VIDEO: ‘નમસ્કાર ફ્રોમ સ્પેસ’, સ્પેસમાંથી શુભાંશુ શુક્લાનો પ્રથમ વીડિયો મેસેજ, જાણો શું-શું કહ્યું

Shubhanshu Shukla Hindi Message From Space : ભારતીય અવકાશયાત્રી ગ્રુપના કેપ્ટન શુભાંશુ શુક્લા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચતા પહેલા તેમણે પોતાનો અનુભવ શેર કર્યો છે.

Written by Ashish Goyal
Updated : June 26, 2025 18:28 IST
VIDEO: ‘નમસ્કાર ફ્રોમ સ્પેસ’, સ્પેસમાંથી શુભાંશુ શુક્લાનો પ્રથમ વીડિયો મેસેજ, જાણો શું-શું કહ્યું
શુભાંશુ શુક્લાએ અંતરિક્ષમાં પોતાના મિશનને ભારત માટે એક નાનું પરંતુ નક્કર પગલું ગણાવ્યું હતું (@SpaceX )

Shubhanshu Shukla Hindi Message From Space : ભારતીય અવકાશયાત્રી ગ્રુપના કેપ્ટન શુભાંશુ શુક્લા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન તરફ જઇ રહ્યા છે. આઈએસએસમાં પહોંચતા પહેલા તેમણે પોતાનો અનુભવ શેર કર્યો છે. શુક્લાએ કહ્યું કે તે બાકીના ક્રૂ સભ્યો સાથે સ્પેસમાં રહીને રોમાંચિત છે અને ઓર્બેટ સુધીને યાત્રાને અદભૂત ગણાવી હતી.

સમગ્ર અનુભવનો આનંદ લઇ રહ્યો છું – શુભાંશુ શુક્લા

ગ્રુપ કેપ્ટન શુભાંશું શુક્લાએ સ્પેસએક્સ લાઇવ સ્ટ્રીમ દરમિયાન કહ્યું કે બધાને નમસ્કાર ફ્રોમ સ્પેસ. ગઈકાલથી મને કહેવામાં આવ્યું છે કે હું ઘણો ઊંઘી રહ્યો છું, જે એક સારો સંકેત છે. હું સારી રીતે તેનાથી ટેવાઈ રહ્યો છું, હુ નજારાનો આનંદ માણી રહ્યો છું, સમગ્ર અનુભવનો આનંદ લઇ રહ્યો છું. હું એક બાળકની જેમ શીખી રહ્યો છું. અવકાશમાં કેવી રીતે ચાલવું અને કેવી રીતે ખાવું. ભૂલો કરવી એ સારી વાત છે, પરંતુ બીજા કોઈને પણ આવું કરતા જોવાનું વધુ સારું છે.

શુભાંશુ શુક્લાએ અંતરિક્ષમાં પોતાના મિશનને ભારત માટે એક નાનું પરંતુ નક્કર પગલું ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ એક નાનું પગલું છે, પરંતુ ભારતના હ્યુમન સ્પેસ પ્રોગ્રામની દિશામાં એક સ્થિર અને નક્કર પગલું છે. શુક્લા, ક્રૂ મેમ્બર્સ સાથે ગુરુવારે સાંજે આઇએસએસ પહોંચી ગયા છે. તેમની સાથે પોલેન્ડના મિશન એક્સપર્ટ સ્લાવોજ ઉઝનાન્સ્કી-વિસ્નીવસ્કી અને હંગેરીના ટિબોર કાપુ અને યુએસ કમાન્ડર પેગી વ્હિટસન પણ ટીમનો ભાગ છે.

આ પણ વાંચો – અમેરિકાના હુમલામાં ન્યૂક્લિયર પ્રોગ્રામને કેટલું નુકસાન થયું? પ્રથમ વખત ઇરાને આ વાત સ્વીકારી

ભારતીયોને કરી આ વિનંતી

શુભાંશુ શુક્લાએ ભારતીયોને આગ્રહ કર્યો કે તે તેમની યાત્રાનો ભાગ બને અને તેમના દિલમાં જે ગર્વ છે તેને અનુભવ કરો. તેમણે કહ્યું કે આ માત્ર આપણી તકનીકી સિદ્ધિનું જ પ્રતિનિધિત્વ નથી કરતું, પરંતુ આપણી આશાઓ અને આકાંક્ષાઓને દેખાડે છે કે આપણે ક્યાં જવા માંગીએ છીએ.

તેમણે કહ્યું કે આઇએસએસમાં 14 દિવસના રોકાણ દરમિયાન તે માત્ર ત્યાં પોતાનું કામ જ પૂર્ણ નહીં કરે, પરંતુ તેની યાત્રાના વીડિયો અને ફોટોગ્રાફ્સ પણ તૈયાર કરશે, જેથી તે દુનિયા સાથે શેર કરી શકાય.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ