દુનિયાના 52 પ્રવાસ સ્થળોમાં ભારતનું આ રાજ્ય ચોથા ક્રમે, ચાના બગીચા અને કુદરતી સૌંદર્ય જોઇ પ્રવાસીઓ મંત્રમુગ્ધ

Famous Tourist Places In Assam: ભારતનું પૂર્વોત્તર રાજ્ય બહ્મપુત્ર નદીના વહેતા જળ, લીલાછમ ચાના બગીચા, જંગલો અને વન પ્રાણીઓ પ્રવાસીઓને ભરપૂર આનંદ આપે છે. દુનિયાના 52 પ્રવાસ સ્થળોમાં ચોથનું સ્થાન હાંસલ કરી ભારતનો ડંકો વગાડ્યો છે.

Famous Tourist Places In Assam: ભારતનું પૂર્વોત્તર રાજ્ય બહ્મપુત્ર નદીના વહેતા જળ, લીલાછમ ચાના બગીચા, જંગલો અને વન પ્રાણીઓ પ્રવાસીઓને ભરપૂર આનંદ આપે છે. દુનિયાના 52 પ્રવાસ સ્થળોમાં ચોથનું સ્થાન હાંસલ કરી ભારતનો ડંકો વગાડ્યો છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Famous Tourist Places In Assam | assam tourism

Famous Tourist Places In Assam: અસમના ફરવા લાયક સ્થળો. (Photo: @awesomeassam)

Famous Tourist Places In Assam: ભારતના પૂર્વોત્તરમાં આવેલું અસર રાજ્ય તેના કુદરતી સૌંદર્ય માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. કુદરતી સૌંદર્ય, ચાના બગીચા અને સમૃદ્ધ સાંસ્કૃતિ વારસાના લીધે અસર રાજ્યનો ડંકો દુનિયામાં વાગી રહ્યો છે. પૂર્વોત્તરનું પ્રવેશ દ્વાર કહેવાતા અસરે તાજેતરમાં ન્યુયોર્ક ટાઇમ્સના પ્રતિષ્ઠિત ટ્રાવેલ લિસ્ટ 2025માં ફરવા લાયક દુનિયાના 52 સ્થળોમાં ચોથનું સ્થાન આપ્યું છે.

Advertisment

બહ્મપુત્ર નદીના વહેતા જળ, ગાઢ જંગલ અને ચાના બગીચા સાથે બાયો ડાયવર્સિટીની ખાસિયત અસરને અદભુત કુદરતી સૌંદર્ય આપે છે. આ કારણસર જ પ્રવાસ માટે દુનિયાના 52 પ્રવાસ સ્થળોની યાદીમાં અસમને ચોથું સ્થાન મળ્યું છે.

અસમે દુનિયાના ઘણા પ્રખ્યાત પ્રવાસ સ્થળોને ટક્કર આપી છે. ન્યુયોર્ક ટાઇમ્સની રિપોર્ટ ુજબ અસમે ગૈલાપાગોસ આઇલેન્ડ, ન્યુયોર્ક સિટી મ્યુઝિયમ જેવા પ્રવાસ સ્થળોને ટક્કર આપી છે. અસમને લીલાછમ ચાના બગીચા અને જીવંત લોક સંસ્કૃતિની ભૂમિ કહેવામાં આવી છે. દુનિયના 52 પ્રવાસ સ્થળોમાં યુરોપિયન શહેર જેન ઓસ્ટેન પ્રથમ ક્રમ પર છે, જે પોતાની સમૃદ્ધ વાસ્તુકલા અને આધુનિક સુવિધાનું અદભૂત સંગમ સ્થળ છે.

https://www.instagram.com/p/DEWe0UfzLTz/

અસમના આ સ્થળ વર્લ્ડ હેરિટેજમાં સામેલ

અસમના મુખ્ય પ્રવાસ સ્થળોમાં charaideo મોઇડામ્સને તાજેતરમાં જ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. આ પ્રાચીન સ્થળનું 13મી અને 19મી સદી વચ્ચે અહોમ રાજવંશ દ્વારા નિર્માણ કરાયું હતું. આજે આ સ્થળ અસમ આવતા પ્રવાસીઓને ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ સમજાવે છે.

Advertisment

કાઝીરંગા અને પિરામિડોની સુંદરતા જોઇ પ્રવાસીઓ આશ્ચર્યચકિત

અસમના વિશેષતા જણાવતા ન્યુયોર્ક ટાઇમ્સે લખ્યું છે - અસમ ભારતના પૂર્વોત્તરનું સુંદર રાજ્ય છે, જે મ્યાનમાર અને બાંગ્લાદેશની સરહદ નજીક આવેલું છે. તેને ભારતના પ્રવેશ દ્વારનું નામ આપવામાં આવ્યું છે. પ્રદૂષણ અને લોકોની ભીડથી દૂર તે મુક્ત શાંત વિસ્તાર છે, જે દેશના મુખ્ય સ્થળ સાથે એક દોરાની જેમ જોડે છે.

ચરાઇદેવ મોઇદમ અને અસમના પિરામિડને યુનેસ્કો વિશ્વ વારસા સ્થળ ગણાવ્યા છે. તે અસમના નેશનલ પાર્ક કાઝીરંગા પોતાની વિશેષતા થી સમગ્ર દુનિયને પોતાને તરફ આકર્ષિત કરે છે. એક શિંગડા વાળા ગેંડા માટે પ્રખ્યાત આ અભ્યારણ વિશ્વમાં ટોપ 10 પ્રવાસ સ્થળોમાં સ્થાન ધરાવે છે.

વિશ્વના ટોપ 10 પ્રવાસ સ્થળ

  1. જેન ઓસ્ટન, ઇંગ્લેન્ડ
  2. ગેલાપાગોસ ટાપુ
  3. ન્યુયોર્ક શહેરનું મ્યુઝિયમ
  4. અસમ, ભારત
  5. વ્હાઇટ લોટસ, થાઇલેન્ડ
  6. ગ્રીનલેન્ડ
  7. એક્સ એન પ્રોવેન્સ, ફ્રાંસ
  8. સન વેલી, ઇડાહો
  9. લુમ્બિની, નેપાળ
  10. સિડની, ઓસ્ટ્રેલિયા
જીવનશૈલી પ્રવાસ india