વિધાનસભા ચૂંટણી 2024 : પીએમ મોદીએ કહ્યું – કોંગ્રેસ ખરા અર્થમાં પરજીવી પાર્ટી બની ગઈ

Assembly Election Result 2024: પીએમ મોદીએ કહ્યું - કોંગ્રેસ ભારતના સમાજને કમજોર બનાવીને અને અરાજકતા ફેલાવીને દેશને બર્બાદ કરવા માંગે છે. આ કારણે તે અલગ-અલગ વર્ગોને ઉશ્કેરવાનું અને આગ લગાડવાનું કામ કરે છે

Written by Ashish Goyal
October 08, 2024 21:27 IST
વિધાનસભા ચૂંટણી 2024 : પીએમ મોદીએ કહ્યું – કોંગ્રેસ ખરા અર્થમાં પરજીવી પાર્ટી બની ગઈ
Assembly Election Result 2024: હરિયાણાની ચૂંટણીમાં શાનદાર જીત બાદ પીએમ મોદી દિલ્હીમાં ભાજપ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા (તસવીર - બીજેપી ટ્વિટર)

Assembly Election Result 2024 : હરિયાણાની ચૂંટણીમાં શાનદાર જીત બાદ પીએમ મોદીએ દિલ્હીમાં ભાજપ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ હરિયાણાની જીતને લોકતંત્રની જીત પણ ગણાવી છે. પીએમ મોદીએ કહ્યું કે આ વખતે હરિયાણામાં ભાજપને માત્ર વધુ સીટો જ નથી મળી, પરંતુ તેના વોટ પણ વધ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે હરિયાણાના લોકોએ તેમની પાર્ટીને ઘણા મત આપ્યા છે અને આ જનાદેશનો પડઘો દૂર સુધી જશે.

પીએમ મોદીએ કહ્યું કે જે કોઈપણ રાજ્યમાં એક વખત ભાજપની સરકાર બની જાય છે, પછી ત્યાંની જનતા તેમને લાંબા સમય સુધી સમર્થન આપે છે. બીજી તરફ કોંગ્રેસની ક્યારે કોઇ સરકાર પરત ફરી હોય તે યાદ નથી. તેમને જનતાએ બીજી ટર્મ આપી ન હતી.

વડાપ્રધાન મોદીએ ભાજપની જીત પર ખુશી વ્યક્ત કરતા એમ પણ કહ્યું હતું કે આજે નવરાત્રીનો છઠ્ઠો દિવસ છે, મા કાત્યાયનીનો આરાધનાનો દિવસ છે. મા કાત્યાયની સિંહ પર બેસીને હાથમાં કમળ પકડીને આપણને બધાને આશીર્વાદ આપી રહ્યા છે. આવા પવિત્ર દિવસે હરિયાણામાં ત્રીજી વખત કમળ ખીલ્યું છે.

તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં દાયકાઓ સુધી રાહ જોયા બાદ આખરે શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજાઈ, મતોની ગણતરી થઈ, પરિણામ આવ્યા. આ ભારતના બંધારણની જીત છે, ભારતના લોકતંત્રની જીત છે.

હરિયાણાના ખેડૂતોએ કોંગ્રેસને જવાબ આપ્યો – પીએમ મોદી

આ ઉપરાંત પીએમ મોદીએ પોતાના ભાષણમાં અનામતનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે સ્પષ્ટ કહ્યું કે કોંગ્રેસ અનામત ખતમ કરવા માંગે છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ ભારતના સમાજને કમજોર બનાવીને અને અરાજકતા ફેલાવીને દેશને બર્બાદ કરવા માંગે છે. આ કારણે તે અલગ-અલગ વર્ગોને ઉશ્કેરવાનું અને આગ લગાડવાનું કામ કરે છે. કોંગ્રેસે ખેડૂતોને કેવી રીતે ઉશ્કેર્યા તે દેશે જોયું છે, પરંતુ હરિયાણાના ખેડૂતોએ જ તેમને જડબાતોડ જવાબ આપ્યો છે.

આ પણ વાંચો – ભાજપે કેવી રીતે બાજી પલટાવી? જાણો કોંગ્રેસની હારના મોટા કારણો

કોંગ્રેસ ખરા અર્થમાં પરજીવી પાર્ટી બની ગઈ છે – પીએમ મોદી

પીએમ મોદીએ તો ત્યાં સુધી કહ્યું કે કોંગ્રેસ ખરા અર્થમાં પરજીવી પાર્ટી બની ગઈ છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ આજે ખરાબ રીતે પરજીવી પાર્ટી બની ગઈ છે. હરિયાણામાં જ્યાં કોંગ્રેસ એક પરજીવી તરીકે એકલી ગઈ હતી, ત્યાં તેને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. જમ્મુ-કાશ્મીરમાં તેના સાથી પહેલેથી જ કહી રહ્યા હતા કે તેને નુકસાન થઈ રહ્યું છે, હવે તે પરિણામોમાં પણ દેખાય છે. લોકસભા ચૂંટણીના પરિણામોએ એ પણ સાબિત કરી દીધું કે કોંગ્રેસે જેટલી સીટો જીતી તેમાંથી અડધાથી વધારે તે પોતાના સહયોગી દળોના દમ પર જીતી છે. આ સિવાય જ્યાં સાથી પક્ષોએ કોંગ્રેસ પર ભરોસો મુક્યો ત્યાં તેમની પોતાની નૈયા ડુબી ગઈ.

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં જમ્મુ-કાશ્મીરનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જેમને પ્રથમ સાત દાયકા સુધી મતદાનનો અધિકાર મળ્યો ન હતો તેઓએ પણ આ વખતે મતદાન કર્યું હતું. જમ્મુ-કાશ્મીર હવે કર્ફ્યુના સમયમાંથી બહાર આવી રહ્યું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ