/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Aap-Congress-India-Alliance-Press-Conference.jpg)
ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ દ્વારા 24 માર્ચ, 2024, રવિવારના રોજ નવી દિલ્હીમાં કોન્સ્ટિટ્યુશન ક્લબ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. (Photo - @AamAadmiParty)
Aap Congress India Alliance Protest In Ramlila Maidan At Delhi : આપ પાર્ટી નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ સામેના વિરોધમાં વિપક્ષ પણ જોડાયું છે. કેજરીવાલની ધરપકડના વિરોધમાં હવે ઈન્ડિયા ગઠબંધન શક્તિ પ્રદર્શન કરવાની તૈયારી કરી રહ્યું છે. ઈન્ડિયા ગઠબંધને આગામી 31 માર્ચ, 2024ના રોજ દિલ્હીના રામ લીલા મેદાનમાં મહારેલીનું આયોજન કરશે.
દિલ્હીના સીએમની ધરપકડ બાદ રવિવારે કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટી એ પ્રથમ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન ગોપાલ રાયે કહ્યું કે, મોદી સરકાર વિપક્ષને નાબૂદ કરવાની તૈયારી કરી રહી છે. તેમણે ઉમેર્યું કે, દેશને બચાવવા માટે ભારત ગઠબંધન 31 માર્ચે દિલ્હીના રામલીલા મેદાનમાં મહા રેલીનું આયોજન કરશે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/arvind-kejriwal-arrest-1.jpg)
દિલ્હી કોંગ્રેસના વડા અરવિંદર સિંહ લવલીએ કહ્યું કે વિપક્ષને સમાન તકો આપવામાં આવી રહી નથી, કોંગ્રેસ ના એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે, મુખ્યમંત્રીઓની ધરપકડ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે ૩૧ માર્ચે રેલી રાજકીય નહીં પરંતુ લોકશાહીને બચાવવા અને કેન્દ્ર વિરુદ્ધ અવાજ ઉઠાવવાની હાકલ છે.
देश के अंदर जिस तरह प्रधानमंत्री मोदी जी ने लोकतंत्र की हत्या करके CM @ArvindKejriwal जी को गिरफ्तार किया है।
जो लोग भी संविधान और लोकतंत्र से मोहब्बत करते हैं, संस्थाओं से मोहब्बत करते हैं, सबके मन में आक्रोश है।
बात केवल Arvind Kejriwal की नहीं है, एक-एक करके, सम्पूर्ण विपक्ष… pic.twitter.com/4Im8sRChIr— AAP (@AamAadmiParty) March 24, 2024
અરવિંદ કેજરીવાલના પત્નીની જનતાને અપીલ
અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે એક વીડિયો મેસેજ જાહેર કર્યો છે. સુનીતા કેજરીવાલે આ વીડિયો દ્વારા પોતાના પતિ અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલનો સંદેશ શેર કર્યો છે. અરવિંદ કેજરીવાલને શુક્રવારે રાઉઝ એવન્યુ કોર્ટે 28 માર્ચ સુધી ED કસ્ટડીમાં મોકલી દીધા હતા.
આ પણ વાંચો | ઓરોબિંદો ફાર્મા એ ડિરેક્ટરની ધરપકડ બાદ માત્ર ભાજપને દાન આપ્યું, કેજરીવાલની રિમાન્ડ અરજીમાં ઈડીનો ખુલાસો
સુનીતા કેજરીવાલે કહ્યું, “તમારા પુત્ર અને તમારા ભાઈ અરવિંદ કેજરીવાલજીએ જેલમાંથી તમારા માટે સંદેશ મોકલ્યો છે… મારા વ્હાલા દેશવાસીઓ, ગઈકાલે મારી ધરપકડ કરવામાં આવી હતી… હું અંદર હોઉં કે બહાર દરેક ક્ષણે દેશની સેવા કરતી રહીશ. હું મારા જીવનની એક એક ક્ષણ દેશની સેવા કરતો રહીશ. મારા જીવનની એક ક્ષણ દેશને સમર્પિત છે. મારા શરીરનો દરેક તંતુ દેશ માટે છે. મારું આ પૃથ્વી પરનું જીવન સંઘર્ષ માટે જ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us