વિધાનસભા પેટા ચૂંટણી પરિણામ : ભાજપ ને મોટો ઝટકો, જુઓ કઈ બેઠક પર કોણ જીત્યું?

Assembly by-elections Result : સાત રાજ્યોની 13 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી નું પરિણામ લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. ભાજપને મોટો ઝટકો લાગ્યો છે, જ્યારે ઈન્ડિયા ગઠબંધને ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ અને પંજાબની બેઠકો પર કમાલ કરી ભાજપને ચોંકાવ્યું છે.

Written by Kiran Mehta
Updated : July 13, 2024 18:32 IST
વિધાનસભા પેટા ચૂંટણી પરિણામ :  ભાજપ ને મોટો ઝટકો, જુઓ કઈ બેઠક પર કોણ જીત્યું?
વિધાનસભા સાત રાજ્યોની 13 બેઠકોનું પરિણામ

Assembly By-Election Result : સાત રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. આ પેટાચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએ માત્ર બે સીટો પર જીત મેળવી શકી છે. ભાજપે જે બે બેઠકો જીતી છે તેમાં હિમાચલ પ્રદેશના હમીરપુર અને મધ્ય પ્રદેશના અમરવાડાનો સમાવેશ થાય છે. આ બે બેઠકો પર ભાજપની જીતનું માર્જીન ઘણું ઓછું છે.

ઈન્ડિયા ગઠબંધનનો પ્રતાપ ક્યાં છે?

લોકસભા ચૂંટણી માટે ઈન્ડિયા એલાયન્સમાં સામેલ પક્ષોએ જીતેલી બેઠકો. તેમાં પશ્ચિમ બંગાળના રાયગંજ, બગડા, રાણાઘાટ દક્ષિણ અને માણિકતલાનો સમાવેશ થાય છે. ટીએમસીએ આ ચાર બેઠકો જીતી હતી.

હિમાચલ પ્રદેશમાં કુલ ત્રણ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી. અહીં કોંગ્રેસ પાર્ટીએ બે સીટ જીતી છે જ્યારે ભાજપે એક સીટ જીતી છે. હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ પાર્ટી દહેરા અને નાલાગઢ વિધાનસભા બેઠકો જીતવામાં સફળ રહી હતી. હિમાચલ સીએમના પત્ની કમલેશ ઠાકુર દેહરા સીટથી અને નાલાગઢથી હરદીપ સિંહ બાવા જીતવામાં સફળ રહ્યા હતા.

પંજાબમાં માત્ર એક સીટ માટે ચૂંટણી યોજાઈ હતી. અહીં શાસક આમ આદમી પાર્ટીના ઉમેદવાર મોહિન્દર ભગત 37 હજાર મતોથી જીતવામાં સફળ રહ્યા હતા. દક્ષિણ ભારતીય રાજ્ય તમિલનાડુની વિકરાવંડી વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં શાસક ડીએમકેનો 54 હજારથી વધુ મતોથી વિજય થયો હતો.

ઉત્તરાખંડ, મેંગ્લોર અને બદ્રીનાથની બંને વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપ હારી ગયું. મેંગલોર વિધાનસભા બેઠક પર કોંગ્રેસના મુસ્લિમ ઉમેદવાર કાઝી મોહમ્મદ નિઝામુદ્દીન 422 મતોથી જીત્યા હતા. કોંગ્રેસ બદ્રીનાથ વિધાનસભા બેઠક પર પાંચ હજારથી વધુ મતોથી જીત મેળવવામાં સફળ રહી હતી.

બિહારમાં જેડીયુ અને આરજેડી બંનેને આંચકો

બિહારમાં જેડીયુ અને આરજેડી બંનેને મોટો ઝટકો લાગ્યો છે. બિહારની રૂપૌલી વિધાનસભા સીટ પર યોજાયેલી પેટાચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર શંકર સિંહ લગભગ આઠ હજાર મતોથી જીતવામાં સફળ રહ્યા હતા. અહીં NDA (JDU) એ કલાધર પ્રસાદ મંડલ અને RJDએ બીમા ભારતીને ઉમેદવાર બનાવ્યા હતા. અહીં બીમા ભારતી ત્રીજા સ્થાને છે. તેણી 37,668 મતોથી ચૂંટણી હારી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ