/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/Arvind-Kejriwal-House-.jpg)
Arvind Kejriwal House: દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલનો નવી દિલ્હી ફ્લેગ સ્ટાફ રોડ સ્થિત ઘર.
CAG Audit Report On Arvind Kejriwal House Renovation Cost: દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ માટે બનાવવામાં આવેલા સરકારી આવાસના નવીનીકરણ પર ભાજપ અને કોંગ્રેસ બંને સવાલો ઉભા કરી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ બંનેએ સત્તાવાર નિવાસસ્થાનને શીશ મહેલ તરીકે ઓળખાવ્યું છે. સાથે જ કેગનો ઓડિટ રિપોર્ટ આવ્યો છે, જેમાં એ મકાનનો રિનોવેશન ખર્ચ પ્રસ્તાવિત કરતાં ત્રણ ગણું વધારે કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3 જાન્યુઆરીએ દિલ્હીમાં એક જનસભાને સંબોધિત કરી હતી, જેમાં તેમણે શીશ મહેલનો ઉલ્લેખ કર્યો હતો.
લોકનિર્માણ વિભાગ દ્વારા રિનોવેશન થયું
તત્કાલીન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું રિનોવેશન કરેલું નિવાસસ્થાન જાહેર બાંધકામ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. ઓડિટ રિપોર્ટ અનુસાર આ રિનોવેશનનો પ્રારંભિક ખર્ચ 7.91 કરોડ રૂપિયા જણાવવામાં આવ્યો હતો. પરંતુ બાદમાં 2020માં લગભગ 8.62 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું હતું. પરંતુ જ્યારે 2022માં તે પૂર્ણ થયું ત્યારે તેનો કુલ ખર્ચ 33.66 કરોડ રૂપિયા હતો. ઇન્ડિયન એક્સપ્રેસે કેગના જનરલ ગિરીશચંદ્ર મુર્મૂના અહેવાલને ટાંકીને આ પ્રકાશિત કર્યું છે. તેઓ 20 નવેમ્બર 2024 ના રોજ નિવૃત્ત થયા હતા અને તેમની નિવૃત્તિના એક અઠવાડિયા પહેલા આ અહેવાલ પર હસ્તાક્ષર કર્યા હતા.
અરવિંદ કેજરીવાલના ઘર રિનોવેશન માટે ક્યાં કેટલો ખર્ચ થયો
કેગ રિપોર્ટ અનુસાર દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલના ઘર રિનોવેશનમાં પડદા માટે 96 લાખ રૂપિયા, કિચન ઇક્વિપમેન્ટ માટે 39 લાખ રૂપિયા, ટીવી કન્સોલ માટે 20.34 લાખ રૂપિયા, ટ્રેડમિલ અને જિમના સાધનો માટે 18.52 લાખ રૂપિયા, સિલ્ક કાર્પેટ માટે 16.27 લાખ રૂપિયા, મિનિબાર માટે 4.80 લાખ રૂપિયા, દિવાલો માટે માર્બલ સ્ટોન માટે 20 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. જો કે તેની કિંમત 66.89 લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/arvind-kejriwal.jpg)
કેગના ઓડિટ રિપોર્ટમાં મુખ્ય પ્રધાનના નિવાસસ્થાન સાથે જોડાયેલા સ્ટાફ બ્લોક અને કેમ્પ ઓફિસના નિર્માણ માટે 3.86 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. ઓડિટ રિપોર્ટમાં એવું પણ બહાર આવ્યું છે કે આવાસ પર સ્વચ્છતાની વસ્તુઓ, ફર્નિચર અને જિમના સાધનોના સમારકામ / જાળવણી માટે 1.87 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા.
દિલ્હી સરકારની બેદરકારી
કહેવાય છે કે, કેગે જરૂરી પેપરવર્ક રજૂ કરવામાં દિલ્હી સરકારની બેદરકારી (બિન-પ્રાથમિકતા) અંગે પણ ફરિયાદ કરી હતી. ઇન્વોઇસ સાથે સપ્લાય વાઉચર્સના અભાવે કોન્ટ્રાક્ટરો દ્વારા પૂરી પાડવામાં આવેલી સામગ્રીની હકીકત અને તે કયા ભાવે ખરીદવામાં આવ્યા હતા તેની ચકાસણી કરી શકાતી નથી, એમ તેમાં જણાવાયું હતું. ગયા મહિને દિલ્હી વિજિલન્સ ડિરેક્ટોરેટને આ કેસમાં કથિત ગેરરીતિઓની તપાસ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ સપ્ટેમ્બર 2023 માં આ કેસમાં પ્રારંભિક એફઆઈઆર નોંધી હતી. દિલ્હી વિધાનસભામાં વિપક્ષના નેતા અને ભાજપના ધારાસભ્ય વિજેન્દર ગુપ્તાની ફરિયાદ બાદ 6 ડિસેમ્બર, 2024 ના રોજ દિલ્હીના એલજી વી.કે.સક્સેના દ્વારા નવી તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. સીપીડબ્લ્યુડી એ ત્રણ ઇજનેરોને આવાસ પર કામ સંબંધિત ગેરકાયદેસરતામાં તેમની કથિત ભૂમિકા બદલ સસ્પેન્ડ કર્યા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us