Atishi Delhi New CM : આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી છે કે આતિશી માર્લેના દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે. આતિશી હાલમાં અરવિંદ કેજરીવાલની સરકારમાં શિક્ષણ, પીડબલ્યુડી સહિત અનેક મહત્વના મંત્રાલયો સંભાળી રહ્યા હતા. આતિશી દિલ્હીના ત્રીજા મહિલા મુખ્યમંત્રી બનશે. આ પહેલા ભાજપના સુષ્મા સ્વરાજ અને કોંગ્રેસના શિલા દિક્ષીત મુખ્યમંત્રી રહી ચુક્યા છે.
આતિશી કોણ છે
આતિશીના માતા-પિતા દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. તેમના પિતાનું નામ વિજય કુમાર સિંહ અને માતાનું નામ ત્રિપ્તા વાહી છે. આતિશીએ શાળાકીય શિક્ષણ નવી દિલ્હીની સ્પ્રિંગડેલ સ્કૂલમાંથી મેળવ્યું છે. આ પછી દિલ્હી યુનિવર્સિટીની સેન્ટ સ્ટીફન કોલેજમાંથી અભ્યાસ કર્યો અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી મેળવી હતી. થોડાં વર્ષો બાદ તેમણે ઓક્સફર્ડમાંથી રોડ્સ સ્કોલર તરીકે શિક્ષણ સંશોધનમાં બીજી માસ્ટર ડિગ્રી મેળવી હતી.
આતિશી કાલકાજી બેઠક પરથી ધારાસભ્ય છે
આતિશી દિલ્હીની કાલકાજી સીટથી ધારાસભ્ય છે અને સરકારના નિર્ણયોને મીડિયા સામે પ્રમુખતાથી રાખે છે. આતિશીએ મધ્ય પ્રદેશના એક નાનકડા ગામમાં સાત વર્ષ સુધી કામ કર્યું છે, જ્યાં તેમણે ઓર્ગેનિક ખેતી અને શિક્ષણ પ્રણાલી પર કામ કર્યું હતું. ત્યાં એનજીઓ સાથે કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. જ્યાં પ્રથમ વખત તેમની મુલાકાત આમ આદમી પાર્ટીના સભ્યો સાથે થઇ હતી.
દિલ્હીના સીએમને કેટલી મળે છે સેલેરી
ભારતના અલગ-અલગ રાજ્યોના મુખ્યમંત્રીઓને અલગ-અલગ પગાર મળે છે. દરેક રાજ્યમાં મંત્રીઓના પગાર ધોરણ અલગ-અલગ હોય છે. મુખ્યમંત્રીનો પગાર ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નક્કી કરવામાં આવે છે અને તે ભારત સરકારના સચિવને ચૂકવવામાં આવતા માસિક પગારથી નક્કી થાય છે.
આ પણ વાંચો – આતિશી માર્લેનાની શિક્ષણ મંત્રીથી સીએમ સુધીની સફર
ભારતમાં મુખ્યમંત્રીમાં સૌથી વધુ પગારની દ્રષ્ટિએ દિલ્હી બીજા ક્રમે છે. દિલ્હીના મુખ્યમંત્રીની સેલેરી 1.70 રૂપિયા છે અને તેની સાથે અનેક ભથ્થા પણ મળે છે. જો ભથ્થા સામેલ કરવામાં આવે તો દિલ્હીના મુખ્યમંત્રીનો પગાર દર મહિને 3 લાખ 90 હજાર રૂપિયા થશે. આવી સ્થિતિમાં આતિશીને હવે દર મહિને આ પગાર મળશે.
દિલ્હીના અત્યાર સુધીના મુખ્યમંત્રીઓની યાદી
મુખ્યમંત્રી સમયગાળો પાર્ટી ચૌધરી બહ્મપ્રકાશ યાદવ 17 માર્ચ 1952 થી 12 ફેબ્રુઆરી 1955 કોંગ્રેસ ગુરમુખ નિહાલ સિંહ 12 ફેબ્રુઆરી 1955 થી 1 નવેમ્બર 1956 કોંગ્રેસ રાષ્ટ્રપતિ શાસન 1956 થી 1993 – મદનલાલ ખુરાના 2 ડિસેમ્બર 1993 થી 26 ફેબ્રુઆરી 1996 ભાજપ સાહિબ સિંહ વર્મા 26 ફેબ્રુઆરી 1996 થી 12 ઓક્ટોબર 1998 ભાજપ સુષ્મા સ્વરાજ 12 ઓક્ટોબર 1998 થી 3 ડિસેમ્બર 1998 ભાજપ શીલા દીક્ષિત 3 ડિસેમ્બર 1998 થી 28 ડિસેમ્બર 2013 કોંગ્રેસ અરવિંદ કેજરીવાલ 28 ડિસેમ્બર 2013થી 14 ફેબ્રુઆરી 2014 આપ રાષ્ટ્રપતિ શાસન 14 ફેબ્રુઆરી 2014 થી 14 ફેબ્રુઆરી 2015 – અરવિંદ કેજરીવાલ 14 ફેબ્રુઆરી 2024 થી 17 સપ્ટેમ્બર 2024 આપ
દિલ્હીમાં 37 વર્ષ સુધી વિધાનસભા ચૂંટણી થઇ ન હતી
દિલ્હીમાં પ્રથમ વિધાનસભાની સ્થાપના 17 માર્ચ, 1952ના રોજ થઈ હતી. ચૌધરી બ્રહ્મ પ્રકાશ દિલ્હીના પહેલા સીએમ બન્યા હતા. તેમનો પ્રથમ કાર્યકાળ 1952 થી 1955 સુધી ચાલ્યો હતો. ત્યારબાદ તેમને પદ પરથી હટાવવામાં આવ્યા હતા. ગુરુમુખ નિખિલ સિંહ બીજા સીએમ બન્યા હતા. જેમનો કાર્યકાળ 1955 થી 1956 સુધી ચાલ્યો હતો. પહેલા અને બીજા સીએમ કોંગ્રેસ પાર્ટીના હતા. આ પછી દિલ્હીને કેન્દ્રશાસિત પ્રદેશમાં ફેરવવાની સાથે વિધાનસભાને સમાપ્ત કરવામાં આવી હતી. આ પછી લગભગ 37 વર્ષ સુધી દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી થઈ ન હતી. એટલે કે 1956 પછી 1993 સુધી દિલ્હીમાં કોઈ મુખ્યમંત્રી ન હતા.





