બહરાઈચ હિંસા: પાંચ આરોપીની ધરપકડ, એન્કાઉન્ટરમાં બે ને ગોળી વાગી, નેપાળ ભાગવાની તૈયારીમાં હતા

Bahraich Violence: બહરાઇચમાં દુર્ગાપૂજાના મૂર્તિ વિસર્જન દરમિયાન પથ્થરમારો અને હિંસા થઈ હતી. આ હિંસામાં રામ ગોપાલ મિશ્રા નામના યુવકની હત્યા થઇ હતી

Written by Ashish Goyal
Updated : October 17, 2024 16:47 IST
બહરાઈચ હિંસા: પાંચ આરોપીની ધરપકડ, એન્કાઉન્ટરમાં બે ને ગોળી વાગી, નેપાળ ભાગવાની તૈયારીમાં હતા
રામ ગોપાલ મિશ્રાની હત્યા બાદ બહરાઇચમાં હિંસા ફેલાઇ હતી (Express photo by Vishal Srivastav)

Bahraich Violence: બહરાઈચ હિંસાના બે આરોપીઓનું એન્કાઉન્ટર થયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આરોપીઓ નેપાળ ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પોલીસની કાર્યવાહીમાં મુખ્ય આરોપી સરફરાઝ અને તાલિબને પગમાં ગોળી વાગી હતી. આ એન્કાઉન્ટર નાનપારા કોતવાલી વિસ્તાર, કુર્મિનપુરવા હાંડા બસરીમાં બપોરે 2 વાગ્યાની આસપાસ થયું હોવાનું કહેવાય છે. ગોળી વાગ્યા બાદ પોલીસ બંનેને પહેલા નાનાપરા સીએચસી લઈ ગઈ અને ત્યાંથી બન્નેને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ADG લો એન્ડ ઓર્ડર અમિતાભ યશે કહ્યું હજુ સુધી કેજુઅલ્ટી વિશે કોઈ માહિતી નથી, પરંતુ પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. એન્કાઉન્ટરમાં બે ને ગોળી વાગી છે.

બહરાઇચના એસપીએ શું કહ્યું?

બહરાઈચના એસપી વૃંદા શુક્લાએ જાણકારી આપતા જણાવ્યું કે પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.જેમાં બે પોલીસની ગોળીથી ઘાયલ થયા છે. સરફરાઝ અને મોહમ્મદ તાલિબને ગોળી વાગી હતી.

બહરાઇચમાં દુર્ગાપૂજાના મૂર્તિ વિસર્જન દરમિયાન પથ્થરમારો અને હિંસા થઈ હતી. આ હિંસામાં રામ ગોપાલ મિશ્રા નામના યુવકની હત્યા થઇ હતી . રવિવારે બહરાઇચમાં દુર્ગા પૂજાના અવસર પર મૂર્તિ વિસર્જન યાત્રા દરમિયાન સાંપ્રદાયિક હિંસા ભડકી ઉઠતા પથ્થરબાજી અને ફાયરિંગમાં 22 વર્ષીય યુવક રામ ગોપાલ મિશ્રાનું મોત થયું હતું અને લગભગ છ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

આ પણ વાંચો – કુંભ મેળો : મેળામાં ખોવાયા તો મિનિટોમાં પરિવારને મળી જશે, યુપી સરકારે વિકસાવી આ ટેક્નોલોજી

રામ ગોપાલ મિશ્રાની હત્યા બાદ બહરાઇચમાં હિંસા ફેલાઇ હતી. ટોળા દ્વારા મોટા પાયે તોડફોડ અને આગચંપી કરવામાં આવી હતી. ટોળાએ મકાનો, દુકાનો, શોરૂમ, હોસ્પિટલો, વાહનો વગેરેને આગ ચાંપી દીધી હતી, ત્યારબાદ બહરાઇચ પોલીસે કેટલાક અજાણ્યા વ્યક્તિઓ સામે અનેક એફઆઈઆર નોંધી હતી. પોલીસે આ વિસ્તારમાં દરોડામાં અત્યાર સુધીમાં 55 શકમંદોની ધરપકડ કરી છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ