/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/Ayodhya-Ram-Mandir.jpg)
Ayodhya Ram Temple: અયોધ્યા રામ મંદિરમાં બિરાજમાન રામ લલ્લાની ભવ્ય મૂર્તિ. (Photo - @ShriRamTeerth)
Ayodhya Ram Mandir Darshan Time: અયોધ્યા રામ મંદિર: અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ દરરોજ મોટી સંખ્યામાં લોકો રામ લલ્લાના દર્શન કરવા પહોંચી રહ્યા છે. જે લોકો દરરોજ રામલલાના દર્શન કરવા તલપાપડ છે તેમના માટે સારા સમાચાર છે. રામ મંદિર ટ્રસ્ટ દરરોજ આવતા ભક્તો માટે ટૂંક સમયમાં પાસ જારી કરવા જઈ રહ્યું છે. એટલું જ નહીં તે તમામ ભક્તો માટે અલગ લાઈન પણ બનાવવામાં આવશે. જેથી પાછળથી તેને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે. પરંતુ સુરક્ષાના મામલે પણ ખાસ ધ્યાન રાખવું પડશે. ટ્રસ્ટની આ પહેલને સંતોએ વખાણી છે.
રામ મંદિરના ટ્રસ્ટના સભ્ય ડો.અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે ટ્રસ્ટ આવા સંતો અને સામાન્ય લોકોની યાદી તૈયાર કરી રહ્યું છે જેઓ રોજ રામ લલ્લાના દર્શન કરવા માંગે છે. આ કામગીરી માટે સાત સભ્યોની ટીમ બનાવવામાં આવી છે. સંતો-મહંતોનો સંપર્ક કરી ફોર્મ ભરવા માટે કહેવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં તેમના આધાર કાર્ડની કોપી પણ લેવામાં આવી રહી છે. આગામી દિવસોમાં તેમને પાસ આપવામાં આવશે. પાસમાં તમામ જરૂરી ગાઇડલાઇન્સ પણ આપવામાં આવશે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/pm-modi-ayodhya.jpg)
અયોધ્યા રહેતા લોકોને પણ પાસ મળી શકશે
આ વ્યવસ્થા માત્ર સંતો-મહંતો પૂરતી મર્યાદિત નથી. બલ્કે સામાન્ય લોકો પણ તેનો લાભ લઈ શકે છે. જો અયોધ્યાના લોકો પણ રામ લલ્લાના દર્શન માટે આતુર હોય તો તેઓ રામમંદિર ટ્રસ્ટની ઓફિસનો સંપર્ક કરી શકે છે. જો કે, ટ્રસ્ટે હજુ સુધી અરજીઓ સ્વીકારવાની સેવા શરૂ કરી નથી. ટૂંક સમયમાં આ માટે ટ્રસ્ટના કર્મચારી તૈનાત કરી રજિસ્ટ્રેશનની સુવિધા શરૂ કરવામાં આવશે.
સંતોએ ટ્રસ્ટના નિર્ણયને આવકાર્યો
રામ મંદિરની પૂજા પદ્ધતિ તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવનાર જગદગુરુ રત્નેશ પ્રપનાચાર્યએ ટ્રસ્ટના નિર્ણયને આવકાર્યો છે. આ માટે તેમણે ટ્રસ્ટ સાથે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે અયોધ્યાની ઓળખ તેની આધ્યાત્મિકતા અને સાધના પરંપરા છે. દૈનિક દર્શનની પરંપરા તૂટી ગઈ હોવાથી ઘણા સંતો નિરાશ થયા હતા. હવે તે ફરી રોજ ફરી દર્શન કરી શકશે.
नौतपा की भीषण गर्मी के ढलने पर आज, भगवान श्री रामलला सरकार का शीतल पुष्पों से श्रृंगार किया गया।
As the scorching heat of Nautapa finally subsides, Prabhu Shri Ramlalla Sarkar was today adorned with a shringar of cool flowers. pic.twitter.com/pvCK5L40dN— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) June 11, 2024
રામ મંદિર દર્શનની વ્યવસ્થામાં 3 મોટા ફેરફાર
અયોધ્યાના રામ મંદિર વ્યવસ્થામાં ત્રણ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. હવે જો કોઈ ખાસ વ્યક્તિ હશે તો મંદિર પરિસરમાં ચંદન કે તિલક લગાવવામાં આવશે નહીં. બીજું, હવે કોઈને ચરણામૃત આપવામાં આવશે નહીં અને ત્રીજું અને સૌથી મહત્વનું એ છે કે, હવે ભક્તો પૂજારીને પૈસા આપવાને બદલે માત્ર દાનપાત્રમાં જ અર્પણ કરી શકશે.
આ પણ વાંચો | અયોધ્યામાં ભાજપ કેમ હાર્યું? શું છે ફરિયાદો? : ‘બહારના લોકો માટે મંદિર…, ભાજપ અમારા માટે કામ કરવાનું ભૂલી ગઈ’
લાંબા સમયથી શ્રી રામ મંદિર ટ્રસ્ટને તમામ રામભક્તો સાથે સમાન વ્યવહાર કરવામાં આવતો ન હોવાની ફરિયાદો મળી રહી હતી. કેટલાક લોકોને ખાસ સુવિધાઓ મળી રહી છે. તેમને ચંદનનું તિલક લગાવવામાં આવી રહ્યું છે અને ચરણામૃત આપવામાં આવી રહ્યું છે. ટ્રસ્ટ દ્વારા આ વ્યવસ્થા નાબૂદ કરવામાં આવી છે. કોઈને પણ વિશેષ માનવામાં આવશે નહીં અને દરેક સાથે સમાન વર્તન કરવામાં આવશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us