Apple Vision Pro : એપલનું 'વિઝન પ્રો' મિક્સ્ડ રિયાલિટી હેડસેટ લોન્ચ; તેમાં ક્યું વિજ્ઞાન છે, ખાસિયતો અને કેવી રીતે કાર્ય કરે છે? જાણો

Apple Vision pro device : એપલ કંપનીએ તાજેતરમાં તેના નવા ડિવાઇસ Vision Pro મિક્સ્ડ રિયાલિટી હેડસેટની રજૂઆત કરી છે. આ હેડસેટ પાછળ ક્યુ વિજ્ઞાન છે અને તે કેવી રીતે કાર્ય કરે છે, જાણો

Apple Vision pro device : એપલ કંપનીએ તાજેતરમાં તેના નવા ડિવાઇસ Vision Pro મિક્સ્ડ રિયાલિટી હેડસેટની રજૂઆત કરી છે. આ હેડસેટ પાછળ ક્યુ વિજ્ઞાન છે અને તે કેવી રીતે કાર્ય કરે છે, જાણો

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Apple Vision pro device

એપલનું Vision Pro હેડસેટ પહેરેલ મોડેલની છબી. (ક્રેડિટ: Apple)

Apple એ તાજેતરમાં તેના લાંબા સમયથી રાહ જોવાઇ રહેલા મિક્સ્ડ રિયાલિટી હેડસેટનું લોન્ચિંગ કર્યુ છે, જેને "વિઝન પ્રો" કહેવામાં આવે છે - જે 2014માં તેની Apple વૉચ લૉન્ચ કર્યા પછી ટેક જાયન્ટનું પ્રથમ મુખ્ય પ્રોડક્ટ છે. આ ડિવાઇસ જે 2024ની શરૂઆતમાં લોન્ચ થશે ત્યારે તેનું 3499 ડોલરમાં વેચાણ કરાશે. આ ડિવાઇસ સામાન્ય કસ્ટમરના બદલ ડેવલપર્સ અને કન્ટેન્ટ ક્રિયેટર માટે તૈયાર કરાઇ છે. આ હેડસેટ 'સાય-ફાઇ' જેવું લાગે છે, તે માત્ર Apple માટે જ નહીં પરંતુ સમગ્ર ઉદ્યોગ માટે નવા યુગની શરૂઆત હોઈ શકે છે. Apple વિઝન પ્રોને વિશ્વનું પ્રથમ અવકાશી કોમ્પ્યુટર ગણાવી રહ્યું છે પરંતુ તે શું કરે છે? તો ચાલો જાણીયે આ વિઝન પ્રો હેડસેટ પાછળનું વિજ્ઞાન

Advertisment

એપલનું વિઝન પ્રો શું છે?

સરળ શબ્દોમાં કહીએ તો, Apple નું Vision Pro તમારી વાસ્તવિક દુનિયાના વાતાવરણમાં ટેક્નોલોજીનું આવરણ ઉમેરીને ડિજિટલને વાસ્તવિક દુનિયામાં લાવે છે. એકવાર જ્યારે તમે સ્કી ગોગલ્સની જોડીની યાદ અપાવે તેવા હેડસેટ પર પટ્ટા લગાવી લો, પછી તમે iPhones અથવા Mac કમ્પ્યુટર્સનો ઉપયોગ કરીને જે Apple અનુભવથી પરિચિત હોવ તેવી વાસ્તવિક દુનિયામાં લાવવામાં આવે છે.

પરંતુ તે ખરેખર એટલું સરળ નથી. વિઝન પ્રો અન્ય ઘણા Apple ડિવાઇસનું નેતૃત્વ કરે છે - ઘણી બધી જટિલ ટેકનોલોજી છે જે એક સરળ યુઝર્સ દ્વારા સામનો અને અનુભવવામાં આવી રહી છે.

Appleના ટેક્નોલોજી ડેવલપમેન્ટ ગ્રુપના વાઇસ પ્રેસિડેન્ટ માઇક રોકવેલે એક પ્રેસ નિવેદનમાં જણાવ્યું હતું કે, "અમારું પ્રથમ અવકાશી કોમ્પ્યુટર બનાવવા માટે સિસ્ટમના લગભગ દરેક પાસાઓમાં શોધ જરૂરી છે. હાર્ડવેર અને સોફ્ટવેરના ચુસ્ત સંયોજન મારફતે અમે કોમ્પેક્ટ વેરેબલ ફોર્મ ફેક્ટરમાં એક સ્ટેન્ડઅલોન અવકાશી કોમ્પ્યુટર ડિઝાઇન કર્યું છે જે અત્યાર સુધીનું સૌથી એડવાન્સ પર્સનલ ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ છે,”

Advertisment

હેડસેટ કેવી રીતે કાર્ય કરે છે?

હેડસેટ તે કેવી રીતે કરે છે તે વિશે આપણે વિચારીએ તેની પહેલાં, તે શું કરે છે તે સમજવું કદાચ સમજદારીભર્યું રહેશે. મિક્સ્ડ રિયાલિટી હેડસેટ એપલની નવી વિઝન OS ઓપરેટિંગ સિસ્ટમને ત્રણ પરિમાણોમાં લાવવા માટે બિલ્ટ-ઇન ડિસ્પ્લે અને લેન્સ સિસ્ટમનો ઉપયોગ કરે છે. એપલ અનુસાર વિઝન પ્રો સાથે, યુઝર્સ તેમની આંખો, હાથ અને અવાજનો ઉપયોગ કરીને OS સાથે સંપર્ક કરી શકે છે. આનો અર્થ એ હોવો જોઈએ કે યુઝર્સ ડિજિટલ કન્ટેન્ટ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરી શકે છે જાણે કે તે વાસ્તવિક દુનિયામાં હાજર હોય.

પ્રમોશનલ વિડિયો જ્યાં પહેરનારાઓની આંખો દેખાય છે તે એવું લાગે છે કે વિઝન પ્રો પારદર્શક કાચનો ઉપયોગ કરે છે અને હવે નિષ્ક્રિય Google લેન્સ પર ઓવરલે મૂકે છે, પરંતુ એવું નથી. આંખો બહારથી દેખાય છે કારણ કે ત્યાં એક બાહ્ય ડિસ્પ્લે હોય છે જે તમારી આંખોમાં લાઇવ સ્ટ્રીમ દેખાડે છે.

ટેકક્રંચના જણાવ્યા અનુસાર વિઝન પ્રો કુલ 23 સેન્સર્સનો ઉપયોગ કરશે, જેમાં 12 કેમેરા, પાંચ સેન્સર અને છ માઇક્સનો સમાવેશ થાય છે. તે આ સેન્સર્સનો ઉપયોગ તેની નવી R1 ચિપ, બે ઇન્ટરનલ ડિસ્પ્લે (પ્રત્યેક આંખ માટે એક) અને એક કોમ્પ્લેક્સ લેન્સ સિસ્ટમ સાથે કરશે જેથી યુઝર્સને એવું લાગે કે તેઓ વાસ્તવિક દુનિયા જોઈ રહ્યા છે, જ્યારે હકીકતમાં તેઓ "લાઇવ ફીડ" ટોપ પર ઓવરલે સાથે તેમની આસપાસનું જોઇ રહ્યા હોય છે.

એપલના જણાવ્યા અનુસાર R1 ચિપને "અવરોધો દૂર કરવા" અને મોશન સિકનેસ માટે ડિઝાઇન કરવામાં આવી છે. અલબત્ત, ડિવાઇસમાં બાકીની કોમ્પ્યુટેશનલ પ્રક્રિયાઓ માટે વધારાની કોન્વેન્શનલ M2 ચિપ પણ છે જે હકીકતમાં તમે ડિવાઇસ સાથે જે એપ્લિકેશનનો ઉપયોગ કરો છો તેને સંચાલિત કરશે.

હેડસેટની અંદરના ઇન્ફ્રારેડ કેમેરા તમારી આંખોને ટ્રૅક કરશે જેથી ડિવાઇસ તમારી આંખ કેવી રીતે ફરે છે તેના આધારે ઇન્ટરનલ ડિસ્પ્લે બદલી શકે, જેથી તે હલનચલનના આધારે તમારી આસપાસનું દૃશ્ય કેવી રીતે બદલાશે તેની નકલ કરી શકે છે.

હેડસેટ પર ડાઉનવર્ડ-ફાયરિંગ એક્સટીરીયર કેમેરા પણ છે. આ તમારા હાથને ટ્રેક કરશે જેથી કરીને તમે હાવભાવનો ઉપયોગ કરીને visionOS સાથે સંપર્ક કરી શકો. બહારની બાજુએ LIDAR સેન્સર પણ છે જે રીઅલ-ટાઇમમાં વિઝન પ્રોની આસપાસની વસ્તુઓની સ્થિતિને ટ્રૅક કરશે.

publive-image
Appleનું કહેવું છે કે. યુઝર્સ હાવભાવથી વિઝન પ્રો સાથે સંપર્ક કરી શકે છે. (ઇમેજ ક્રેડિટ: એપલ)

વિઝન પ્રો પાછળ શું વિજ્ઞાન છે?

આપણે થ્રી- ડાયમેન્શનલ વિશ્વમાં રહીએ છીએ અને આપણે તેને 3Dમાં જોઈએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે આપણી આંખો ફક્ત બે પરિમાણમાં જ વસ્તુઓને અનુભવી શકે છે? આપણે જે ઊંડાણને અનુભવીએ છીએ તે જ કંઈક છે જે આપણા મગજે કરવાનું શીખ્યા છે. તે દરેક આંખોમાંથી બે થોડી અલગ છબીઓ લે છે અને આપણે જે ઊંડાણ તરીકે સમજીએ છીએ તે રજૂ કરવા માટે તેની પોતાની પ્રક્રિયા કરે છે.

આ પણ વાંચોઃ GenZ ના યુગમાં, આ રીતે AI બ્રોડકાસ્ટર્સને સોશિયલ મીડિયામાં લોકપ્રિય થવામાં મદદ કરી રહ્યું છે

સંભવતઃ, વિઝન-પ્રો પૈકીના બે ડિસ્પ્લે આપણા મગજ દ્વારા બે થોડી અલગ ઈમેજો પ્રદર્શિત કરીને આ પ્રક્રિયાનો લાભ મેળવશે, આપણા મગજને એવું વિચારવા માટે પ્રેરિત કરશે કે તે 3D ડાયમેન્શનલ ઈમેજ જોઈ રહ્યું છે.

Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો.

ટ્રેન્ડિંગ ન્યૂઝ ટેકનોલોજી બિઝનેસ