ગેંગરેપ કેસ : સીએમ યોગીના બુલડોઝર એક્શનના સમર્થનમાં ઉતર્યા માયાવતી, ડીએનએ ટેસ્ટ વાળા સવાલ પર અખિલેશ પર પ્રહાર

અયોધ્યા ગેંગરેપ કેસના મુખ્ય આરોપી સપા નેતા મોઈદ ખાન વિરુદ્ધ યુપી સરકારે જે કાર્યવાહી કરી છે તે સમાજવાદી પાર્ટીને પસંદ આવી નથી. અખિલેશ યાદવે આ કેસમાં ડીએનએ ટેસ્ટ કરાવવાની માગણી કરી

Written by Ashish Goyal
August 03, 2024 20:33 IST
ગેંગરેપ કેસ : સીએમ યોગીના બુલડોઝર એક્શનના સમર્થનમાં ઉતર્યા માયાવતી, ડીએનએ ટેસ્ટ વાળા સવાલ પર અખિલેશ પર પ્રહાર
માયાવતી અને અખિલેશ યાદવ (ફાઇલ ફોટો)

ayodhya Uttar Pradesh gangrape case : અયોધ્યા ગેંગરેપ કેસના મુખ્ય આરોપી સપા નેતા મોઈદ ખાન વિરુદ્ધ યુપી સરકારે જે કાર્યવાહી કરી છે તે સમાજવાદી પાર્ટીને પસંદ આવી નથી. આરોપી સપા સાંસદ અવધેશ પ્રસાદના નજીકનો બતાવવામાં આવી રહ્યો છે. સાંસદ અવદેશ પ્રસાદે સરકારની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે. બીજી તરફ સપાના વડા અખિલેશ યાદવે આ કેસમાં ડીએનએ ટેસ્ટ કરાવવાની માગણી કરી છે, જેના પર પૂર્વ સીએમ માયાવતીએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને સીએમ યોગીની બુલડોઝર કાર્યવાહીનું સમર્થન કર્યું હતું.

અયોધ્યા ગેંગરેપ કેસને લઇને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કહ્યુ કે જેમના ઉપર પણ આરોપ લાગ્યા છે તેમનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવે અને ન્યાય થવો જોઈએ. અખિલેશે કહ્યું કે, આ કેસમાં માત્ર રાજનીતિ જ ન થવી જોઇએ, જે લોકો દોષી છે તેમને કાયદા અનુસાર સજા થવી જોઇએ. આને લઇને બસપા પ્રમુખ માયાવતીએ પૂછ્યું કે સપા સરકારમાં આવા કેટલા ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

યુપી સરકાર દ્વારા જે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે તે યોગ્ય છે – માયાવતી

અખિલેશ યાદવે કહ્યું કે જો ડીએનએ ટેસ્ટમાં લાગેલા આરોપો ખોટા સાબિત થાય છે તો આરોપીઓને છોડવામાં ન આવે, કારણ કે આ જ સાચો ન્યાય છે. બસપા સુપ્રીમો માયાવતીએ પણ અખિલેશના નિવેદનનો જડબાતોડ જવાબ આપતા કહ્યું હતું કે અયોધ્યા ગેંગરેપ કેસમાં આરોપીઓ સામે યુપી સરકાર દ્વારા જે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે તે યોગ્ય છે, પરંતુ સપાનું એ કહેવું કે આરોપીઓનો ડીએનએ ટેસ્ટ થવો જોઈએ, તેને શું સમજવામાં આવે. સપાએ એ પણ જણાવવું જોઈએ કે તેમની સરકાર હેઠળ આવા આરોપીઓ સામે કેટલા ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો – વાયનાડમાં ભયાનક ત્રાસદી પછી હવે આગળ શું થશે?

માયાવતીએ યોગી સરકારને સમર્થન સાથે આપી સલાહ

આ ઉપરાંત અન્ય એક પોસ્ટમાં રાજ્યમાં મહિલાઓ વિરુદ્ધ વધી રહેલા અપરાધના મામલા પર માયાવતીએ કહ્યું કે યુપીમાં અપરાધ નિયંત્રણ અને કાયદો અને વ્યવસ્થાને લઈને વધી રહેલી ચિંતાઓ વચ્ચે ખાસ કરીને મહિલા સુરક્ષા અને ઉત્પીડન વગેરેને લઈને અયોધ્યા અને લખનઉ વગેરેની ઘટનાઓ ખૂબ જ દુઃખદ અને ચિંતાજનક છે. જાતિ, સમુદાય અને રાજકારણથી ઉપર ઉઠીને સરકાર તેમના નિવારણ માટે કડક પગલાં લે તો સારું.

સપા સાંસદે કહ્યું – આ મુદ્દે કોઈ રાજનીતિ ન થવી જોઈએ

અયોધ્યાના સાંસદ અવધેશ પ્રસાદે કહ્યું કે આ શરમજનક ઘટના છે. આ એક જઘન્ય ઘટના છે અને તેમાં કાયદાકીય રીતે કડક કાર્યવાહી થવી જોઈએ. કોઈ નિર્દોષને ફસાવવામાં ન આવે અને કોઈ ગુનેગારને બક્ષવામાં ન આવે. અવધેશ પ્રસાદે આરોપી સાથેના પોતાના ફોટો પર જણાવ્યું હતું કે, જનતા દરેક રાજકીય વ્યક્તિ સાથે ફોટા પડાવે છે અને દિલ્હીમાં દરરોજ 500 લોકો મારી સાથે ફોટો પડાવે છે.

સપા સાંસદે કહ્યું કે સમાજવાદી પાર્ટી પીડિતાના પરિવાર સાથે સંપૂર્ણ રીતે ઉભી છે અને અમારી માંગ છે કે ડીએનએ ટેસ્ટ પણ કરવામાં આવે અને સરકારે પીડિત પરિવારની મદદ કરવી જોઈએ. આ કોઈ રાજકીય મુદ્દો નથી. ભાજપે તેના પર રાજનીતિ ન કરવી જોઈએ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ