બાઇક ખરીદવા 6 વર્ષ સુધી પૈસા ભેગા કર્યા, 90,000ના સિક્કા લઇ શો-રૂમ પહોંચ્યો, વીડિયો વાયરલ

Assam save coins for scooter buy : દરેક વ્યક્તિ સપના જુએ છે પણ તે પુરા કરવા માટે મહેનત કરવી પડે છે. આસામમાં આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિએ 6 વર્ષ સુધી બચત કરીને સ્કુટર ખરીદવાની ઘટનાએ ચર્ચા જગાવી છે.

Assam save coins for scooter buy : દરેક વ્યક્તિ સપના જુએ છે પણ તે પુરા કરવા માટે મહેનત કરવી પડે છે. આસામમાં આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિએ 6 વર્ષ સુધી બચત કરીને સ્કુટર ખરીદવાની ઘટનાએ ચર્ચા જગાવી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Assam

અસમમાં યુવકે 90000 રૂપિયાના સિક્કા ભેગા કરીને સ્કુટર ખરીદયું

અસમના એક વ્યક્તિએ માટે ટુ-વ્હીલર ખરીદયુ છે અને હાલ આ ઘટના હેડલાઇન બનવાની સાથે સાથે સોશિયલ વીડિયામાં તેના વીડિયો વાયરલ થઇ રહ્યા છે. હિંમત હોય તો કોઈ સપનું અધૂરું રહેતું નથી તેવું ઉદાહરણ આ વ્યક્તિએ રજૂ કર્યું છે. ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ અનુસાર, અસમના ડારંગ જિલ્લાના સિપાઇર વિસ્તારમાં મોહમ્મદ સૈદુલ હક નામનો યુવક રહે છે અને તે ગુવાહાટીમાં પોતીની એક નાની દુકાન ચલાવે છે. તે ઘણા વર્ષોથી પોતાની માટે સ્કુટર ખરીદવા માંગતો હતો અને તેની માટે તેણે 6 વર્ષ સુધી બચત કરી. તે યુવક સ્કુટર ખરીદવા જ્યારે ઓટો શો-રૂમમાં ગયો અને જે રીતે પેમેન્ટ કર્યુ તે જોઇને સૌને આશ્ચર્ય થયું છે.

Advertisment

છેલ્લા 6 વર્ષ સુધી એક-એક પૈસા જમા કર્યા

ધીરજ અને ઈચ્છાનું ઉદાહરણ બેસાડનાર મોહમ્મદ સૈદુલ હક હવે ખૂબ ખુશ છે. જોકે ખુશીનું આ સપનું ઘણા સમય પહેલા જોયું હતું જે છેવટે પુરું થયું છે. તેણે કહ્યું કે, હું બોરાગાંવ વિસ્તારમાં એક નાની દુકાન ચલાવું છું અને સ્કૂટર ખરીદવાનું મારું સપનું હતું. મેં 5-6 વર્ષ પહેલા સિક્કા એકત્ર કરવાનું શરૂ કર્યું હતું. આખરે મેં મારું સપનું પૂરું કર્યું છે. હું હવે ખરેખર ખુશ છું. સૈદુલ હક તેની નજીકના એક શોરૂમમાં ગયો અને સ્કૂટર ખરીદ્યું.

ઓટો શો-રૂમ વાળાને 90,000 રૂપિયાના સિક્કા આપ્યા

મોહમ્મદ સૈદુલ હક સ્કુટર ખરીદવા માટે છેલ્લા છ વર્ષથી બચત કરતો હતો. તેણે એક-એક પાઇ ભેગી કરીને 90,000 રૂપિયાના સિક્કા ભેગા કર્યા હતા. તે આ સિક્કા લઇને સ્કુટર ખરીદવા શો-રૂમમાં ગયો ત્યારે સૌને નવાઇ લગા હતી.

Advertisment

ઓટો ડિલરે શું કહ્યું...

આટલા બધા સિક્કા એકઠા કરવા તે એક મોટા સંઘર્ષ સમાન છે, પરંતુ આટલો બધા સિક્કો કોણ લેશે તે પણ એક મોટી સમસ્યા હતી. દુકાનદારો ઘણીવાર એક સાથે આટલા સિક્કા લેવાની ના પાડી દે છે. પરંતુ જ્યારે એજન્સીના માલિકને સૈદુલ હક વિશે ખબર પડી તો તેઓ ઘણા ખુશ થયા. ટુ વ્હીલર શોરૂમના માલિક કહે છે કે, જ્યારે મારા એક્ઝિક્યુટિવે મને કહ્યું કે એક ગ્રાહક આપણા શોરૂમમાં 90,000 રૂપિયાના સિક્કા લઇને સ્કૂટર ખરીદવા આવ્યો છે, ત્યારે હું ખુશ થઈ ગયો કારણ કે મેં ટીવી પર આવા સમાચાર જોયા હતા. હું ઈચ્છું છું કે તે હવે ફોર વ્હીલર ખરીદે.

ગુજરાતી ન્યૂઝ વાયરલ વીડિયો ટ્રેન્ડિંગ ન્યૂઝ Auto news