જેલમાંથી બહાર આવ્યા પછી કેજરીવાલે કહ્યું – તાનાશાહી સામે તન, મન અને ધનથી લડી રહ્યો છું

Arvind Kejriwal Bail : જેલમાંથી બહાર આવ્યા બાદ કેજરીવાલે ગાડીમાંથી આપ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે હનુમાનજીના આશીર્વાદથી હું તમારી વચ્ચે છું અને દેશને તાનાશાહીથી બચાવવાનો છે

Written by Ashish Goyal
May 10, 2024 20:54 IST
જેલમાંથી બહાર આવ્યા પછી કેજરીવાલે કહ્યું – તાનાશાહી સામે તન, મન અને ધનથી લડી રહ્યો છું
તિહાડ જેલમાંથી બહાર આવ્યા બાદ કેજરીવાલે ગાડીમાંથી આપ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા (Express photo by Chitral Khambhati)

Excise Policy Case : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તિહાડ જેલમાંથી બહાર આવી ગયા છે. જેલમાંથી બહાર આવ્યા બાદ કેજરીવાલ ગાડીમાંથી આપ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે હનુમાનજીના આશીર્વાદથી હું તમારી વચ્ચે છું અને દેશને તાનાશાહીથી બચાવવાનો છે. સીએમ કેજરીવાલે કહ્યું કે તમે બધા શનિવારે સવારે 11 વાગ્યે કનોટ પ્લેસ મંદિરમાં આવજો અને આપણે હનુમાનજીના દર્શન કરીશું.

સીએમ કેજરીવાલે એમ પણ કહ્યું હતું કે આવતીકાલે બપોરે 1 વાગ્યે પાર્ટી કાર્યાલય પર આવો અને ત્યાં એક પ્રેસ કોન્ફરન્સ થશે. કેજરીવાલે સુપ્રીમ કોર્ટના જજોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે હું તન, મન અને ધનથી લડી રહ્યો છું અને સંઘર્ષ કરી રહ્યો છું.

સીએમ કેજરીવાલને રિસીવ કરવા માટે તેમના પત્ની સુનિતા કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજ, આતિશી સહિત ઘણા નેતાઓ તિહાડ જેલ પહોંચ્યા હતા.

ગેટ નંબર 4 થી બહાર નીકળ્યા અરવિંદ કેજરીવાલ

કેજરીવાલને રિસીવ કરવા માટે ડઝનેક ધારાસભ્યો પણ જેલ પહોંચ્યા હતા. તમામ નેતાઓ ગેટ નંબર એક પર રોકાયા હતા પરંતુ કેજરીવાલનો કાફલો ગેટ નંબર 4ની બહાર આવી ગયો હતો. કેજરીવાલ બ્લેક ગાડીમાંથી બહાર આવ્યા હતા અને તેમાં આમ આદમી પાર્ટીના સંગઠન મહામંત્રી સંદીપ પાઠક અને કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલ હતા.

આ પણ વાંચો – કેજરીવાલને રાહત, સુપ્રીમ કોર્ટમાંથી 1 જૂન સુધીના મળ્યા વચગાળાના જામીન, આ નિયમોનું કરવું પડશે પાલન

અરવિંદ કેજરીવાલ ભારે સુરક્ષા વચ્ચે તિહાડ જેલમાંથી બહાર નીકળ્યા હતા. જ્યારે તે બહાર નીકળ્યા ત્યારે તે કારની આગળની સીટ પર બેઠા હતા અને હસી રહ્યા હતા. આ દરમિયાન તેમણે હાથ ઊંચા કરીને લોકોનું અભિવાદન પણ સ્વીકાર્યું હતું.

કેજરીવાલ 1 જૂન સુધી વચગાળાના જામીન પર રહે છે બહાર

અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યા છે. કેજરીવાલ 1 જૂન સુધી વચગાળાના જામીન પર બહાર રહેશે. તેણે 2 જૂને આત્મસમર્પણ કરવું પડશે. અરવિંદ કેજરીવાલને 50 હજાર રૂપિયાના પર્સનલ બોન્ડ પર જામીન મળ્યા છે. પરંતુ સાથે જ તેમના પર કેટલીક શરતો પણ થોપવામાં આવી છે.

આ શરતો સાથે જામીન મંજૂર

  • 50,000ના પર્સનલ બોન્ડ પર તેમને જામીન મળ્યા છે.
  • અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી કાર્યાલયમાં નહીં જાય અને દિલ્હી સચિવાલય પણ નહીં જાય.
  • ઉપરાજ્યપાલની મંજૂરી વગર કોઈ પણ ફાઈલ પર હસ્તાક્ષર નહીં કરે.
  • અરવિંદ કેજરીવાલ દારૂ નીતિ કૌભાંડમાં તેમની ભૂમિકા અંગે કોઇ ટિપ્પણી કરશે નહીં.
  • અરવિંદ કેજરીવાલ કોઈ સાક્ષીનો સંપર્ક નહીં કરે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ