Ayushman Bharat Yojana : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ધનતેરસ અને 9માં આયુર્વેદ દિવસ પર 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો માટે 5 લાખ રૂપિયાની મફત સારવારની સુવિધા લોન્ચ કરી છે. આ સમય દરમિયાન એક ક્ષણ એવી પણ આવી જ્યારે પીએમ મોદીએ કહ્યું કે હું બંગાળ અને દિલ્હીના લોકોની માફી માંગુ છું કે હું તમારી મદદ કરી શકતો નથી. પીએમ મોદીએ આયુષ્યમાન યોજનામાં સામેલ ન થવાના રાજ્ય સરકારોના નિર્ણય માટે માફી માંગી હતી. પીએમે કહ્યું કે રાજકીય હિતોને કારણે તેમના રાજ્યોએ તેને લાગુ કરવામાં સમસ્યાઓ ઉભી કરી છે.
દિલ્હીમાં અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાનમાં સ્વાસ્થ્ય પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યા બાદ પીએમ મોદીએ સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે હું દિલ્હીના 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વૃદ્ધો અને પશ્ચિમ બંગાળના વૃદ્ધોની માફી માંગું છું કે હું તમારી સેવા કરી શકીશ નહીં. હું તેમની માફી માંગું છું કે હું તમારી પરિસ્થિતિ જાણીશ, માહિતી લઈશ પરંતુ હું તમને મદદ કરી શકીશ નહીં અને તેનું કારણ એ છે કે દિલ્હીની સરકાર અને પશ્ચિમ બંગાળની સરકાર આ આયુષ્યમાન યોજનામાં જોડાઈ રહી નથી. દિલ્હી અને બંગાળના વૃદ્ધોને આયુષ્માન ભારતનો લાભ મળી શકશે નહીં કારણ કે તેમની સરકારો રાજકીય કારણોસર તેનો અમલ કરી રહી નથી.
પીએમ મોદીએ માફી માંગી
પીએમ મોદીએ કહ્યું કે રાજકીય હિતો માટે પોતાના રાજ્યના જ બીમાર લોકો પર અત્યાચાર કરવાની વૃત્તિ યોગ્ય નથી. આ કારણે પશ્ચિમ બંગાળના વડીલોની માફી માંગુ છું. દિલ્હી અને પંજાબ એવા રાજ્યોમાં સામેલ છે જ્યાં કેન્દ્રની આયુષ્માન ભારત યોજના લાગુ કરવામાં આવી નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વિશ્વ ભારતને મેડિકલ અને વેલનેસ ટૂરિઝમના એક મોટા સેન્ટર તરીકે જોઈ રહ્યું છે.
આ પણ વાંચો – આ વખતે જનગણામાં શું છે ખાસ, સંપ્રદાયની કોલમ પર આટલો ભાર કેમ આપી રહી છે સરકાર?
આયુષ્માન ભારત યોજનાથી વૃદ્ધોને લાભ થશે
હવે 70 વર્ષથી વધુ ઉંમરના દેશના તમામ વૃદ્ધ નાગરિકોને આયુષ્માન ભારત યોજના હેઠળ પાંચ લાખ રૂપિયા સુધીનું સુરક્ષા વીમા કવચ મળશે. એટલે કે પાંચ લાખ રુપિયા સુધી મફત સારવાર કરાવી શકશે. આયુષ્માન યોજના માટે અરજી કરવા માટે, તમારી પાસે ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો હોવા આવશ્યક છે. પરિવારના તમામ સભ્યોના આધાર કાર્ડ, રાશન કાર્ડ અને ફોન નંબર હોવો જરૂરી છે.