Assembly Elections 2024 Schedule : લોકસભા ચૂંટણી સાથે આ 4 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ યોજાશે, જાણો ક્યારે થશે મતદાન

Assembly Election Dates 2024: ચાર રાજ્યોની વિધાનસભાનો કાર્યકાળ પણ પૂરો થઈ રહ્યો છે, જેથી આ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પણ લોકસભા ચૂંટણીની સાથે જ થશે

Assembly Election Dates 2024: ચાર રાજ્યોની વિધાનસભાનો કાર્યકાળ પણ પૂરો થઈ રહ્યો છે, જેથી આ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પણ લોકસભા ચૂંટણીની સાથે જ થશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Election Commission of India, assembly Elections 2024

Assembly Election Dates: ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણી પણ લોકસભા ચૂંટણીની સાથે જ થશે (તસવીર - @ECISVEEP)

Assembly Election 2024, Full Schedule : લોકસભા ચૂંટણી 2024 માટે દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે અને 4 જૂન, 2024ના રોજ પરિણામ જાહેર થશે. કેન્દ્ર સરકારના કાર્યકાળની સાથે ચાર રાજ્યોની વિધાનસભાનો કાર્યકાળ પણ પૂરો થઈ રહ્યો છે, જેથી આ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પણ લોકસભા ચૂંટણીની સાથે જ થશે.

Advertisment

મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું છે કે જ્યારે આ રાજ્યોમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થશે ત્યારે વિધાનસભાની ચૂંટણી માટે પણ એક સાથે મતદાન કરવામાં આવશે. લોકસભા ચૂંટણીની સાથે જ અરૂણાચલ પ્રદેશ, ઓડિશા, આંધ્ર પ્રદેશ અને સિક્કિમમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. લોકસભા ચૂંટણીની સાથે જ આ ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ જાહેર થશે.

ઓડિશામાં ચાર તબક્કામાં મતદાન થશે

ઓડિશા વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો ચાર તબક્કામાં ચૂંટણી યોજાશે, જેની યાદી નીચે મુજબ છે.

  • પ્રથમ તબક્કો - 13 મે
  • બીજો તબક્કો - 20 મે
  • ત્રીજો તબક્કો - 25 મે
  • ચોથો તબક્કો - 01 જૂન
Advertisment

આ પણ વાંચો - ગુજરાત લોકસભા ચૂંટણી 2024 કાર્યક્રમ, 7 મે એ થશે મતદાન

સિક્કિમ - અરૂણાચલ પ્રદેશમાં 19 એપ્રિલે મતદાન

સિક્કિમમાં વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો 19 એપ્રિલના રોજ એક જ તબક્કામાં મતદાન થશે. અરૂણાચલ પ્રદેશમાં 19 એપ્રિલે મતદાન થશે.આંધ્ર પ્રદેશની વાત કરીએ વિધાનસભા ચૂંટણી માટે મતદાન પણ ચોથા તબક્કામાં થશે. 175 બેઠકો માટે 13 મેના રોજ મતદાન થશે અને 4 જૂને આંધ્ર પ્રદેશના પરિણામ જાહેર થશે.

જણાવી દઈએ કે 2019ની લોકસભા ચૂંટણીની સાથે જ ગત વખતે 4 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થઈ હતી. જેના પરિણામ એક સાથે જાહેર કરવામાં આવ્યા હતા.

ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીની તારીખ જાહેર

ઉલ્લેેખનીય છે કે, ચૂંટણી પંચે 13 રાજ્યો જેમાં બિહાર, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, મહારાષ્ટ્ર, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તેલંગાણા. હિમાચલ પ્રદેશે, રાજસ્થાન, કર્ણાટક અને તમિલનાડુમાં પેટા ચૂંટણીની તારીખોની પણ જાહેરાત કરી છે. ચૂંટણી પંચ અનુસાર, જે રાજ્યની જે તબક્કામાં લોકસભા ચૂંટણી હશે, એજ સમયે પેટા ચૂંટણી માટે સાથે જ મતદાન કરવામાં આવશે. એટલે કે ત્રીજા ફેજમાં 7 મે 2024ના દિવસે જ ગુજરાતની પાંચ ખાલી વિધાનસભા બેઠકો માટે મતદાન થશે.

લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં થશે

પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 102 લોકસભા સીટો માટે ચૂંટણી થશે. 26 એપ્રિલે બીજા તબક્કામાં 89 લોકસભા સીટો પર મતદાન થશે. 7 મે એ ત્રીજા તબક્કામાં 94 બેઠકો અને 13 મે એ ચોથા તબક્કામાં 96 બેઠકો પર, પાંચમા તબક્કામાં 20 મે લોકસભાની 49 બેઠકો માટે, છઠ્ઠા તબક્કામાં 25 મે 57 બેઠકો માટે અને સાતમા તબક્કામાં 1 જૂને 57 લોકસભા બેઠકો માટે મતદાન યોજાશે. પરિણામ 4 જૂને જાહેર કરવામાં આવશે.

ચૂંટણી પંચ લોકસભા ચૂંટણી 2024 દેશ