Ayushman Bharat: દેશના દરેક વરિષ્ઠ નાગરિકને મળશે 5 લાખનો મફત સ્વાસ્થ્ય વીમો, જાણો અરજી કરવાની રીત

Ayushman Bharat Yojana For Senior Citizens: આયુષ્માન ભારત હેઠળ હવે આવકને ધ્યાનમાં રાખ્યા વગર 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના દરેક નાગરિકને 5 લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વીમો મળશે. જાણો અરજી કરવાની રીત

Ayushman Bharat Yojana For Senior Citizens: આયુષ્માન ભારત હેઠળ હવે આવકને ધ્યાનમાં રાખ્યા વગર 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના દરેક નાગરિકને 5 લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વીમો મળશે. જાણો અરજી કરવાની રીત

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Ayushman Bharat Hospitals List | Ayushman Bharat Hospitals List Of Gujarat | Ayushman Bharat Card | Ayushman Bharat Yojana | ayushman bharat health insurance

Ayushman Bharat Hospitals List: આયુષ્માન ભારત યોજના હેઠળ તમામ સરકારી અને માન્ય ખાનગી હોસ્પિટલમાં મફત સારવાર ઉપલબ્ધ છે. (Photo: Freepik)

Ayushman Bharat Yojana For Senior Citizens: દેશના વરિષ્ઠ નાગરિકોને કેન્દ્રની મોદી સરકાર તરફથી મોટી ભેટ મળી છે. 29 ઓક્ટોબરના રોજ પીએમ નરેન્દ્ર મોદીએ 70 કે તેથી વધુ ઉંમરના લોકોને આયુષ્માન ભારત સ્વાસ્થ્ય વીમાની શરૂઆત કરી છે. આ યોજનાનો લાભ હવે આવકને ધ્યાનમાં રાખ્યા વગર દેશના 70 કે તેથી વધુ ઉંમરના દરેક વ્યક્તિને મળશે. અગાઉ ઓછી આવક ધરાવતા વૃદ્ધ વ્યક્તિઓને જ આયુષ્માન યોજનાનો લાભ મળતો હતો.

Advertisment

આયુષ્માન યોજનામાં 5 લાખનું હેલ્થ કવર

આયુષ્માન ભારત હેલ્થ ઈન્શ્યોરન્સ હેઠળ એક પરિવારને 5 લાખ રૂપિયા સુધીનું હેલ્થ કવર આપવામાં આવે છે. એટલે કે વીમા કંપની આ યોજના હેઠળ પરિવારના સભ્યની સારવાર પર 5 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કવર આપે છે. કેરપાલ સિક્યોરના સીઇઓ પંકજ નવાનીએ જણાવ્યું હતું કે, સરકારની આ પહેલથી પરિવાર પર મેડિકલ ખર્ચનો બોજ ઘટશે. 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વ્યક્તિને રાહત મળશે.

આયુષ્માન યોજના હેઠળ ટોપ-અપ કવર

આયુષ્માન ભારત યોજના હેઠળ સિનિયર સિટીઝનને હવે સ્વાસ્થ્ય યોજનામાં ટોપ અપ કવરનો લાભ મળશે. આયુષ્માન ભારત સ્વાસ્થ્ય વીમા હેઠળ પહેલેથી જ આવરી લેવામાં આવેલા 70 વર્ષ તેનાથી મોટી ઉંમરના વરિષ્ઠ નાગરિકોને વાર્ષિક 5 લાખ રૂપિયાનું વધારાનું ટોપ-અપ કવર મળશે. ઉપરાંત જો સિનિયર સિટીઝનનો સારવારનો ખર્ચ 5 લાખ રૂપિયાથી વધુ હશે તો પણ તમારે ખિસ્સામાંથી પૈસા ખર્ચવા નહીં પડે.

અલબત્, જે સિનિયર સિટીઝન જેઓ પહેલેથી જ આવી સરકારી યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે, તેમણે તેમની હાલની આયુષ્માન યોજના ચાલુ રાખવી પડશે અથવા તેઓ નવા આયુષ્માન ભારત આરોગ્ય વીમાનો લાભ લઈ શકે છે. એટલે કે તેમને બેમાંથી કોઈ એક યોજનાનો લાભ મળશે. કેન્દ્ર સરકારની નવી પહેલથી દેશભરમાં લગભગ 4.5 કરોડ પરિવારોને આયુષ્માન ભારત યોજનાનો લાભ મળવાની અપેક્ષા છે. આયુષ્માન ભારત સ્વાસ્થ્ય વીમા યોજના હેઠળ દેશના લગભગ 6 કરોડ વરિષ્ઠ નાગરિકોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળી શકશે.

Advertisment

આયુષ્માન ભારત યોજના માટે વરિષ્ઠ નાગરિકો આવી રીતે અરજી કરે

વરિષ્ઠ નાગરિક જેમની ઉંમર 70 કે તેથી વધુ છે, તેમને આયુષ્માન ભારત સ્વાસ્થ્ય વીમા યોજનામાં વિશેષ લાભ મળશે. 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિક આયુષ્માન ભારત યોજનાનો લાભ લેવા માંગો છો તો તેમણે પહેલા PMJAY પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવું પડશે. ઉપરાંત આયુષ્માન એપ પરથી પણ રજિસ્ટ્રેશન કરાવી શકાય છે. જે સિનિયર સિટિઝન પાસે પહેલેથી જ આયુષ્માન ભારત કાર્ડ છે તેમણે ટોપ-અપ કાર્ડ મેળવવા માટે પોર્ટલ કે એપ પર રિ-રજિસ્ટ્રેશન કરાવવું પડશે. સરકારે રજિસ્ટ્રેશન પ્રક્રિયા ખૂબ જ સરળ બનાવી દીધી છે.

કેન્દ્ર સરકાર health tips PM Narendra Modi