યારે નીતા અંબાણી બનારસી સાડીમાં જોવા મળ્યા હતા.





