Baba Siddiqui Murder: બાબા સિદ્દીકી ની હત્યા, 3 વખતના ધારાસભ્ય કોંગ્રેસ છોડી NCPમાં જોડાયા હતા, મહારાષ્ટ્રના રાજકારણમાં દબદબો

Baba Siddiqui Murder Case News: બાબા સિદ્દકી મૂળ બિહારના હતા પણ મુંબઇ અને મહારાષ્ટ્રના રાજકારણમાં મજબૂત પકડ ધરાવતા હતા. 3 વખત ધારાસભ્ય બનનાર બાબા સિદ્દીકી 48 વર્ષ સુધી કોંગ્રેસ રહ્યા બાદ થોડાક મહિના પહેલા એનસીપી જોડાયા હતા.

Written by Ajay Saroya
October 13, 2024 10:06 IST
Baba Siddiqui Murder: બાબા સિદ્દીકી ની હત્યા, 3 વખતના ધારાસભ્ય કોંગ્રેસ છોડી NCPમાં જોડાયા હતા, મહારાષ્ટ્રના રાજકારણમાં દબદબો
Baba Siddiqui Murder News: બાબા સિદ્દીકીની મુંબઇમાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી (Photo: @BabaSiddique)

Baba Siddiqui Murder Case News: મહારાષ્ટ્રમાં શનિવારે એનસીપી નેતા બાબા સિદ્દીકીની ગોળી મારી હત્યા કરવાની એક મોટી ઘટના બની હતી. એનસીપી નેતા બાબા સિદ્દીકીની શનિવારે મોડી રાત્રે મુંબઈના બાંદ્રા પૂર્વમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. બાબા સિદ્દીકી ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે અને અગાઉની કોંગ્રેસ સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. બાબા સિદ્દીકીની ગણતરી મહારાષ્ટ્રના મોટા કદાવર નેતાઓમાં થાય છે. તેમણે પોતાનું સમગ્ર જીવન કોંગ્રેસમાં સમર્પિત કર્યું હતું, પરંતુ લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસ છોડીને એનસીપી (અજિત પવાર જૂથ)માં જોડાયા હતા.

મહારાષ્ટ્રમાં 2 મહિનાની અંદર વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. મહારાષ્ટ્રના રાજકારણમાં ખાસ કરીને મુંબઈ શહેરમાં બાબા સિદ્દીકીની મજબૂત પકડ છે. મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં બાબા સિદ્દીકીની સારી પકડ હોવાનું મનાય છે. આ સાથે જ બાબા સિદ્દીકી પણ બોલીવૂડના કોરિડોર પર પ્રભુત્વ ધરાવે છે. તેની ઈફ્તાર પાર્ટીઓ દુનિયાભરમાં ફેમસ છે, જેમાં દરેક મોટા સ્ટાર હાજરી આપે છે. આવી સ્થિતિમાં વિરોધ પક્ષો હવે આ મામલે ધ્રુવીકરણ કરવાનો પ્રયાસ કરશે.

મહત્વપૂર્ણ વાત એ છે કે, બાબા સિદ્દીકીનો જન્મ બિહારના ગોપાલગંજ જિલ્લામાં થયો હતો, પરંતુ તેમને ઓળખ મુંબઇથી જ મળી હતી. બાબા સિદ્દીકીએ 1977માં એક વિદ્યાર્થી નેતા તરીકે કોંગ્રેસ સાથે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ બીએમસીના કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. આ પછી તેઓ 1999, 2004 અને 2009માં સતત ત્રણ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2004માં તેમને મંત્રી બનાવવામાં આવ્યા હતા. બાબા સિદ્દીકીના પ્રભાવનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે બિગ બોસનું શૂટિંગ કરી રહેલા સલમાન ખાનને જેવી તેમના મોતના સમાચાર મળ્યા કે તરત જ તેઓ શૂટિંગ છોડીને લીલાવતી હોસ્પિટલ પહોંચી ગયા.

baba siddique, baba siddique dead, baba siddique shot
Baba Siddique shot dead : બાબા સિદ્દીકીને ગોળી મારીને હત્યા કરવામાં આવી (એક્સપ્રેસ)

ઉત્તર ભારતીય મુસ્લિમોમાં સારી પકડ

મુંબઈમાં ઉત્તર ભારતીયોનું પ્રભુત્વ છે. અહીં મોટી સંખ્યામાં ઉત્તર ભારતીયો રહે છે. સૌથી મહત્વની વાત એ છે કે, યુપી અને બિહારના મુસ્લિમો પણ બાંદ્રા અને આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં રહે છે. એવું કહેવામાં આવે છે કે તેમણે બાબા સિદ્દીકીને રાજકારણમાં મોટું નામ પ્રાપ્ત કરવામાં મદદ કરી હતી.

ઉત્તર ભારતીય મુસ્લિમોમાં બાબા સિદ્દીકીના સારા એવા ફોલોઇંગ છે. તેનાથી માત્ર તેને જ નહીં પરંતુ તેની પાર્ટીને પણ ફાયદો થાય છે. બાબા સિદ્દીકી 48 વર્ષ સુધી કોંગ્રેસમાં હતા અને હવે અજિત પવારની એનસીપીમાં હતા. બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાન સિદ્દીકી બાંદ્રા પૂર્વના ધારાસભ્ય છે. તેઓ કોંગ્રેસની ટિકિટ પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. પરંતુ જ્યારે બાબા ફેબ્રુઆરી 2024 માં એનસીપીમાં જોડાયા હતા, ત્યારે કોંગ્રેસે ઓગસ્ટ 2024 માં ઝીશાન સિદ્દીકીને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.

મુંબઈના રાજકારણમાં ઉત્તર ભારતીય મુસ્લિમોનો દબદબો

મુંબઈના રાજકારણમાં ઉત્તર ભારતીય મુસ્લિમોનું પ્રભુત્વ માનવામાં આવે છે. આ વાતનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે 2019ની વિધાનસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં 10 મુસ્લિમ ધારાસભ્યો જીત્યા હતા, જેમાંથી 6 ધારાસભ્યો મુંબઈ વિસ્તારમાંથી આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુંબઈમાં કુલ મુસ્લિમ વસ્તીમાં ઉત્તર ભારતીય મુસ્લિમોની સંખ્યા લગભગ 70 ટકા છે.

મુંબઇની માનખુર્દ શિવાજી નગર વિધાનસભા બેઠક, બાંદ્રા પશ્ચિમ વિધાનસભા બેઠક અને અનુશક્તિ નગર વિધાનસભા બેઠક મુસ્લિમ પ્રભુત્વ ધરાવતી બેઠકો છે અને તેમાં મુસ્લિમ ઉત્તર ભારતીય નેતાઓનું પ્રભુત્વ છે. અનુશક્તિ નગર બેઠક પરથી ધારાસભ્ય નવાબ મલિક છે, જેઓ ઉત્તર પ્રદેશના વતની છે. માનખુર્દ શિવાજી નગર સીટથી ધારાસભ્ય અબુ અસીમ આઝમી સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ