PM Modi Ayodhya Ram Temple Flag Hoisting ceremony : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિખર પર વૈદિક મંત્રોચ્ચાર અને જય શ્રી રામ ના ગુંજ વચ્ચે ધ્વજ ફરકાવ્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આજે આખું વિશ્વ રામમય છે. અયોધ્યામાં પીએમ મોદીએ કહ્યું કે સદીઓની વેદના આજે વિરામ લઇ રહી છે, સદીઓના ઘા આજે ભરાઇ રહ્યા છે. સદીઓનો સંકલ્પ આજે સિદ્ધ પ્રાપ્ત થઈ રહ્યો છે. આજે તે યજ્ઞની પૂર્ણાહૂતિ છે, જેની અગ્નિ 500 વર્ષ સુધી પ્રજ્વલિત હતી. જે યજ્ઞ એક ક્ષણ માટે પણ શ્રદ્ધાથી ડગ્યો નહીં, તે એક ક્ષણ માટે પણ વિશ્વાસ તૂટ્યો નહીં.
પ્રધાનમંત્રીએ કહ્યું કે અયોધ્યા શહેર ભારતની સાંસ્કૃતિક ચેતનાના વધુ એક ઉક્તર્ષ બિંદુનું સાક્ષી બની રહ્યું છે. આજે સમગ્ર ભારત, આખું વિશ્વ રામમય છે. દરેક રામભક્તના હૃદયમાં અજોડ સંતોષ, અપાર કૃતજ્ઞતા, અપાર અને અલૌકિક આનંદ છે.
આ ભારતીય સંસ્કૃતિના પુનરુત્થાનનો ધ્વજ છે – પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે આ ધ્વજ સંઘર્ષથી સર્જનની ગાથા છે, સદીઓથી ચાલી આવી રહેલા સપનાનું સાકાર સ્વરુપ છે. આ ધ્વજ સંતોની સાધના અને સમાજની ભાગીદારીની સાર્થક પરિણીતિ છે. આ ધર્મધ્વજ માત્ર એક ધ્વજ નથી, તે ભારતીય સંસ્કૃતિના પુનરુત્થાનનો ધ્વજ છે. તેનો કેસરી રંગ, તેના પર રચાયેલ સૂર્યવંશની ખ્યાતિ, ઓમ શબ્દનું વર્ણન અને કોવિદાર વૃક્ષ રામરાજ્યના ગૌરવનું પ્રતીક છે.
આ ક્ષણ અદ્વિતીય અને અલૌકિક છે – પીએમ મોદી
પીએમે કહ્યું કે 2047 સુધીમાં જ્યારે આપણે ભારતની આઝાદીના 100 વર્ષ પૂર્ણ કરીશું, ત્યારે આપણે વિકસિત ભારતનું નિર્માણ કરવાનું છે. આજે અયોધ્યા નગરી ભારતની સાંસ્કૃતિક ચેતનાનું વધુ એક ઉત્કર્ષ બિંદુનું સાક્ષી બની રહ્યું છે. શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિખર ધ્વજારોહણ ઉત્સવની આ ક્ષણ અદ્વિતીય અને અલૌકિક છે.
આ પણ વાંચો – રામ મંદિરના શિખર પર લહેરાયો ભગવો ધર્મ ધ્વજ
તેમણે કહ્યું કે હું આ ખાસ અવસર પર રામ ભક્તોને અભિનંદન આપું છું, જેમણે રામ મંદિરના નિર્માણમાં દાન કર્યું કે કોઇ અન્ય રીતે મદદ કરી તે બધાને પણ અભિનંદન પાઠવું છું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ પવિત્ર ધ્વજ એ વાતનો પુરાવો હશે કે અંતે અસત્ય પર સત્યનો વિજય થાય છે.
આ પ્રસંગે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવત પણ હાજર રહ્યા હતા.





