/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Vaibhav-Gehlot.jpg)
રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતે સોમવારે રાજસ્થાન ક્રિકેટ એસોસિએશન (આરસીએ)ના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું ( ફાઇલ ફોટો)
હમઝા ખાન : કોંગ્રેસ નેતા અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતે સોમવારે રાજસ્થાન ક્રિકેટ એસોસિએશન (આરસીએ)ના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે આરસીએમાં તેમને નિશાન બનાવીને અવિશ્વાસનું માહોલ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વૈભવ ગેહલોતે પોતાના રાજીનામાના પત્રમાં લખ્યું છે કે રાજસ્થાનમાં સરકાર બદલાયા બાદ આરસીએ સામે દુર્ભાવનાપૂર્ણ ઇરાદા સાથે કામ થઇ રહ્યું છે.
હું સ્વેચ્છાએ આરસીએના પ્રમુખ પદેથી રાજીનામું આપી રહ્યો છું - વૈભવ ગેહલોત
વૈભવ ગેહલોતે કહ્યું કે હવે મને નિશાન બનાવીને આરસીએમાં અવિશ્વાસનો માહોલ ઉભું કરવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. આનાથી રાજ્યમાં ક્રિકેટનું સકારાત્મક વાતાવરણ ખરાબ થવાની આશા છે. આવી સ્થિતિમાં રાજ્યમાં આઇપીએલની મેચો પર કોઇ સંકટ છે કે પછી ક્રિકેટને નુકસાન થઇ રહ્યું છે તે મારા માટે અસહ્ય છે એટલે રાજ્યના ક્રિકેટ અને ક્રિકેટ ખેલાડીઓને આ સ્થિતિમાંથી બચાવવા માટે હું સ્વેચ્છાએ આરસીએના પ્રમુખ પદેથી રાજીનામું આપી રહ્યો છું.
રાજસ્થાન સ્પોર્ટ્સ કાઉન્સિલે સવાઈ માનસિંહ સ્ટેડિયમનો કબજો લીધો પછી આ ઘટનાક્રમ સામે આવ્યો છે, જેમાં આરસીએ ઓફિસ આવેલી છે. તેમાં આરસીએ પર બાકી નીકળતી રકમની ચુકવણી સહિતની જવાબદારીઓ પૂરી ન કરવાનો આરોપ મુક્યો હતો.
આ પણ વાંચો - ચોથી ટેસ્ટ : ભારતે ઘરઆંગણે 13મી વખત 150+ નો ટાર્ગેટ ચેઝ કર્યો, 11 વર્ષના દુષ્કાળનો અંત
વૈભવ ગેહલોતે આ કાર્યવાહીને ઉતાવળ અને ગેરવાજબી ગણાવી
વૈભવ ગેહલોતે આ કાર્યવાહીને ઉતાવળ અને ગેરવાજબી ગણાવી છે. આ સાથે જ અશોક ગેહલોતે કહ્યું કે સ્પોર્ટ્સ કાઉન્સિલે આરસીએ વિરુદ્ધ જે ઉતાવળે કાર્યવાહી કરી છે તે રાજકીય દ્વેષભાવથી પ્રેરિત હોય તેવું લાગી રહ્યું છે. એમઓયુની મુદત પૂરી થવાની હતી તો પણ આ કાર્યવાહી યોગ્ય કાયદાકીય રીતે થઈ શકી હોત. આ પ્રકારની કાર્યવાહીથી રાજસ્થાનના રમતગમત સંગઠનોમાં રાષ્ટ્રીય સંસ્થાઓનો વિશ્વાસ ઓછો થશે અને અમારી સરકાર દરમિયાન બનાવેલ રમતગમતનું વાતાવરણ બગડશે.
વૈભવ ગેહલોતે પત્રમાં લખ્યું કે મને ખબર પડી છે કે મારી વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવ્યો છે. આ સંદર્ભમાં મારે એટલું જ કહેવાનું છે કે આરસીએના કોઈ પદાધિકારી કે સભ્યએ મારી સાથે ચર્ચા કરી નથી કે કોઈ પણ મુદ્દે અસહમતિ વ્યક્ત કરી નથી, નહીંતક મેં મારું રાજીનામું અગાઉ જ આપી દીધું હોત.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us