Anti Terrorism Day 2024 : 21 મે ના રોજ કેમ મનાવવામાં આવે છે આતંકવાદ વિરોધી દિવસ, જાણો મહત્વ, ઈતિહાસ

Anti Terrorism Day 2024 : ભારતમાં દર વર્ષે 21 મેના રોજ આતંકવાદ વિરોધી દિવસ મનાવવામાં આવે છે. દુનિયાભરમાં આતંકવાદના કારણે હજારો નિર્દોષ લોકો માર્યા જાય છે

Anti Terrorism Day 2024 : ભારતમાં દર વર્ષે 21 મેના રોજ આતંકવાદ વિરોધી દિવસ મનાવવામાં આવે છે. દુનિયાભરમાં આતંકવાદના કારણે હજારો નિર્દોષ લોકો માર્યા જાય છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Anti Terrorism Day 2024, Anti Terrorism Day, આતંકવાદ વિરોધી દિવસ

Anti Terrorism Day 2024 : ભારતમાં દર વર્ષે 21 મેના રોજ આતંકવાદ વિરોધી દિવસ મનાવવામાં આવે છે (પ્રતિકાત્મક તસવીર)

Anti Terrorism Day 2024 : ભારતમાં દર વર્ષે 21 મેના રોજ આતંકવાદ વિરોધી દિવસ મનાવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ લોકોને આતંકવાદ પ્રત્યે જાગૃત કરવાનો અને આ આતંકવાદ સામે એકતાનો સંદેશ ફેલાવવાનો છે. આ દિવસે ખાસ કરીને યુવાઓને આતંકવાદ અને હિંસાના રસ્તેથી દૂર થવાના મેસેજ આપવામાં આવે છે.

Advertisment

21 મેના રોજ આતંકવાદ વિરોધી દિવસ કેમ મનાવવામાં આવે છે?

21 મે 1991ના રોજ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની બોમ્બ બ્લાસ્ટમાં હત્યા કરવામાં આવી હતી. રાજીવ ગાંધી એક ચૂંટણી રેલીમાં ભાગ લેવા માટે શ્રીપેરંબુદુર (તમિલનાડુ) ગયા હતા. રેલી પહેલા લોકોની શુભેચ્છા સ્વીકારતી વખતે રાજીવ ગાંધી આગળ વધી રહ્યા હતા. ત્યારે પોતાના કપડાની અંદર વિસ્ફોટકો છુપાવીને આતંકવાદી સંગઠન લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમે (એલટીટીઈ) સુસાઇડ બોમ્બ દ્વારા તેમની હત્યા કરી હતી.

આ પછી વીપી સરકારે રાજીવ ગાંધીની યાદમાં 21 મે ના રોજ આતંકવાદ વિરોધી દિવસ તરીકે મનાવવામાં જાહેરાત કરી હતી. ત્યારથી આ દિવસ મનાવવામાં આવે છે.

આતંકવાદ વિરોધી દિવસનું મહત્વ

દુનિયાભરમાં આતંકવાદ ચરમ સીમા પર છે, જેના કારણે હજારો નિર્દોષ લોકો માર્યા જાય છે. બે દેશો વચ્ચે દુશ્મની ઉભી થાય છે. રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસની ઉજવણી રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને શાંતિના મહત્વને બળ મળે છે. સાથે જ સામાન્ય લોકોને આતંકવાદના દુષ્પ્રભાવોથી વાકેફ કરવામાં આવે છે. લોકોને આતંકવાદથી થતી ભયાનકતા અને નુકસાન વિશે બતાવવામાં આવે છે.

Advertisment

આ પણ વાંચો - કેમ મનાવવામાં આવે છે વર્લ્ડ એઇડ્સ રસી દિવસ, જાણો કારણ અને મહત્વ

આતંકવાદ વિરોધી દિવસ પર કાર્યક્રમ

આતંકવાદ વિરોધી દિવસ નિમિત્તે વિવિધ સરકારી, બિનસરકારી અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે વિવિધ મંચો પર આતંકવાદ વિરોધી શપથ લેવામાં આવે છે. આતંકવાદને લગતા વિષયો પર નિબંધ અને વક્તવ્ય જેવી સ્પર્ધાઓ, ચર્ચાઓ, ચિત્રસ્પર્ધાઓ અને સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા લોકોને શાંતિ અને અહિંસાના મહત્વ વિશે જાગૃત કરવામાં આવે છે.

આતંકવાદ વિરોધી દિવસની આગલા દિવસે એટલે કે 20 મે ના રોજ અમદાવાદ એરપોર્ટ પરથી ચાર આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાત એટીએસએ આ મામલે અનેક મોટા ખુલાસા કર્યા છે. ચારે આતંકવાદીઓ આતંકવાદી હુમલાના ઈરાદા સાથે ગુજરાત આવ્યા હતા, તેઓ પાકિસ્તાન આતંકવાદી સંગઠન આઈએસ સાથે સંકળાયેલા છે. તેઓ મૂળ શ્રીલંકાના નાગરિક છે, તેમને હુમલા માટે હથિયાર પણ પાકિસ્તાની હેન્ડલર પહોંચાડવાના હતા, અને તેઓ જેહાદ માટે સુસાઈડ બોમ્બર બની શહીદ થવાના ઈરાદા સાથે આવ્યા હતા

આજના દિવસનો ઇતિહાસ દેશ