Iphone Users : ભારતના આઈફોન યૂઝર્સને એપલે આપી ચેતવણી, જાણો શું છે સમગ્ર મામલો

Apple Warns Iphone Users In India : એપલ કંપનીએ ભારતના આઈફોન યુઝર્સને ચેતવણી આપી છે. એપલે થ્રેટ નોટિફિકેશનમાં પેગાસસ માલવેરની જેમ mercenary સ્પાયવેર એટેકના જોખમ વિશે ચિંતા વ્યક્ત કરી છે.

Apple Warns Iphone Users In India : એપલ કંપનીએ ભારતના આઈફોન યુઝર્સને ચેતવણી આપી છે. એપલે થ્રેટ નોટિફિકેશનમાં પેગાસસ માલવેરની જેમ mercenary સ્પાયવેર એટેકના જોખમ વિશે ચિંતા વ્યક્ત કરી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Apple iphone 14 Plus | iphone 14 Plus | Apple Smartphone | iphone 14 Plus Price | iphone 14 Plus Specification | iphone 14 Plus Price deal

એપલ આઈફોન 14 પ્લસ સ્માર્ટફોન (Image credit: Anuj Bhatia/Indian Express)

Apple Warns Iphone Users Indian About Pegasus Type Spyware Warning : એપલ કંપનીએ ભારતના આઈફોન યુઝર્સને ચેતવણી આપી છે. ભારત ઉપરાંત અન્ય 91 દેશોના પણ આઈફોન યુઝર્સને આ નોટિફિકેશન મોકલવામાં આવ્યું છે. ક્યૂપર્ટિનો સ્થિત કંપનીએ આઈફોન વપરાશકર્તાને ચેતવણી આપી છે કે તેમના આઇફોનને ઇઝરાયેલ એનએસઓ ગ્રૂપના વિવાદાસ્પદ પેગાસસ માલવેરની જેમ mercenary સ્પાયવેર દ્વારા નિશાન બનાવવામાં આવી શકે છે.

Advertisment

એપલે તાજેતરમાં થયેલા સતત એટેક માટે કોઈને જવાબદાર ઠેરવ્યો નથી. તમને જણાવી દઈએ કે ઓક્ટોબર 2023 માં એપલે ભારતના તમામ પક્ષોના વિપક્ષી નેતાઓને આ જ પ્રકારનું નોટિફિકેશન મોકલ્યું હતું. આ સૂચના કોંગ્રેસના શશી થરૂરને આમ આદમી પાર્ટીના રાઘવ ચઢ્ઢા અને ટીએમસીના મહુઆ મોઇત્રાને મોકલવામાં આવી હતી. નોટિફિકેશનમાં તેમના આઇફોન પર સંભવિત રાજ્ય પ્રાયોજિત સ્પાયવેર એટેક ની ચેતવણી આપવામાં આવી છે.

સરકારના દબાણ બાદ એપલે પાછળી સ્પષ્ટતા કરી હતી કે - તે ધમકીની સૂચનાઓ માટે કોઈ ચોક્કસ રાજ્ય-પ્રાયોજિત હુમલાખોરને જવાબદાર ગણતું નથી.

તમને જણાવી દઈએ કે ભારતમાં એપલે નવુ થ્રેટ નોટિફિકેશન ઇમેલ 11 એપ્રિલ (ગુરુવાર) ની રાત્રે 12.30 વાગ્યે મોકલ્યા છે. આ ઇમેઇલ એવા યુઝર્સને મોકલવામાં આવ્યો છે જેમને પેગાસસ જેવા સ્પાયવેરનું જોખમ છે. હાલ એ જાણી શકાયું નથી કે એપલથી કેટલા લોકોને ખતરાની ચેતવણી આપવામાં આવી છે. આ ઇમેઇલમાં NSO-Group ના પેગાસસ સ્પાયવેરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેમાં જણાવાયું છે કે આવા ટૂલનો ઉપયોગ દુનિયાભરના લોકોને ટાર્ગેટ બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે.

Advertisment

આઈફોન યુઝર્સને એપલનો નવો થ્રેટ મેઈલ

અમારા સહયોગી ઇન્ડિયન એક્સપ્રેસને ઇમેઇલની એક નકલ મળી આવી હતી, જે -" એલર્ટ: એપલે તમારા આઇફોન સામે લક્ષિત ભાડૂતી સ્પાયવેર હુમલો શોધી કાઢ્યો" ને આધિન છે. (ALERT: Apple detected a targeted mercenary spyware attack against your iPhone.)

Fraud Case | Crypto Currency Fraud | Forex Trading Fraud | Cyber Fraud | scam
પ્રતિકારત્મક તસ્વીર (Photo - Canva)

નોટિફિકેશન ઇમેઇલમાં વધુમાં કહેવામાં આવ્યું છે, - એપલને જાણવા મળ્યુ છે કે તમને એક mercenary spyware દ્વારા ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે જેણે Apple ID XXX - સાથે સંકળાયેલા તમારા આઇફોનને હેક કરી શકે છે. આ એટેક ખાસ કરીને તમને ટાર્ગેટ કરવા માટે થઇ રહ્યા છે અને તેનું કારણ તમારું નામ અને તમારું કામ બંને હોઈ શકે છે. અલબત્ત, આવા સાયબર એટેકને શોધી કાઢતી વખતે સંપૂર્ણ નિશ્ચિતતા સાથે કશું જ સંભવ નથી, એપલે સંપૂર્ણ વિશ્વાસ સાથે ચેતવણી આપી છે કે કૃપા કરીને આને ગંભીરતાથી લો. '

એપલે થ્રેટ મેલમાં વધુમાં જણાવ્યું હતું કે, Mercenary spyware એટેક, જેમ કે એનએસઓ ગ્રૂપના પેગાસસનો ઉપયોગ કરનાર અસાધારણ રીતે બહુ ઓછા હોય છે અને નિયમિત સાયબર અપરાધિક પ્રવૃત્તિ અથવા ગ્રાહક માલવેરની તુલનામાં બહુ વધારે સોફિસ્ટિકેટેડ (વ્યવહારદક્ષ) હોય છે. આ પ્રકારના એટેકમાં લાખો ડોલરનો ખર્ચ થાય છે અને તેનો બહુ ઓછા લોકોની વિરુદ્ધ ઉપયોગ થાય છે, પરંતુ આ ટાર્ગેટ ચાલુ જ રહે છે અને દુનિયાભરમાં સ્માર્ટફોન યુઝર્સને નિશાન બનાવવામાં આવે છે.

દિગ્ગજ ટેક્નોલોજી કંપનીએ યૂઝર્સને સાવધાન રહેવાની સલાહ આપી છે. આ સાથે તેમને મળેલી તમામ લિંકને લઇ સાવધાન રહેવા ચેતવણી આપી છે. તેમજ અજાણ્યા લોકો તરફથી મળેલી કોઇ લિંક કે એટેચમેન્ટ ન ખોલવાની પણ સલાહ આપવામાં આવે છે. જો કે એપલે એ વાતનો ખુલાસો નથી કર્યો કે કંપનીએ શા માટે થ્રેટ નોટિફિકેશન ઇશ્યૂ કરવા પડ્યા છે.

આ પણ વાંચો | રિયલમીનો પાવરફુલ સ્માર્ટફોન લોન્ચ, 6000 નીટ્સ બ્રાઇટનેસ અને 512 જીબી સ્ટોરેજ, જાણો કિંમત અને ફીચર્સ

તમને જણાવી દઈએ કે એપલે 2021માં આવા થ્રેટ ધમકીના નોટિફિકેશન મોકલવાનું શરૂ કર્યું હતું. અને ત્યાર બાદ 150 દેશોમાં આવા ઈ-મેઈલ મળ્યા છે. ગયા વર્ષે (2023) ઓછામાં ઓછા 20 ભારતીય આઇફોન યુઝર્સને આવા થ્રેટ મેસેજ મળ્યા હતા.

સ્માર્ટફોન india ટેકનોલોજી