Artificial Intelligence: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માનવ જીવનનો અભિન્ન અંગ બની જશે; 2024માં ટેકનોલોજી ક્યા – કેવી અસર કરશે

Artificial Intelligence Technology In 2024: નવા વર્ષ 2024માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આપણા જીવનમાં વધુ પગપસેરો જશે. તે સ્માર્ટફોનથી લઈને લેપટોપ સુધીની દરેક ચીજનો અભિન્ન અંગ બની શકે છે, અને તેનો ઉપયોગ યુઝર્સની ચોક્કસ જરૂરિયાતો અનુસાર વેબસાઈટથી લઈને ગેજેટ્સ સુધીની દરેક બાબતને પર્સનલાઇઝ કરવા હેતુ કરવામાં આવશે.

Updated : December 29, 2023 21:35 IST
Artificial Intelligence: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માનવ જીવનનો અભિન્ન અંગ બની જશે; 2024માં ટેકનોલોજી ક્યા – કેવી અસર કરશે
Technology News 2024: ધ ઈન્ડિયન એક્સપ્રેસે ChatGPT 4ને આ રિપોર્ટ વાંચ્યા પછી વિઝ્યુઅલાઈઝ કરવા કહ્યું ulgx. DALL-Eનો ઉપયોગ કરીને આ રજૂ થયું છે. આ ઇમેજ એડિટ કરવામાં આવી નથી.

(Nandagopal Rajan) Artificial Intelligence Technology In 2024: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની દુનિયાભરમાં બોલબાલા છે. ટેકનોલોજી આટલી પાવરફૂલ અગાઉ ક્યારેય ન હતી – અને ખરેખર તે દરેક ક્ષણે વધુ શક્તિશાળી બની રહી છે. આ જ કારણે વિતેલ વર્ષ અભૂતપૂર્વ રહ્યું છે – ટેકનોલોજી અને તેની સાથે સંકળાયેલી દરેક બાબતો અગાઉ આટલી ઝડપથી બદલાતી ન હતી, આપણે ક્યાં છીએ અને આગળ ક્યાં જઈ રહ્યા છીએ તેના પર નજર રાખવી ખૂબ મુશ્કેલ બની ગઈ છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જે નવી બાબતોમાં પોતાનો માર્ગ શીખી રહી છે, અને આપણને જણાવે છે કે કરવા માટે હજી પણ વધુ સારી બાબતો છે અને તે કરવાની ઝડપી રીતો છે. અન્ય ટેક્નોલોજીઓ કે જ્યાં પરિવર્તન સતત થતુ હોય છે પરંતુ તબક્કાવાર હોય છે, જેમ કે સ્માર્ટફોન અને કોમ્પ્યુટર, હાલની પરિસ્થિતિમાં પાછળ હોય તેવું લાગે છે.

જે ગતિથી AI આપણા કાર્યોમાં ઘણું બદલી રહ્યું છે તેનાથી આપણને આશ્ચર્ય ન થવું જોઈએ. તેના વિકાસના ઘણા વર્ષોમાં આટલા સારા બોધપાઠ મળ્યા છે, અને આ શીખવાની તેની પોતાની સમજણમાં અચાનક વધારો, AI ને આપણે બધાએ ક્યાં જવું જોઈએ તેની નવી ટ્રેન્ડ લાઇન બનાવવાની ભગવાન જેવી ક્ષમતા આપી છે. આ બાબત ચોક્કસપણે ડરામણી છે — કારણ કે આ હજી પણ એક એવી ટેકનોલોજી છે જેને આપણે સંપૂર્ણપણે સમજી શકતા નથી, અને ખાતરી નથી કે આપણે તેને સંપૂર્ણ નિયંત્રિત કરી શકીયે છીએ કે કેમ.

પરંતુ આ નવા પાવરનો ઉપયોગ કરવાની આપણી ક્ષમતા આગામી વર્ષમાં વધુ સારી બનવી જોઈએ. જો કે AI ના અમુક નકારાત્મક પાસાઓ પર લગામ મૂકવાની આપણી ક્ષમતા અને ઈચ્છાશક્તિ હોવી જોઈએ – જેમ કે ડીપ ફેક્સ, જે સાચું શું છે અને શું નથી તે સમજવું મુશ્કેલ બનાવે છે.

વિશ્વની સૌથી મોટી અને સૌથી જૂની લોકશાહી, ભારત અને અમેરિકામાં નિર્ણાયક ચૂંટણીના વર્ષમાં, આ અભૂતપૂર્વ હદ સુધી ચાલુ રહેશે. મતદારોએ દરેક વાક્ય અને દરેક વાયરલ વિડિયો ક્લિપ જોવી પડશે અને દરેક ઓડિયો મેસેજને શંકાની નજરે સાંભળવો પડશે કે આ કદાચ નકલી હોઈ શકે છે – તેઓ ખરેખર જેને જોઈ રહ્યા છે તેમના દ્વારા બનાવવામાં આવેલી નથી.

superfoods for mental health diet foods to activate your brain health tips gujarati news
Brain Health : મગજની તંદુરસ્તી અને યાદશક્તિ વધારવા માટે એક્સપર્ટે આ સુપરફૂડની કરી ભલામણ

તે ચિંતાનો વિષય છે કે ભારતના મોટાભાગના મતદારોને એ સમજ નથી કે આર્ટિફિશિયલ કન્ટેન્ટે પહેલેથી જ તેમના જીવનમાં ઘૂસણખોરી કરી રહી છે. આવી બધી ઘટનાઓ માનવીએ સદીઓથી જે બનાવ્યું છે તેનો નાશ કરવાની ક્ષમતા તેમને ન મળે તેની 2024માં ખાતરી કરવી આવશ્યક બની ગઇ છે.

AI દરેક જગ્યાએ હશે

હકીકતમાં, AI પહેલેથી જ દરેક જગ્યાએ છે – વીજળીની જેમ. પરંતુ 2024માં, તે આપણા જીવનમાં વધુ પગપસેરો કરશે. આનો અર્થ શું છે તેના પ્રથમ સંકેતો ત્યારે આવ્યા જ્યારે Humaneએ તેનો AI પિન લોન્ચ કર્યો, જે મહદંશે માને છે કે તે સ્માર્ટફોનનું સ્થાન લઇ શકે છે. તે સ્પષ્ટપણે એક માર્ગ હતો કે, કેવી રીતે આ નવી ટેક્નૉલૉજી અમે જે કંઈ કરીએ છીએ તેને લઈ જવા માટે યોગ્ય ચાલકબળ શોધ્યા પછી તેને કેવી રીતે અસર કરી શકે છે.

2024માં, AI સ્માર્ટફોનથી લઈને લેપટોપ સુધીની દરેક ચીજનો અભિન્ન ભાગ બની જશે. તે આ ઉપકરણો પર પહેલેથી જ ઉપલબ્ધ છે, પરંતુ મર્યાદિત કામગીરી સાથે. તમે ટૂંક સમયમાં એવા મૉડલ્સ જોશો કે જે ઇન્ટરનેટની ઍક્સેસ વિના AI ઑન-ડિવાઈસ ચલાવી શકે છે, અને જવાબો આપવાની ક્ષમતા સાથે, મોટા પાયે કમ્પ્યુટિંગ કરી શકે છે અને વાસ્તવિક સમયમાં કાર્યક્ષમતાને ઑપ્ટિમાઇઝ કરી શકે છે.

AI યુઝર્સકની ચોક્કસ જરૂરિયાતો અનુસાર વેબસાઇટ્સથી લઈને ગેજેટ્સ સુધીની દરેક વસ્તુને પર્સલનાઇઝ કરીને વિવિધ બાબતોને કનેક્ટ કરવામાં પણ મદદ કરશે — અને યુઝર્સ વિશે વધુ જાણવા માટે તે પોતાને સંશોધિત કરશે.

જો આપણા ઉપકરણોમાં ઇન્ટેલિજન્સનું આ સ્તર ટૂંક સમયમાં યુઝર્સ માટે AI ક્ષમતાઓ લાવતી ઓપરેટિંગ સિસ્ટમ્સ કરતાં વધુ મહત્વપૂર્ણ બની જાય તો આશ્ચર્ય ન પામતા. જનરેટિવ AI પાસે કંટાળાજનક ટેકને પાછળની બાજુ ધકેલવાની શક્તિ છે કારણ કે તે યુઝર્સ સાથે તેમની જરૂરિયાતો મુજબ વાર્તાલાપ કરે છે, અને તેઓ જે ઇચ્છે છે એકદમ તેવી રજૂઆત કરે છે.

જો કે, આ વર્ષે AI પ્લેટફોર્મ્સ પોતાને વધુ રેગ્યુલેટર કરવાનું શરૂ કરશે, તેવા સેક્ટરોની ઍક્સેસને પણ પ્રતિબંધિત કરશે જ્યાં તેઓ વિચારે છે કે હાલના સમયે યુઝર્સને ઍક્સેસ પ્રદાન કરવી જોખમી બની શકે છે. હકીકતમાં, જવાબદાર AI તમામ મોટા AI પ્લેટફોર્મનો અભિન્ન ભાગ બની જશે, ભલે ઘણા નાના ખેલાડીઓ નવા સેક્ટરોમાં મંદ ગતિએ આગળ ધપાવવાનું ચાલુ રાખે.

મેડ ઈન ઈન્ડિયાની અપેક્ષા વધારે

છેલ્લા કેટલાક વર્ષોમાં, ભારતે દેશની અંદર ટેક પ્રોડક્ટ્સ બનાવવા તરફ ભારે દબાણ કર્યું છે, માત્ર તેનું અહીં એસેમ્બલિંગ કરવા માટે નહીં. આ નિર્ણયના હવે ફળ સામે આવી રહ્યા છે કારણ કે સમગ્ર દેશમાં ઇકોસિસ્ટમ અને પ્રોડક્ટ સ્ટાર્ટઅપ કલ્ચરનો બંનેનો વિકાસ થઇ રહ્યો છે.

artificial intelligence and humans Image: Mohamed Hassan/Pixabay)
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને માનવો (ફોટો: મોહમ્મદ હસન/પિક્સબે)

ભારતમાં એસેમ્બલ ન થયેલો સ્માર્ટફોન ખરીદવો હવે લગભગ અશક્ય છે. 2024માં, આ બાબત ઓડિયોથી કમ્પ્યુટર સુધીના અન્ય સેગમેન્ટમાં ફેલાઈ જશે, કારણ કે વધુ કંપનીઓ સરકારની પ્રોડક્શન-લિંક્ડ ઈન્સેન્ટિવ (PLI) સ્કીમનો લાભ ઉઠાવી રહી છે. હવે એ દિવસ દૂર નથી જ્યારે એક હાઇ-એન્ડ ગેજેટ સંપૂર્ણપણે ભારતમાં મેન્યુફેક્ચર્ડ હશે, જેમાં પ્રોસેસર સહિત તમામ પાર્ટ્સ દેશની અંદર બનેલા હશે.

ભારતીય સ્ટાર્ટઅપ્સ હાઇ-એન્ડ ઓડિયો જેવા નવા સેગમેન્ટની પણ શોધ કરી રહ્યા છે, જ્યાં ભારત ક્યારેય ખેલાડી રહ્યું નથી. આ આવનારી બાબતોનો સંકેત છે. આમ લાંબા ગાળે ખાસ કરીને જો સરકાર સ્થાનિક ઉત્પાદનને વધુ પ્રોત્સાહન આપવાનું નક્કી કરે તો ભારતમાં બનેલા ઘણા બધા ગેજેટ્સની કિંમત નીચી રહી શકે છે.

તમારા ગેજેટ્સ વધુ એન્વાર્યમેન્ટ ફ્રેન્ડલી બનશે

દુનિયા વ્યાપકપણે ગ્રીન ટેકનોલોજી તરફ આગળ વધી રહી છે, ખાસ કરીને ઇલેક્ટ્રિક વ્હીકલ સાથે. આ દરમિયાન વધુ એક ગ્રીન રિવોલ્યુએશન થઈ રહી છે, જેમાં ટેક કંપનીઓ ગ્રીન ટેક અને રિસાયકલ કરેલી સામગ્રીમાંથી તેમની સમગ્ર પ્રોડક્ટ ચેઇનને વધુ ટકાઉ બનાવે છે.

એપલથી લઈને સેમસંગ અને લેનોવો સુધીની તમામ મોટી કંપનીઓ હવે તેઓ જે કંઈ પણ કરે છે તેમાં પર્યાવરણને મહત્વ આપે છે અને ટકાઉપણું એ વિચારધારાના તબક્કાથી લઈને ઉત્પાદન ડિઝાઇનનો એક મોટો ભાગ બની છે. આમ ભવિષ્યમાં આ પહેલ એક નિયમ પણ બની શકે છે.

પરંતુ ગ્રીન ટેકનોલોજી તરફ જવા માટે તમારે કિંમત ચૂકવવી પડી શકે છે. ગ્રીન ટેકનોલોજી પાછળ ઘણો ખર્ચ થાય છે.

ઈન્ટરનેટ વધુ ખાનગી હશે

ઇન્ટરનેટ પર હવે કૂકીઝ વિનાની દુનિયા નજીક છે. જ્યારે તેનો અર્થ યુઝર્સ માટે વધારે પ્રાયવસી / ગોપનીયતા હશે, તેની સાથે ખર્ચ પણ થશે.

Robot | AI Robot | Artificial Intelligence | Robots
રોબોટની પ્રતિકાત્મક તસ્વીર (Photo – Canva)

તમે ધીમે ધીમે તમારા ઇ-મેલથી લઈને ઈ-કોમર્સ સાઇટ્સ અને સર્ચ એન્જિન સુધી અનિચ્છાએ જોવી પડતી જાહેરાતોને તમે બંધ કરશો, પરંતુ તમે ઘણા બધા પ્લેટફોર્મ પર પર્સનલાઇઝેશનની ફેસેલિટી પણ ગુમાવશો કારણ કે તેમને તમારી બ્રાઉઝિંગ પેટર્ન અને પસંદ-નાપસંદની પણ જાણકારી હશે.

હવે, વાસ્તવિકતા પર વર્ચ્યુઅલનું આવરણ

તેને ઓગમેન્ટેડ રિયાલિટી (એઆર) અથવા એક્સટેન્ડ રિયાલિટી (એક્સઆર) કહેવાય છે, પરંતુ તેને મેટાવર્સ કહી શકાય નહીં . જેમ જેમ મેટાવર્સ વર્સ કરતાં વધુ મેટા બની રહ્યું છે, ત્યાં એવી ટેકનોલોજી તરફ એક પીવોટ થઈ રહ્યું છે જે આપણા વાસ્તવિક વિશ્વોની ટોચ પર એક ઇઝી-ટુ-એક્સેસ-અને-કન્ઝ્યુમ સ્માર્ટ લેયર ઓફર કરે છે.

આ ટેક્નોલોજીઓ પોતાને સાદા સ્માર્ટ ગોગલ્સ અથવા વધુ ખર્ચાળ VR હેડસેટ્સ દ્વારા પ્રગટ કરશે, પરંતુ તે બધા વધારે પર્સનલ “ટેકવર્સ” ઓફર કરશે, જે લોકોને તેઓ જે પરિસ્થિતિમાં છે તેની વધુ સારી સમજણ મેળવવામાં મદદ કરશે. તે આગામી સમયમાં પણ શરૂ થશે. સોશિયલ મીડિયા પર જ્યાં હાલના ક્ષણે તમે જે અનુભવો છો તેનો અનુભવ પ્રગત કરવા માટે શબ્દો કે આંખો મારફતે તમે અન્ય લોકોને આમંત્રિત કરો છો.

આ પણ વાંચો | ChatGPT અને OpenAI એકાઉન્ટ અને સર્ચ હિસ્ટ્રી ડિલિટ કરવાની સરળ રીત, તમારા પર્સનલ ડેટા રહેશે સુરક્ષિત

જો કે હાલની અને નવી કંપનીઓ માટે તમારા માટે રીઅલ-ટાઇમમાં એક લેયર તરીકે નોલેજ આપવા ઘણો અવકાશ છે — પ્રથમ વખત કોઈ વ્યક્તિને મળવાની કલ્પના કરો અને તમારા સ્માર્ટ ચશ્મામાં તેમનો LinkedIn બાયો મેળવો અથવા કેટલા ગોગલ્સ મારફતે તમારા પરિવાર માટે તમારી બીચ ટ્રિપને સ્ટ્રીમ કરો અને ઘરે પરત ફરે છે. રિયાલિટી તેના વિસ્તરણના આગામી પડાવ માટે સજ્જ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ