Australia Restricts Foreign Student Intake: વિદેશી વિદ્યાર્થીઓ માટે ઓસ્ટ્રેલિયાનો મહત્વનો નિર્ણય, જાણો કેમ અને કોને થશે અસર?

Australia Cut International Student Places in 2025: ઑસ્ટ્રેલિયાએ જાહેરાત કરી છે કે તે 2025માં ઑસ્ટ્રેલિયામાં આવનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા 2.7 લાખ સુધી મર્યાદિત કરશે.

Written by Ankit Patel
August 28, 2024 11:58 IST
Australia Restricts Foreign Student Intake: વિદેશી વિદ્યાર્થીઓ માટે ઓસ્ટ્રેલિયાનો મહત્વનો નિર્ણય, જાણો કેમ અને કોને થશે અસર?
Australia Restricts Foreign Student Intake: ઓસ્ટ્રેલિયા વિદેશી વિદ્યાર્થી પ્રવેશ મર્યાદિત - photo - freepik

Australia Limits International Student Enrolment: ઓસ્ટ્રેલિયા જઈ અભ્યાસ કરવાનું સપનું જોતા ભારતીય વિદ્યાર્થીઓ માટે ખરાબ સમાચાર આવ્યા છે. ઑસ્ટ્રેલિયાએ જાહેરાત કરી છે કે તે 2025માં ઑસ્ટ્રેલિયામાં આવનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા 2.7 લાખ સુધી મર્યાદિત કરશે, જેથી સ્થળાંતરના રેકોર્ડ સ્તરનો સામનો કરી શકાય. સ્થળાંતર કરનારાઓના વધારાને કારણે ઘરના ભાડામાં ભારે વધારો થયો છે.

ઓસ્ટ્રેલિયાના શિક્ષણ પ્રધાન જેસન ક્લેરે મંગળવારે જણાવ્યું હતું કે આ મર્યાદામાં ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમો તેમજ વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમ અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે. ઓસ્ટ્રેલિયાના આ પગલાથી ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાની આશા રાખતા ભારતીય વિદ્યાર્થીઓ પર નોંધપાત્ર અસર પડશે, ખાસ કરીને પંજાબના વિદ્યાર્થીઓ જેમાં મોટી સંખ્યામાં છે.

વાર્ષિક આયોજન વિવિધ યુનિવર્સિટીઓને આપવામાં આવ્યું

ઑસ્ટ્રેલિયાના માઇગ્રેશન એજન્ટ રજિસ્ટ્રેશન ઑથોરિટીના સભ્ય સુનિલ જગ્ગીએ જણાવ્યું હતું કે, “ઑસ્ટ્રેલિયાએ જૂન 2022માં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા 5.10 લાખ નક્કી કરી હતી. વર્ષ 2023માં આ સંખ્યા ઘટીને 3.75 લાખ થઈ ગઈ હતી. હવે તેઓએ તેના સ્તરમાં વધુ ઘટાડો કર્યો છે. વાર્ષિક આયોજન વિવિધ યુનિવર્સિટીઓને આપવામાં આવ્યું છે અને માત્ર ભારતીય વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટીઓ દેશ અને પછી રાજ્ય અનુસાર ક્વોટા નક્કી કરશે.

તેમણે કહ્યું “ફેબ્રુઆરીમાં એડમિશન લેવાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને આ જાહેરાતથી અસર થશે. પંજાબના વિદ્યાર્થીઓને સૌથી વધુ અસર થશે.” ઓસ્ટ્રેલિયામાં નર્સિંગનો અભ્યાસ કરવા માગતા હરિયાણાના એક વિદ્યાર્થીએ કહ્યું, “આનાથી મારી કારકિર્દી પર અસર પડશે. મારો પરિવાર મારા શિક્ષણ માટે લોન લઈ રહ્યો છે કારણ કે ઓસ્ટ્રેલિયામાં અભ્યાસનો ખર્ચ ઘણો વધારે છે.” અન્ય એક વિદ્યાર્થીએ કહ્યું, “ભારત સરકારે વિદ્યાર્થીઓનો દૃષ્ટિકોણ ઓસ્ટ્રેલિયાની સરકાર સમક્ષ રજૂ કરવો જોઈએ.”

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ભારતની મુલાકાતે આવેલા ઓસ્ટ્રેલિયન શિક્ષણ મંત્રીએ ભારતીય વિદ્યાર્થીઓ માટે ઓસ્ટ્રેલિયન ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ વધારવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

આ પણ વાંચોઃ- GPSC Exam Cancel : ગુજરાતમાં ભારે વરસાદના પગલે DySO અને નાયબ મામલતદારની પરીક્ષા મોકૂફ, અહીં વાંચો વધુ માહિતી

ભારતમાંથી લગભગ 1.22 લાખ વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરે છે

ભારતના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતમાંથી લગભગ 1.22 લાખ વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરે છે. ભારતના ક્વાડ પાર્ટનર્સ કેનેડા, અમેરિકા અને બ્રિટન પછી વિદેશમાં અભ્યાસ કરવા માટે ભારતીય વિદ્યાર્થીઓ માટે ઓસ્ટ્રેલિયા ચોથો સૌથી લોકપ્રિય દેશ છે.

ઓસ્ટ્રેલિયાએ પણ વિદેશી વિદ્યાર્થીઓ માટે તેની નોન-રિફંડેબલ વિઝા ફી 710 ઓસ્ટ્રેલિયન ડોલરથી વધારીને 1600 ઓસ્ટ્રેલિયન ડોલર કરી છે. તેનો ઉદ્દેશ્ય સ્થળાંતર ઘટાડવાનો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ