/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Arvind-Kejriwal.jpg)
અરવિંદ કેજરીવાલ (ફોટો - ફાઈલ)
Arvind Kejriwal Arrest: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે 15 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. એટલે કે હવે તે પોતાના 15 દિવસ દિલ્હીની પ્રસિદ્ધ તિહાડ જેલમાં વિતાવશે. તિહાડ જેલમાં રહેનાર તેઓ આમ આદમી પાર્ટીના ચોથા નેતા છે. આ પહેલા મનીષ સિસોદિયા, સંજય સિંહ, સત્યેન્દ્ર જૈન પણ તિહાડ જેલમાં છે. લોકસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રીની ધરપકડને લઈને રાજકીય ઘમાસાણ મચ્યું છે.
કેજરીવાલ જેલ નંબર 2 માં રહેશે
કેજરીવાલ તિહાડની જેલ નંબર 2માં રહેશે. મનીષ સિસોદિયા પણ જેલ નંબર 2 માં છે. જ્યારે સત્યેન્દ્ર જૈન 7 અને સંજય સિંહ 5 નંબરની જેલમાં છે. કે કવિતા જેલ નંબર 6 માં છે.
શું હશે અરવિંદ કેજરીવાલની જેલની દિનચર્યા?
તિહાડમાં રહેતા કેદીઓનો દિવસની શરૂઆત જેલના સમયપત્રક મુજબ સવારે 6:30 વાગ્યે શરૂ થશે. કેદીઓને નાસ્તામાં ચા અને બ્રેડ પીરસવામાં આવે છે. અહીં દરેક કેદીએ આ ટાઇમ ટેબલનું પાલન કરવાનું હોય છે. અરવિંદ કેજરીવાલ પણ તેને ફોલો કરશે.
બપોરનું ભોજન સવારે 10:30 થી 11 કલાકની વચ્ચે આપવામાં આવશે, જેમાં એક દાળ, એક શાક, પાંચ રોટલી અથવા ભાત હશે. આ પછી સાંજે 5:30 વાગ્યે ડિનર માટે પણ આવું જ ભોજન આપવામાં આવે છે અને સાંજે 7 વાગ્યે તમામ કેદીઓને તેમની બેરેકમાં જવું પડશે.
આ પણ વાંચો - અરવિંદ કેજરીવાલ 15 એપ્રિલ સુધી જેલમાં રહેશે, રાઉઝ એવન્યુ કોર્ટનો નિર્ણય
અરવિંદ કેજરીવાલને જેલમાં ટીવી જોવાની સુવિધા મળશે, જેમાં 18થી 20 ચેનલ્સ એક્સેસ કરી શકાશે. જો સ્વાસ્થ્યની વાત કરીએ તો તેમને 24 કલાક ડોક્ટર મળશે. તે અઠવાડિયામાં બે વાર પરિવારના સભ્યોને મળી શકશે.
અરવિંદ કેજરીવાલે કરી હતી આવી માંગ
કોર્ટના નિર્ણય બાદ સીએમના વકીલોએ કોર્ટ સમક્ષ કસ્ટડી દરમિયાન કેટલાક પુસ્તકો આપવાની મંજૂરી માંગી છે. આ પુસ્તકોમાં ભગવદ્ ગીતા, રામાયણ અને પત્રકાર નીરજા ચૌધરીના પુસ્તક 'હાઉ પ્રાઇમ મિનિસ્ટર્સ ડિસિઝન'નો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અરજી દાખલ કરીને ન્યાયિક કસ્ટડીમાં હોય ત્યારે સ્પેશ્યલ ડાયેટ, દવા, પુસ્તકોની માંગ કરી છે. આ ઉપરાંત સીએમે ધાર્મિક લોકેટ પહેરવાની પણ મંજૂરી માંગી છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us