આયુષ્માન ભારત : સરકારનો 6 વર્ષમાં 72,817 કરોડ ખર્ચ, આ 5 બીમારી પાછળ સૌથી વધુ

Ayushman Bharat Treatment Cost : આયુષ્માન ભારત યોજના હેઠળ કુટુંબને દર વર્ષે રૂ. 5 લાખ સુધીનું મફત આરોગ્ય કવચ મળે છે. આ યોજનાનો સૌથી વધુ લાભ દક્ષિણ ભારતના 5 રાજ્યોએ લીધો છે. ગુજરાતમાં લોકોએ હેમોડાયલિસિસ, મોતિયાનું ઓપરેશન અને ની રિપ્લેશમેન્ટ માટે આ યોજનાનો લાભ ઉઠાવ્યો છે.

Written by Ajay Saroya
March 10, 2024 07:44 IST
આયુષ્માન ભારત : સરકારનો 6 વર્ષમાં 72,817 કરોડ ખર્ચ, આ 5 બીમારી પાછળ સૌથી વધુ
હોસ્પિટલની પ્રતિકાત્મક તસવીર (File Photo)

Ayushman Bharat Treatment Cost : આયુષ્માન ભારત હેઠળ, ટોચની સારવાર: કાર્ડિયોલોજી, કેન્સર, જનરલ સર્જરી, ઓર્થોપેડિક્સ જ્યાં સુધી ચોક્કસ પ્રક્રિયાઓનો સંબંધ છે, છ વર્ષમાં કુલ ખર્ચના સંદર્ભમાં ટોચની પાંચ: ડાયાલિસિસ, એન્જીયોપ્લાસ્ટી, ધમનીઓને અનાવરોધિત કરવા માટે સિંગલ સ્ટેન્ટ, સિઝેરિયન ડિલિવરી અને ફ્રેક્ચર્ડ હિપ માટે પ્રત્યારોપણ.

કેન્દ્ર સરકાર દ્વારા સપ્ટેમ્બર 2018માં મહત્વકાંક્ષી મફત આરોગ્ય વીમા યોજના આયુષ્માન ભારત શરૂ કરવામાં આવી હતી. સરકાર દ્વારા ગરીબોની સારવારમાં ખર્ચવામાં આવેલા કુલ નાણાંનો 25 ટકાથી ખર્ચ વધુ પાંચ બીમારીઓ – કાર્ડિયોલોજી (હૃદય); સામાન્ય દવા; સામાન્ય સર્જરી; ઓર્થોપેડિક્સ (હાડકાં); અને તબીબી અને રેડિયેશન ઓન્કોલોજી (કેન્સર) પાછળ થયો છે.

આયુષ્માન ભારતના અમલીકરણની દેખરેખ કરતી સર્વોચ્ચ સંસ્થા નેશનલ હેલ્થ ઓથોરિટીના ડેશબોર્ડ પરના ડેટા અને માહિતી અધિકાર કાયદા હેઠળ મેળવેલા જાણકારીનું ધી ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યું છે. વિશ્લેષ્ણમાં જાણવા મળ્યું છેક, આયુષ્માન ભારત હેઠળ કાર્ડિયોલોજી ટ્રિટમેન્ટ પાછળ સૌથી વધુ ખર્ચ થયો છે. ત્યારબાદ અનુક્રમે સામાન્ય દવા, જનરલ સર્જરી, ઓર્થોપેડિક્સ અને તબીબી ઓન્કોલોજી પાછળ સૌથી વધારે નાણાં ખર્ચાયા છે.

જો આંકડાઓમાં વાત કરીયે તો આયુષ્માન યોજનાના રૂ. 72,817 કરોડના કુલ સરકારી ખર્ચના 28 ટકા એટલે 20,591 કરોડ રૂપિયા ઉપરોક્ત બીમારી પાછળ ખર્ચવામાં આવ્યા છે.

જો કે ચોક્કસ ટ્રિટમેન્ટના સંબંધમાં વાત કરીયે તો છ વર્ષમાં કુલ ખર્ચમાં સૌથી વધુ ડાયાલિસિસ, એન્જીયોપ્લાસ્ટી, ધમનીઓને અનાવરોધિત કરવા માટે સિંગલ સ્ટેન્ટ, સિઝેરિયન ડિલિવરી અને ફ્રેક્ચર્ડ હિપ ઈમ્પ્લાન્ટ માટે ખર્ચ થયો છે.

આ આંકડા મહત્વપૂર્ણ છે પરંતુ આશ્ચર્યજનક નથી, કારણ કે આ એવા ક્ષેત્રો છે જ્યાં ગરીબોને સાર સંભાળની મર્યાદિત પહોંચ છે. આયુષ્માન ભારત યોજના હેઠળ કુટુંબને દર વર્ષે રૂ. 5 લાખ સુધીનું મફત આરોગ્ય કવચ પૂરું પાડે છે.

ઉદાહરણ તરીકે, ગ્રામીણ ભારતમાં સરકારી હોસ્પિટલમાં કેન્સર માટે સરેરાશ તબીબી ખર્ચ રૂ. 23,905 છે અને ખાનગી હોસ્પિટલમાં ત્રણ ગણો રૂ. 85,326 છે. તો હૃદયની સમસ્યા માટે ખાનગી હોસ્પિટલમાં સારવારનો ખર્ચ રૂ. 42,759 થાય છે, જે સરકારી હોસ્પિટલ કરતા લગભગ છ ગણો છે.

સરકારી અંદાજો દર્શાવે છે કે, ભારતમાં એકલા હાર્ટ અથવા કાર્ડિયોવાસ્ક્યુલર રોગો 28.1%, ક્રોનિક શ્વસન બિમારી 10%, કેન્સર 8.3%, સ્ટ્રોક 7.1% અને ડાયાબિટીસ 3%; એકંદરે, આવા બિન-ચેપી રોગો ભારતમાં કુલ મૃત્યુના 63 ટકા માટે જવાબદાર છે.

શનિવારે તેના પ્રથમ ભાગમાં, ધ ઈન્ડિયન એક્સપ્રેસની તપાસમાં ખુલાસો થયો હતો કે 54 ટકા આયુષ્માન લાભાર્થીઓ અથવા 2.95 કરોડ લોકોએ ખાનગી હોસ્પિટલો સુધી પહોંચવા માટે આ યોજનાનો ઉપયોગ કર્યો હતો અને તેઓએ રૂ. 48,778 કરોડ અથવા રૂ. 72,817 કરોડના કુલ ખર્ચના બે તૃતીયાંશ કરતાં વધુ ખર્ચ કર્યા હતા. તેમજ આયુષ્માન ભારતના 53 લાભાર્થીઓ માત્ર પાંચ દક્ષિણ રાજ્યના છે.

કાર્ડિયોલોજી, જનરલ મેડિસિન, સર્જરી પાછળ સૌથી વધુ ખર્ચ

NHA ડેટા અને આયુષ્માન ડેશબોર્ડનું વિશ્લેષણ આયુષ્માન યોજનામાં સરકાર દ્વારા ક્યા રોગ પાછળ સૌથી વધુ ખર્ચ થયો છે તેના પર પ્રકાશ પાડે છે.

કાર્ડિયોલોજી : આયુષ્માન યોજના હેઠળ મહત્તમ નાણાં – રૂ. 4,222 કરોડ – કાર્ડિયોવેસ્ક્યુલર અથવા હૃદય સંબંધિત રોગોમાં, રૂ. 4,100 કરોડ સામાન્ય દવામાં, રૂ. 3,895 કરોડ જનરલ સર્જરીમાં, રૂ. 3,650 કરોડ ઓર્થોપેડિક્સમાં અને રૂ. 2,611 કરોડ મેડિકલ ઓન્કોલોજી પાછળ ખર્ચવામાં આવે છે.

2018 અને 2023 ની વચ્ચે, વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે યોજના હેઠળ સારવાર મેળવનારા કુલ દર્દીઓમાં 10 રાજ્યોનો હિસ્સો 80% છે: જેમાં તમિલનાડુ, કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ , મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, ઝારખંડ અને પંજાબનો સમાવેશ થા છે. છત્તીસગઢ અને કર્ણાટકને બાદ ઉપરોક્ત છ રાજ્યોમાં 2018 થી 2023 દરમિયાન બિન ભાજપ સરકાર હતી.

સિંગલ સ્ટેન્ટ પ્લેસમેન્ટ સાથે પીટીસીએ પાછળ છેલ્લા છ વર્ષમાં સરકાર દ્વારા રૂ. 936 કરોડ ખર્ચવામાં આવે છે. તો સિઝેરિયન ડિલિવરી માટે રૂ. 482 કરોડ અને ફ્રેક્ચર હિપ ઇન્ટરનલ ફિક્સેશન માટે રૂ. 452 કરોડનો ખર્ચ થયો છે.

ગુજરાતની વાત કરીયે તો આયુષ્માન યોજના હેઠળ સૌથી વધુ ખર્ચ ત્રણ મુખ્ય બીમારી – યુરોલોજી, કાર્ડિયોલોજી અને મેડિકલ અને રેડિયેશન ઓન્કોલોજી પાછળ થયો છે. કોઇ ચોક્કસ ટ્રીટમેન્ટ – પ્રોસેસમાં સૌથી વધુ ખર્ચ હેમોડાયલિસિસ, મોતિયાનું ઓપરેશન અને ની રિપ્લેશમેન્ટ – ઘૂંટણ બદલવાની સર્જરી પાછળ થયો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ