બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ પર હુમલો, ભીડે તીક્ષણ હથિયારથી હુમલો કર્યા બાદ જીવતો સળગાવવો પ્રયત્ન કર્યો

Bangladesh : બાંગ્લાદેશમાં હિન્દુ યુવકો પર હુમલાની ઘટના સતત વધી રહી છે. વધુ એક ઘટના સામે આવી છે. હિન્દુ યુવકને પેટ્રોલ નાખીને જીવતો સળગાવવો પ્રયત્ન કર્યો. બાંગ્લાદેશમાં બે સપ્તાહમાં ત્રણ હિન્દુ યુવકની હત્યાની ઘટના સામે આવી છે

Bangladesh : બાંગ્લાદેશમાં હિન્દુ યુવકો પર હુમલાની ઘટના સતત વધી રહી છે. વધુ એક ઘટના સામે આવી છે. હિન્દુ યુવકને પેટ્રોલ નાખીને જીવતો સળગાવવો પ્રયત્ન કર્યો. બાંગ્લાદેશમાં બે સપ્તાહમાં ત્રણ હિન્દુ યુવકની હત્યાની ઘટના સામે આવી છે

author-image
Ashish Goyal
New Update
Bangladesh Crisis, Bangladesh, Hindu, minority

બાંગ્લાદેશ હિંસા - photo X and ANI

Bangladesh : બાંગ્લાદેશમાં હિન્દુ યુવકો પર હુમલાની ઘટના સતત વધી રહી છે.  વધુ એક ઘટના સામે આવી છે. શરિયતપુર જિલ્લામાં ખોકન ચંદ્ર નામના એક હિન્દુ યુવકને ભીડ દ્વારા ઘેરી લેવામાં આવ્યો હતો. પહેલા બેરહેમીથી પીટાઇ કરી હતી. પછી ચાકુથી હુમલો કર્યો હતો. આ પછી પેટ્રોલ નાખીને જીવતો સળગાવવો પ્રયત્ન કર્યો હતો.

Advertisment

અહેવાલો અનુસાર આ ઘટના 31 ડિસેમ્બરે બાંગ્લાદેશના શરિયતપુર જિલ્લામાં બની હતી. ઉસ્માન હાદીના મોત બાદ હિંસક વિરોધ પ્રદર્શન દરમિયાન લઘુમતીઓ પર સતત હુમલા થઇ રહ્યા છે.

ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે હુમલો થયો

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પીડિતનું નામ ખોકન દાસ છે, તેની ઉંમર 50 વર્ષ છે. આ ઘટના ત્યારે બની જ્યારે તે શરિયતપુર જિલ્લામાં પોતાના ઘરે જઇ રહ્યો હતો. આ સમયે હિંસક ટોળાએ ખોકન પર તીક્ષણ હથિયારોથી હુમલો કર્યો હતો અને તેને જોરદાર માર માર્યો હતો. આ પછી તેને જીવતો સળગાવવો પ્રયત્ન કર્યો હતો. 

બાંગ્લાદેશમાં બે સપ્તાહમાં ત્રણ હિન્દુ યુવકની હત્યા

બાંગ્લાદેશમાં બે સપ્તાહમાં ત્રણ હિન્દુ યુવકની હત્યાની ઘટના સામે આવી છે.  29 ડિસેમ્બરે મયમનસિંહ જિલ્લામાં બૃજેન્દ્ર વિશ્વાસની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બૃજેન્દ્ર વિશ્વાસ ફેક્ટરીમાં સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરતો હતો. તેના સાથી નોમાન દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

Advertisment

આ પણ વાંચો - બાંગ્લાદેશમાં બે સપ્તાહમાં ત્રીજા હિન્દુ યુવકની હત્યા, ફેક્ટરીમાં સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરતો હતો

24 ડિસેમ્બરે હિન્દુ યુવકની ટોળાએ માર મારીને હત્યા કરી દીધી હતી. આ ઘટના રાજબારી જિલ્લાના હોસેનડાંગા ગામમાં બની હતી. પોલીસે મૃતકની ઓળખ 29 વર્ષીય અમૃત મંડલ ઉર્ફે સમ્રાટ તરીકે કરી હતી. પોલીસે કહ્યું હતું કે અમૃત વિરુદ્ધ પાંગશા પોલીસ સ્ટેશનમાં બે કેસ નોંધાયેલા છે. ટોળાએ ખંડણીના આરોપમાં તેની હત્યા કરી હતી.

18 ડિસેમ્બરે ઢાકા નજીક ટોળાએ હિન્દુ યુવક દીપુ ચંદ્ર દાસની હત્યા કરી હતી અને પછી નગ્ન કરીને ઝાડ સાથે બાંધી સળગાવી દીધો હતો. ટોળાએ દીપુ પર ઇશનિંદાનો આરોપ લગાવ્યો હતો. જોકે પોલીસે આ આરોપોને નકારી કાઢ્યા હતા.

હિંસા વિશ્વ